SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનભર શીલધર્મની સુગંધ પ્રસરાવી સમસ્ત શાસનના ગૌરવ બનીને રહ્યાં. દશ કરોડ મુનિઓ સાથે સિદ્ધાચલજી ઉપર મોક્ષે જવાનું મહાન પરાક્રમ કરનાર દ્રાવિડ અને વારિખિલ્લને પણ કેમ ભૂલી શકાય ? આ શ્રમણ સંસ્થાએ શ્રમણ સંસ્કૃતિ દ્વારા જીવનનું રસાયણ બનાવી અદ્દભુત સંજીવની નિપજાવી અનેક તાણાવાણા વચ્ચે પણ માનવજીવનને નૂતન સમાજનો આકાર આપ્યો. એ બધા ભવ્યોદાત્ત જીવન હતા. તેમના ઉપદેશથી જ જૈનો સદાચારની મૂર્તિરૂપ બનતા રહ્યાં. શ્રાવકપણાના ઉત્તમ આચારો પણ ઉંચામાં ઉંચો ગૃહસ્થપણાની દૃષ્ટિએ સદાચાર જ ગણાય છે. જિન પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, દેવગુરુ ભકિત, વ્રત, નિયમ, તપ આદિ. અનેક ગુણોને કેળવનાર શ્રાવક પોતાના જીવનને ઉજ્જવળ બનાવે છે. એટલું જ નહીં પણ અપ્રમત્તભાવને કેળવનારા શ્રાવકો પણ શાસનના ઝળહળતા રત્નો છે. આપણે પણ એવા ઓજસ્વી બનીએ એજ સદ્ભાવના. (00) ધર્મભૂમિની ચેતના આર્યકુળ પરંપરાને સાર્થક કરનારા અનેક સંતોએ આ ભૂમિને પાવન કરી છે, પોતાના જ્ઞાનોદ્ભવલ પ્રકાશથી અનોખી શોભા આપી છે. અનેક દિવ્યાત્માઓએ આ ભૂમિને યશકલગી ચડાવી છે એ ધર્મભૂમિની ચરણરજ માથે ચડાવી ધન્યતા અનુભવુ છું. આ ભૂમિ ઉપર અનેક સંપ્રદાયો ઉદય પામ્યા અને પાંગર્યા, અહિંયા સદ્વિચાર અને સુકૃત્યો દ્વારા મુક્તિ મેળવીને માનવજીવન સાર્થક કરનારાઓનો એક વિશાળ સમૂહ પણ જોવા મળ્યો. ઉગ્ર તપસ્યા અને અપ્રમત્ત સાધનાને બળે આધ્યાત્મિક પગદંડી ઉપર ચાલીને ધર્મભાવનાને બળવત્તર બનાવનારા પ્રગતિશીલ પરિબળો પણ યુગે યુગે થતા રહ્યાં. સંસારના સર્વ સંબંધો છોડી મહાભિનિષ્ક્રમણ કરી ત્યાગ અને સમર્પણની એકમાત્ર ભાવનાથી ભક્તિના સર્વોચ્ચ શિખરે પહોંચનારા મહામાનવોની મૂલ્યવાન ભેટ આ ભૂમિએ આપણને આપી. વીર જવાંમર્દો પણ અત્રે થયા, ધર્મરક્ષા કાજે ખોળામાં માથુ લઈને બારોટ કોમના સંખ્યાબંધ દૂધમલીયા યુવાન બેટડાઓએ શહાદત વહોરી અને ધરતીની ધૂળમાં સદાને માટે પોઢી ગયાં. પાલીતાણા શત્રુંજ્યની રક્ષા કાજે આ વીરકોમે આપેલા બલિદાનોથી જૈનસમાજ પરો વાકેફ છે. અન્ય જૈનતીર્થોમાં પણ બારોટોએ આવી જ વીરતાના દર્શન કરાવ્યા છે. બારોટોની આ એક જબરજસ્ત વ્યક્તિ અને ઉપાસના જ હતી. ઉપાસનામાં વ્યક્તિનું આંતર વિશ્વ હંમેશા ખુલી જાય છે. માતા અંબાની ઉપાસના પણ આવી જ એક વેદિકા ઉપર થાય છે. ગુજરાતના મહાન બાણવાળી ભીમદેવના એવાજ મહાન અમાત્ય વિમલ શાહને અંબિકાએ જ્યારે આરસ કે વા૨સ બેમાંથી એક માંગવા કહ્યું ત્યારે વિમલે શ્રદ્ધાભાવે આરસની માંગણી કરી અને તેમાંથીજ જૈનતીર્થનું નિર્માણ થયું. ધન્ય વિમલ તારી દેવી ભાવનાને ! આ ભૂમિની ચેતનાનું પ્રાબલ્ય તો જુઓ - અષ્ટાપદ પર્વત ઉપર રાવણે કરેલી અનુપમ ભક્તિનું દૃષ્ટાંત જાણીતુ છે. મંદોદરીના નૃત્યમાં સ્ખલના ન પહોંચે તે માટે વીણાના તૂટેલા તારને જોડવા રાવણે પોતાના જાંઘની નસ ખેંચી કાઢી - આ ભક્તિ પ્રતાપે જ રાવણે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. કાળબળનું પ્રબળ સામ્રાજ્ય જગત ઉપર જેનું અપ્રતિહત શાસન ચાલે છે. એ કાળદેવની કેટલીએ કારમી ક્રીડાઓ વચ્ચે પણ જૈનશાસન તેનો પ્રભાવ જાળવી શક્યું છે. કાળબળે કોને ક્યાંથી લાવીને ક્યાં મૂકી દીધા છે એ જોવા આ ગ્રંથના કેટલાક પૃષ્ઠો પર નજર કરવી જ પડશે. • ચક્રવર્તીઓના ખંડના સામ્રાજ્યોને પલવારમાં નામશેષ કરી નાખતો ક્રૂર કાળ તીર્થંકર પરમાત્માના મોક્ષમાર્ગને ક્યારેય નામશેષ કરી શક્યો નથી. રાજા મહારાજાઓ અને સમ્રાટોને સિંહાસનો ઉપરથી ફેંકી દેવામાં સફળ બનતો કાળ મોક્ષે ગયેલા એકેય પુણ્યાત્માને ત્યાંથી બહાર કાઢવામાં આજ સુધી સફળ નથી થયો. પત્ની પરિવાર કે સુંવાળા સુખવૈભવના આકર્ષણને પલવારમાં ખતમ કરી નાખવામાં સફળ બનતો કાળ દેવ ગુરુ ધર્મના આકર્ષણને ખતમ કરી નાખવામાં આજ સુધી સફળ નથી બન્યો. આ નક્કર વાસ્તવિકતા ફલિત કરે છે કે સંસારમાં સુખ માટે વસ્તુનુ પરિવર્તન જોઈએ છે. જ્યારે અધ્યાત્મમાર્ગનાં વૃત્તિઓનું પરિવર્તન જોઈએ છે. વિચારકોને પરિવર્તન માટે કોઈ એકજ સામાન્ય નિમિત્ત કે એકજ સામાન્ય ઘટના પૂરતી છે. સાથે આંતરદશા પક્વ બનવી જરૂરી છે. વસ્તુપાલને અરીસામાં ધોળો વાળ નજરે પડ્યો અને વૈરાગ્યનો રંગ લાગ્યો, રાજા સોમચંદ્ર અને પ્રસન્નચંદ્રને પણ એવું જ થયું. એમ અનેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy