SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાત્માઓએ સંસારના માયાવી પડળો પલવારમાં હટાવો ઈતિહાસના ચિરંજીવી પાત્રો બની ગયા. આવા અનેક | જીવન પરિવર્તનો શ્રમણધર્મની કથાઓના સ્વાધ્યાયમાંથી આપણને જાણવા મળે છે. ઈતિહાસ અને સંસ્કૃતિનું સર્જન પણ કાળબળથી જ થાય છે. જે માનવસમાજ પોતાની દીર્ધદષ્ટિથી સમયકાળને અને ઈતિહાસના બળોને પીછાની શકે એજ માનવસમાજ ઉત્કૃષ્ટ સ્તર પર આવી શકે. તપોવનના સર્જક પૂ. પંન્યાસશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજે જૈન ઈતિહાસમાં ઠીક ઠીક લાંબે સુધી આપણને નજર કરાવીને જૈનોની ભવ્યતાનો ચિતાર બતાવ્યો છે. આ ગ્રંથમાં વાંચવા મળશે. કર્મનો સિદ્ધાંત : આ નિયતિ શું છે ? કર્મની સાર્થકતા અને કર્મનું સંક્રમણ સંબંધીન શાસ્ત્રોમાં ખૂબ જ સૂક્ષ્મતાપૂર્વક બતાવ્યું છે. જૈન દર્શન સ્પષ્ટ માને છે કે દુનિયાની સર્વોપરી સત્તા એ કમસત્તા છે. આ કર્મસત્તા હજુ ચક્રવર્તીઓ પાસે ન કરવા જેવા કામો કરાવી શકે પણ ધર્મ મહાસત્તાવાન આત્માના સ્વામિત્વને સદા સલામ કરનારો સાધક કર્મસત્તા ગમે તેટલા ફંફાડા મારે તો પણ નિજ સ્વામિની સત્તાને જ હંમેશા વફાદાર રહે છે. ભગવાન મહાવીર દેવના પરમપ્રિય ભક્ત શ્રેણિક મહારાજા મહાશક્તિવંત હતા, એનો સૂર્ય સોળેકળાએ ખીલ્યો હતો. પણ કર્મના ઉદયે તેમની ઉત્તરાવસ્થામાં જે કારમી વ્યથા અને વેદનાઓ આવી પડી એ રોમાંચક વિગતો || સાંભળતા જ ધ્રુજારી સાથે વૈરાગ્ય આવી જાય છે. આ કર્મસત્તા પાસે કોઈનું ચાલ્યુ નથી. આખીએ વ્યવસ્થા સ્વયંસંચાલિત છે. જો કે મહારાજા શ્રેણિક કર્મક્ષયને અંતે આવતી ચોવીશીમાં પાનાભ' નામે પ્રથમ તીર્થકર બનશે. સંસારમાં ચાલતી કાર્ય-કારણની આખીએ શૃંખલા જૈન દર્શન વિસ્તારથી સમજાવી છે. તીર્થકરોને પણ જો ભોગવવા પડ્યા હોય તો આપણે તો પામર જીવો છીએ. નિર્માણ થઈને જ રહે છે. આ નિયતિને સલામ કરવી જ પડશે. જગતને ઉપદેશ આપનાર ભગવાન મહાવીર દેવની સામેજ તેના પુત્રી અને જમાઈએ બળવો પોકાર્યો, નળરાજા જેવાને નામ ઠામ કુળ છૂપાવીને ઠેર ઠેર ભટકવું પડ્યું. હરિશ્ચંદ્ર રાજાને ચંડાળને ઘેર ચાકરી કરવી પડી. સનસ્કુમાર ચક્રવર્તીને ૭૦૦ વર્ષ સુધી વેદનાઓ !! સહન કરવી પડી. ગજસુકમાલજીને માથે સોમીલ સસરાએ ખેરના મૂકેલા ધગધગતા અંગારામાં શેકાવું પડ્યું. કર્મ અને કાળનો ભરોસો રાખવા જેવો નથી. ક્ષણભંગુર અને તકલાદી સંબંધો વાળો આ સંસાર કોઈના પણ હાથમાં ટક્યો નથી, ટકવાનો પણ નથી. જેનદર્શન સ્પષ્ટ કહે છે કે સમકિતી થઈને રહેવું એજ આ સંસારનો સાર છે. સંસારના કર્મોને બાળવાનું અમોઘ શસ્ત્રસામાયિક અને પ્રતિક્રમણ છે. સંસારના સ્વાર્થી સંબંધોને મનથી આઘા - અળગા કરીને જીવીએ, સંસારના મૂક સાક્ષી બની જઈએ તો જ આજની આપણી સમસ્યાઓનું સમાધાન થશે. જીવનમાં જ્યારે જે કાંઈ સામે આવી પડે તેને વાસ્તવિકતા ગણી સ્વીકાર કર્યા વગર છૂટકો જ નથી. જો કે જૈનદર્શન સર્વથા નિયતિવાદને નથી માનતા કાલ સ્વભાવ ભવિતવ્યતાદિ પાંચ કારણોમાં એ એક સાપેક્ષ ! કારણ પણ હોઈ શકે. એકાંતે નિયતિવાદ એ ગોશાલકની માન્યતા હોવાનું પણ કહેવાય છે. જ નિયતિ છે જ સાથે સાથે પુરૂષાર્થની પણ એટલી જ પ્રાધાન્યતા છે. પુરૂષાર્થસિદ્ધિ મોક્ષ છે એ પણ હરગીજ ન ભૂલાય. પ્રારબ્ધનું બીજુ નામનિયતિ છે. પ્રારબ્ધ કે પુરૂષાર્થ? વર્તમાનમાં આ એક ચર્ચાનો વિષય છે. છતાં આત્મવિકાસમાં પુરૂષાર્થની જ પ્રાધાન્યતા છે. આ ગ્રંથમાં એવા ઘણા પરિચયો જોઈશું.. જેમનું ચિત્ત સંસારની માયાવી વાસનાઓમાંથી અને આસક્તીની આળપંપાળમાંથી ખસી જઈને ધર્મકુંજમાં રમતુ રહે અને રસથી ભરેલા આ ગ્રંથનાં ઘણા પાત્રોના પરિચયો એમ બોલે છે કે સામાયિક લઈને એકાગ્રતાથી બેસો એટલે બધોજ ભાર હળવો થાય. અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ વગેરે સંબંધે જો રોજ રોજ વિચારાય અને ધર્મનું શરણુ લઈએ તો શરીરનું મમત્વ પણ છુટશે અને વિશ્વનું મંગલદર્શન પણ પામી શકશું. જૈનદર્શને પ્રેમ, અહિંસા, કરુણા જેવા સિદ્ધાંતો બતાવ્યા તેવા આ ચતુર્વિધ અમૃત સરોવરમાં ડુબકી મારનારાઓજ પરમ સુખશાંતિનો અનુભવ કરી શકશે. આત્માને ઓળખવા માટે આપણે જગતમાં શૂન્ય બની જવું પડશે. ભારતના નભોમંડળમાં અનેક આદર્શ ગુરુવર્યો, સિદ્ધ પુરુષો અને શ્રમણોનું તેજ તેજસ્વીતા અને વિચારોનું | વલય ફરતુ રહેલુ જોવા મળે છે. આવો આપણે આ ગ્રંથમણિના અધ્યાત્મરસનું ભાવથી આચમન કરીએ. આત્મસાધનાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy