SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ હોય, અર્જુન માળી અને દ્દઢ પ્રહારી જેવા ભયંકર હત્યારા પાપીઓ પણ જો વિષયકષાયની ભડભડતી આગમાંથી સંસાર સાગર મજેથી તરી જતા હોય, પરણવાની પ્રથમ રાત્રીએ ૯૯ કરોડ સોનૈયાઓનો માલિક જંબુકમાર પોતાની આઠ આઠ પત્નિઓને સંયમજીવનના સ્વીકાર માટે તૈયાર કરી દેતા હોય, અજોડ સામયિકના ધર્મસ્વામી પૂણીયા શ્રાવકની ભગવાન મહાવીરના સ્વમુખે ભારોભાર પ્રશંસા થતી હોય, અહિંયા દાસી જેવી દેખાતી ચંદનબાળા કાળબળે જો ૩૬000 સાધ્વીવૃંદનું સફળ નેતૃત્વ લઈ નારીપદનું ભારે મોટું ગૌરવ બની શકતી હોય, રખડતો ભટકતો ઉદો જો અહિંયા સિદ્ધરાજનો વિશ્વાસુ ઉદયનમંત્રી બની શકતો હોય, સામાન્ય દિદારમાં ફરતો ભીમો કુંડલીયો બાહડમંત્રીને માન્ય બની શકતો હોય, તો આ બધી જૈન શાસનની બલિહારી જ સમજવીને ? હાથ અને હૈયા ચોખા રાખી શૂન્યમાંથી વિરાટ સર્જન કરી અમર નામના મેળવી આત્મકલ્યાણ સાધી જનારા ધણા ધણા પાત્રોના જીવનપરિચયો આપણા હૃદયને સ્પર્શી જાય તેવા છે. ટૂંકા આયુષ્યમાં આત્મસાધક નાગદત્ત શ્રેષ્ઠિનું જીવન પણ જાણવા માણવા જેવું છે. મોક્ષમાર્ગે કદમ માંડવા ઈચ્છનારાઓએ પૂ.મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજનો “કારણ કે તે સાધુ હતાં” નામનો લેખ વાંચવા ખાસ ભલામણ છે. તિવારીખની તેજછાયા ધર્માનુરાગી ભાવિકોને હૃદયમાં જાગેલી ભાવનાને જૈન ઈતિહાસના સોનેરી પૃષ્ઠો ઉપર નજર કરીએ છીએ | ત્યારે સવાલાખ નવા જિનમંદિરો અને ૧૨૫૦૦ મંદિરોના જીર્ણોદ્ધાર કરાવનાર સંપ્રતિ મહારાજાની જિનભક્તિનું | સ્વરૂપ જોઈને ભાવવિભોર બની જવાય છે. - રોજની ૭-૭ વાચનાઓ લઈને સ્થૂલભદ્રસ્વામી ૧૦ પૂર્વધર બને, વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહેવા છતાં સંપૂર્ણ પવિત્રતા જાળવીને ૮૪ ચોવીશી સુધી અમર બની જવાનો ભવ્ય ઈતિહાસ સર્જે. - જિનશાસનની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર અજાતશત્રુ અભયકુમારની પ્રકૃષ્ટ પુણ્ય પ્રભાવક્તા તો જુઓ, સઘળાય આગમોની એક એક પ્રત સુવર્ણાક્ષરે લખાવનાર આભની અખંડ ઉપાસના જુઓ, શત્રુજ્ય તીર્થનો સોળમો ઉદ્ધાર કરાવનાર કમ શાહ અને કલ્પકમંત્રીની વિવિધ ધર્મકાર્યોમાં દિલચપી અને દેણગી જતા આપણુ મસ્તક નમી પડે છે. સત્તા સંપત્તિને માણસ જો પચાવી ન શકે તો ઘણા બધા અનર્થો સર્જાતા વાર નથી લાગતી માટે જ કહ્યું છે કે - પદગલિક ભાવોના પ્રવાહથી પર થઈને આત્મરમણતામાંજ મોજ માણનારા અનાથી મુનિ, અઈમુત્તા મુનિ, નંદીષેણ મુનિ, અમરકુમાર મુનિ આ બધા પાત્રોએ જૈન શાસનની આન-શાન વધારી છે. એકત્વમાં જ સાચુ સુખ સમજી પ્રવજયાના માર્ગે ચાલી નીકળનારા નમિ રાજર્ષિ જેવા ઘણા પાત્રોના પરિચયો રત્નોની માફક શોભી રહ્યાં છે. ૭૦૦ વર્ષ પહેલા ૧૩૦૦ નવા શિખરબંધીદેરાસરો બંધાવનાર અને ૨૩00 મંદિરોના જિર્ણોદ્ધાર કરાવનાર વીર શિરોમણિ શ્રાવક રનો વસ્તુપાલ તેજપાલનો સમર્પણભાવ આપણા હૈયાને ખરેખર શીતળતા બક્ષે છે. ૭૦૦ બ્રહ્મશાળાઓ, હજારેક પૌષધશાળાઓ, તેર જેટલા વિશાળકાય યાત્રા સંઘોના સંઘપતિ બની બધુ મળીને પુણ્ય સ્થાનોમાં ૩૦૦ કરોડથી વધુ દ્રવ્ય એ જમાનામાં ખર્ચનાર ધર્મ અને કર્મનો સમન્વય કરનાર ઈતિહાસ પ્રસિદ્ધ આ બાંધવ બેલડી હાથમાં ચરવાળો લઈને ધર્મક્રિયા કરનારા ગુજરાતના આ જૈનધર્મપ્રેમી નરબંકાઓએ અવસરે હાથમાં તલવાર પણ લીધી. કવિઓ એમની પ્રશસ્તિમાં ક્યારેય થાક્યાં નહી. ખરેખર તો તેઓ ચિંતકો અને રાજપુરુષો પણ હતા. જેના અદ્દભૂત સત્કાર્યો આજે પણ જગબત્રીસીએ ગવાઈ રહ્યાં છે. રાગ દ્વેષ અને કષાયના ભયંકર નિમિત્તોમાં પણ શાસન સમર્પિત અને દેવગુરુ ધર્મના ઉપાસક રાજા કુમારપાળે ક્યારેય પોતાની ધ્યાનધારા ચલિત ન થવા દીધી. આ છે તવારીખની તેજછાયા. | અહિંયા શાસનમાં સમયે સમયે શાસનપ્રભાવિકા નારીરત્નો અને માતૃત્વના અદ્દભૂત નમૂનાઓ પણ જોવા મળ્યાં. માતા મરુદેવા, માતા દેવાનંદા, માતા ભદ્રા કે માતા દ્ધસોમાં આપણા સૌની વંદનાના અધિકારી બન્યા છે. જેમની ઉત્કૃષ્ટ તપસ્યાઓથી શાસનની ઐતિહાસિક પરંપરા શોભી રહી છે. બ્રાહ્મી સુંદરીથી પ્રારંભ કરીને અનેક જ્ઞાની. | ધાની, ત્યાગી, તપસ્વી અને સહનશીલતાની મૂર્તિસમા પ્રભાવક આર્યારત્નોએ તેમની સંયમયાત્રા યશોજવલ બનાવી છે. મહાસતી નાગીલા અને કલાવતીના સતીત્વનું દર્શન પણ “સાધનાની પગદંડી” લેખમાં સુંદર રીતે થયું છે. સતી સુલસા, સીતા, અંજના, અંબિકા જેવી અસંખ્ય સતીરત્નોએ ઈતિહાસના ઠીક ઠીક પાના રોક્યા છે. જેનો મહિમાગાન જગતમાં મુક્તકંઠે ગવાયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy