SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રમાં પ્રવેશવાની ઝંખનાવાળા મુમુક્ષુઓને આ ગ્રંથ અત્યંત ઉપયોગી બની રહેશે. મનન, ચિંતન અને ધ્યાનધારા વિસ્તારવામાં પણ આ ગ્રંથ સહાયક બનશે. આત્માના જીવનબાગને નવપલ્લિત કરવામાં આ પ્રકાશન ખરેખર તો દીવાદાંડીરૂપ બની રહેશે. એવી અમારી પરમ શ્રદ્ધા છે. શ્રમણપ્રતિભાઓનો રાજવીઓ-મંત્રીઓ ઉપરનો પ્રભાવ શ્રમણસંઘનું ઉત્કૃષ્ટ તપોબળ તો જુઓ - રાજપાટના વૈભવી અને મખમલી સુખનો ત્યાગ કરી અનાસક્ત ભાવે સાધનાનો માર્ગ સ્વીકારનાર શીલપૂત રાજવીઓ અને શીલચંદ્ર ધર્મ પ્રિય મંત્રીશ્વરોનું જિનભક્તિમાં ભારોભાર નોંધાયેલું યોગદાન ખરેખર અનુમોદનીય છે. ગુજરાતના તણા ઉપર આરૂઢ થયા પછી વીર વનરાજે જૈનધર્મને રાજધર્મ બનાવ્યો ત્યારે લાટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની એક કરોડ પ્રજામાંથી અરધા કરોડ માનવોના ધર્મ બનવાનું મહાભાગ્ય જૈનધર્મને પ્રાપ્ત થયું. શિવપૂજક સોલંકી રાજાઓ પણ રાજધર્મ તરીકે સૈકાઓ સુધી જૈનધર્મની જ સાધના કરતા હતા. મહારાજા કુમારપાળ વખતે તો જૈનધર્મની જાહોજલાલી પરાકાષ્ટાએ પહોંચી હતી. કુમારપાળે તારંગાના ડુંગર ઉપર પધરાવેલી પંચાણુ ઈચની વિશાળ પ્રતિમા અને દીવ ઉપરનું નવલખા પાર્શ્વનાથનું મનોહરમંદિર રાજવીઓની જિનભક્તિનું જવલંત ઉદાહરણ છે. ગુજરાતના મહા અમાત્ય શાંતુબુ, આભૂ, મુંઝાલ, ઉદયન, આંબડ, પેથડ, ઝાંઝણશા વગેરે સ્વયંબળેજ ઉચ્ચ દરરે પહોંચ્યા હતા. વીર ભામાશાએ મહારાણા પ્રતાપને ચરણે લાખો સોનામહોરો ખરે ટાણે ધરી દીધી એ યાદ આવે છે. વીર ધવલના મંત્રી વસ્તુપાલ અને માંડવગઢના પેથડ શાહે ડભોઈના અનુક્રમે એકસોસીત્તેર જિનમંદીરોના નિર્માણ કાર્યમાં લાંબા સમય સુધી ગજબનો રસ લીધો હતો. નવમી સદી પહેલા દેવગિરિતીર્થ જ્યાં ભોજરાજાએ વિશાળ સંસ્કૃત વિધાપીઠ સ્થાપી અને જ્યાં ૩૦૦ જિનમંદિરો ઝળહળતા થયા હતા ત્યાં પણ ધર્મપ્રિય મંત્રીશ્વરો પેથડ અને ઝાંઝણનું યોગદાન અમર બની ગયુ છે. | સદગુરુયોગને માત્ર ૩૯ દિવસની તીવ્ર આરાધના દ્વારા જીવન સફળ કરનાર પરમ આસ્તિક પ્રદેશી રાજા કે અશોક જેવા મહાન પ્રેરણામૂર્તિ રાજવી અહિંસાના ઓલીયા બની અમરતા પ્રાપ્ત કરી ગયા એ શ્રમણ પ્રતિભાઓની પ્રેરણાને આભારી છે. ખંભાતમાં ઉદયનમંત્રીએ બનાવેલું ઉદયવસહી જિનમંદિર આજે પણ સૌને ચિત્તાકર્ષક લાગે છે. ડુંગરપુરના રાજા સોમદાસના મંત્રી ઓસવાલ સાદરાએ અચલગઢમાં કરેલી જિનભકિત, નાહડ મંત્રીએ કોરટાજી અને સાંચોરમાં બંધાવેલા જિનમંદિરો, માંડવગઢના મંત્રી સંગ્રામ સોનીએ મક્ષીજી, ધાર, મંદસોર વગેરે સ્થળે નિર્માણ કરાવેલા જિનાલયો જિનભક્તિના પ્રબળ પુરાવો છે. કચ્છના રાજવી ભારમલજીએ ભૂજમાં રાજવિહાર નામે જિનમંદિર બંધાવ્યું. નજીકના ભૂતકાળમાં જઈએ તો કાશી નરેશ, માળવા નરેશ, ગાયકવાડ સરકાર અને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવા અનેક પ્રજાવત્સલ રાજવીઓ ધર્મપ્રભાવનામાં ખરેખર મદદરૂપ બન્યા હતા. રાજનગર અમદાવાદમાં ૩૫૦થી વધુ જિનમંદિરોની રચનામાં જેનશ્રેષ્ઠિઓનો શસ્વી ફાળો રહ્યો છે. આ બધો પ્રતાપ અને પ્રભાવ જૈનાચાર્યોની પ્રેરણાને આભારી છે. જીવનને અમર બનાવનાર રસાયણ પણ તુરતમાંજ હાથવગુ બને છે આ બધા પૂજ્યોના પ્રતાપ છેલ્લા ચાર સૈકામાં ગુજરાતમાં થયેલા મહાન જૈનાચાર્યોમાં માણિક્યસાગરસૂરિજી, હીરવિજયસૂરિજી, વિજયસેનસૂરિજી, નેમિસૂરિજી, પ્રેમસૂરિજી, બુદ્ધિસાગરસૂરિજી, સિદ્ધિસૂરિજી વગેરેએ આ ભૂમિને યશભાગી બનાવી છે. જૈિન શાસનની બલિહારી અહિંયા જો શ્રાવકની સ્થિતિમાં જીવદયાની આહેક જગાવી એક જીવાત્મા ચક્રવર્તી અને તીર્થપતિ જેવી બેવડી સિદ્ધિ હાંસલ કરી પ્રભુ શાંતિનાથ બની શકતા હોય, અહિંયા જો સાધુની વૈયાવચ્ચ કરનાર વૈદ્યરાજપુત્ર સમય જતાં આત્માનો વિલક્ષણ વિકાસ સાધીને નાભિરાજાના પુત્ર ઋષભ :આદિનાથ જો તીર્થકર બની શકતા હોય, અભિમાની ઈન્દ્રભૂતિ વિજય શિરોમણિ ગૌતમસ્વામી બની જાય અહિય; જો બિલોરી કાચ જેવા વિશુદ્ધ સમ્યક દર્શનના પ્રભાવે નાગ રથિકની પત્ની સતી સુલસા આવતી ચોવીશીમાં પંદરમા તીર્થપતિ જો બની શકનાર હોય, અહિંયા જો ભક્તિપૂર્ણા રેવતી શ્રાવિકા તીર્થંકર નામ ઉપાર્જન કરી જયસિદ્ધિ મેળવી શકતી હોય, સુદર્શન શેઠ જો ચૌદપૂર્વના જ્ઞાતા બની શકતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy