SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃતિના વહેણો ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિ એ માત્ર વાણીવિલાસ કે ભાષાની ભામક નથી પણ આત્માને પોખક એવું પ્રેરક બળ છે છે. ભારતની સંસ્કાર વારસો હંમેશા ભવ્ય રહ્યો છે. આ સંસ્કાર વારસાની જ્યોતને મહેકતી રાખી વિશ્વપ્રાંગણમાં પ્રસરાવવામાં જેન મહર્ષિઓએ તન મન વિસારી મૂકી ભારે મોટો પુરુષાર્થ કર્યો છે. કાળના સંહારક રંગમાં અનેક સંસ્કૃતિઓ ધરબાઈ ગઈ. માત્ર ભારતની આર્ય અને તેમાંએ જૈન સંસ્કૃતિ કાળના પ્રચંડ ધસમસતા વિનાશક બળ સામે પણ ટકી રહી તેના કારણોમાં તેના મૂલ્યો ચિરંતન અને દેઢ પાયા ઉપર રચાયેલા છે. તેનું સાતત્ય જ હંમેશા ધર્મસંસ્કારોથી ઓપતું રહ્યું છે. માનવી અને માનવના સમૂહનું સાચું મૂલ્યાંકન, તેના ચારિત્રથી થાય છે. માનવી જેમ વધુ સદાચારી અને ચારિત્રસંપન્ન તેમ વધુ આદરપાત્ર ગણાય છે. આ સંસ્કૃતિના દીપસ્થંભ સમાન મહાન જ્યોતિર્ધરો અને પુરસ્કર્તાઓના જીવન પણ એવા જ ઉજળા હતા. જૈન ધર્મ સંસ્કૃતિની વાસ્તવિકતા આપણા જૈન ગ્રંથ ભંડારોમાં અને આપણી ચિત્રશાળાઓમાં આજે પણ અકબંધ રીતે સચવાયેલી જોવા મળે છે. કહે છે કે શ્રીમંતાઈ, સત્તા, વિદ્વતા કે રૂપ આ ચારમાંથી એકાદ ચીજ પણ આપણા પાસે હોય તે સતતપણે સાવધાન રહીને જાગૃતિ રાખવી જ પડશે. કારણ કે ગમે તે એકમાં આપણા પતનનો ભરપૂર દારૂગોળો પડ્યો છે - આ ગ્રંથના વિવિધ પરિચયો આપણને ઘણું ઘણું કહી જાય છે. પ્રસ્તુત પ્રકાશન જૈન પ્રતિભા દર્શન ગ્રંથનું પ્રકાશન એક સારગર્ભિત સાહસ છે. જૈનોની ભૂતકાલીન ભવ્યતાના સ્મૃતિ ચિન્હો આજે પણ તીર્થસ્થાનોમાં યુગોથી પ્રેરક સંદેશો આપતા અડગ ઉભા છે. આંખ મરી ભરીને જોવા ગમે અને પરદેશીઓને [, પણ મુગ્ધ કરે તેવા જિન મંદિરોની હારમાળા ખરેખર તો પ્રાચીન શિલ્પકળાના દ્યોતક છે. એટલું જ નહી પણ આત્માનો સાચો આનંદ એની છાયામાં જ મળતો રહ્યો છે. ધર્મસ્થાનોમાં દર્શન દેતા એ દિવ્ય પ્રતિભાઓના બાવલા કેવા કેવા અનુપમ અને ચિત્તાકર્ષક લાગે છે ! કરતુત પ્રકાશન જિનશાસનના ગૌરવને જાણવા માણવાનાં સંદર્ભમાં છે. ભક્તિપરાયણ પરિવારોનું યોગદાન ૧૪૪૪ નવા જિનમંદિરો બંધાવનાર પાટણના ત્રિભૂવનવિહાર અને અન્ય ધર્મકાર્યોમાં કરોડોનું દ્રવ્ય, ખર્ચનાર ત્યાગ વૈરાગ્યના રંગે રંગાયેલા રાજા કુમારપાળની ઉત્કૃષ્ટ પ્રતિભાનું અને એવા ચોવીશ પાત્રોનો પરિચય આ ગ્રંથમાં જ શ્રી કુમારપાળ દેસાઈએ સુંદર રીતે કરાવ્યો છે. એક સમયે જેનો કીર્તિકળશ ટોચે પહોંચેલ તે ખારવેલ અને ચંદ્રગુપ્તની અસાધારણ ધર્મભક્તિની અનુમોદના કરવા જેવી છે. મહાન દાનવીરરત્ન જગડુશા તેમજ શોભનમુનિના મોટાભાઈ મહાકવિરત્ન ધનપાલ અને તિલકમંજરીની વાતો આપણા હૈયાને ઘડીભર તો હચમચાવી દે છે. સાધર્મિક શાલનાં સાચા સન્માન ખાતર ૩૨ વર્ષની ભરયુવાન વયે બ્રહ્મચર્યવ્રત ધારણ કરી પરિગ્રહ અને પરિમાણની પ્રતિજ્ઞાને બરાબર પાળનાર પેથડમંત્રી અને તેના પુત્ર ઝાંઝણશાનો સિદ્ધિગિરિનો યાત્રાસંઘ, ઈતિહાસમાં ખરેખર અમર બની ગયો છેલ્લી સદીમાં જે વિશિષ્ઠ યાત્રાસંઘો નીકળ્યા તેમાં શાસનસમ્રાટશ્રી નેમિસૂરિજી મ. ની પ્રેરક નિશ્રામાં અમદાવાદના માકુભાઈ શેઠનો સંઘ ખરેખર અદ્વિતીય હતો. તથા ૧૩૬ દીક્ષાઓના દાતા યુવકજાગૃતિપ્રેરક આ. દેવશ્રી ગુણરત્નસૂરિજી મ. ની નિશ્રામાં માંલગાંવ નિવાસી સંઘવી ભેરૂમલ હકમીચંદજીએ ૨૭00 યાત્રિકોનો પાલિતાણાનો છ'રિ પાલક સંઘ - જેની નોંધ ગીનેસ બુક ઓફ જેનીજમમાં લેવામાં આવી છે. સુરતનો સંઘવી પરિવાર, ઉવસગ્ગહરતીર્થનો દુગડ પરિવાર કે મુંબઈના કંપાણી અને ભણશાલી પરિવારોનું ઘણું મોટું પ્રદાન નોંધાયેલું છે. જે શાસનનું સદેવ સંભારણું બની રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy