SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ નવા સંપર્કો થતા રહ્યાં. ગુણગર્વિલો આ પ્રદેશ સંપત્તિ, કળા, શૌર્ય અને પ્રેમ, ધર્મ અને કર્તવ્યનો આ ભૂમિમાં અદ્દભૂત સમન્વય જોવા મળ્યો. પછી તો મારા જાહેર જીવન દરમ્યાન સ્વનામધન્ય અનેક ભિષગરનોના ચરિત્રોથી પણ વાકેફ થતો રહ્યો. જેણે પોતાના તેજ ઝબકારાથી સમાજ અને રાષ્ટ્રને એક નવો જ રાહ બતાવ્યો. સંદર્ભ સાહિત્યના સંપાદનની કાર્યવાહી દરમ્યાન, પછી તો વર્તમાનકાળે પણ એવા કેટલાએ વ્યવહાર કુશળ શ્રેષ્ઠિઓના સંપર્કમાં આવવાનું બન્યુ જેમના આંગણે સદાકાળ મીઠા સ્નેહજળ અને અમૃતસમા આતિથ્યનું કોપરું પામવા મળ્યું તો પણ ઈતિહાસને હકીકત સ્વરૂપે જ મૂકવાનો અમારો આશય રહ્યો છે. સાડા ત્રણ દાયકામાં જે જોયું, જાણું અને અનુભવ્યું તે એ છે હૈયાની સુવાસથી મધમધતા અનેક મહાપુરુષોએ જગતના ચોકમાં સ્નેહ અને શ્રદ્ધાના, બિરાદરી અને પ્રેમના, તપ અને તેજના કિરણો પ્રસાર્યા છે. જેમના પાસેથી રૂર્તિ - ચેતનાનું પુષ્કળ આત્મિક ભાથુ મળી રહે એવી ચારિત્રસંપન્ન પ્રતિભાઓએ જૈનત્વના સબળ સત્વને સૌંદર્યમંડિત કરી જ્ઞાન સંપદાના અમૃત ઝરણા વહાવ્યા છે. તીર્થસ્થાનોમાં કંડારાયેલી વીરતા શૌર્યતાની ઘટનાઓએ જાગ્રત થયેલી મનની સુષુપ્ત શક્તિથી પ્રેરાઈને જ અદ્વિતીય પ્રતિભાના ધારકો અને શાસન પ્રભાવકોના જીવનપ્રસંગો કંડારવાનો નમ્ર પ્રયાસ તો કર્યો પણ આ બધા પુણ્યાત્માઓને યોગ્ય ન્યાય આપવા મારા જેવા પામર જીવ પાસે પૂરતા શબ્દો નથી. શબ્દોથી શણગારવા કે વાણીના વૈભવથી વર્ણવવા અમારા માટે અશક્ય છે. પણ સંઘ અને સમાજનું અમારા ઉપરનું યત્કિંચિત ઋણ ફેડવા માટે જ આ વિનમ્ર પ્રયાસ થયો છે. હકીકતે તો આ કાર્યને મહાપુરુષોના પ્રભાવી જીવન થકી જ જબરજસ્ત આલંબન પૂરૂ પાડ્યું છે એટલું જ નહીં કર્મનો સાક્ષાત્કાર થયાની અનુભૂતિ માણી પણ લીધી છે. (જયવંતુ જૈનશાસન અને તેના રૂપરંગો મન મારું મન મામદશા હતા, જેના કલાના ઉત્તમ નમૂના સમાન ગગનચુંબી જિનાલયો, પ્રાસાદો અને ચેત્યો આકાશ સાથે જ્યાં વાતો કરે છે જેના પ્રતાપી પૂર્વજોએ આત્મા પરમાત્મા વચ્ચેના ઘેરા આવરણો ચીરી-ફાડીને ઉડાડી દીધા, જેના પુણ્ય પુરુષોની દષ્ટિ બિલોરી કાચ જેવી નિર્મળ અને નિર્વિકારી હતી, જેના સ્વયંભૂ ઉદ્દગાર પ્રસન્ન ગંભીર અને આ પ્રભાવકો વાસ્તવિકતાના પીઢ અનુભવીઓ હતા, જેના પ્રજ્ઞાવંતો આત્માના રહસ્યોને સમજીને જ વર્ણન કરનારા હતા, વસ્તુના યથાર્થ દેરા હતા. કશી પણ શંકા હોતી, નિશંક અને નિર્ભય હતા. જયાં અનેકાંત જયપતાકા અને સ્વાદુવાદ મંજરી જેવા ગ્રંથરત્નોનો મૂલ્યવાન વારસો મળ્યો, જેના નૈયાયિકોએ વાદ ચર્ચામાં હંમેશા અસાધારણ બુદ્ધિવભવનું દર્શન કરાવ્યું. જેના તજજ્ઞો અને સાક્ષરોએ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષાનું વ્યાપક ખેડાણ કરી અતલ અને ઉંડા રહસ્યોનું વિસ્તૃત આલેખન કર્યું, જેના આદર્શ બ્રહ્મચારીઓએ કામદેવને તેના ઘરમાં જઈને જીતી લીધો, જેના નટોએ નાચતા નાચતા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી, જેના બાલક બાલિકાઓ પારણામાંજ અગીયાર અંગ ભણી જતા એવી અસંખ્ય પ્રતિભાઓનો અપૂર્વ ઈતિહાસ સર્જનાર જૈન શાસન વિશ્વના ઈતિહાસમાં અદ્દભૂત અને અલૌકિક સ્થાનનું પૂર્ણપણે અધિકારી બને છે. શાસનના સદભાગ્યની મહેકતી આ સૌરભ અને ઉવળ ગરિમાનું અમીપાન કરાવતું આ પ્રકાશન, શાસનના ઐતિહાસિક દસ્તાવેજ જેવું બની રહેશે. ગૌરવવંતી જૈન શ્રમણ પરંપરા જૈન શ્રમણ પરંપરા દ્વારા સમયે સમયે વિશિષ્ટ એવી પ્રતિભાઓનો પ્રકાશપૂંજ આ ધરતી ઉપર રેલાયો. સુધર્મસ્વામીની પાટ પરંપરાએ આવતા પરમ વંદનીય આગમશાસ્ત્રના પરમ પ્રભાકો, ચરિત્રનાયકો, પ્રબુદ્ધ ધર્મગુરુઓ, સંયમ સાધનામાં શિરમોર સમાવાચનાચાર્યો જ્યોતિષવિદ્યાના પરમજ્ઞાતાઓ, ધ્યાન સાધનાના પરમ ઉપાસકો સૂત્રાર્થના સમ્યક ધારકો, ચૌદ વિધાના પારગામીઓ, શ્રુત સંપદાના ધારકો, બહુશ્રત પરમ ગીતાર્થો, પ્રખર ભાષ્યકારો, ચૂર્ણિસાહિત્યકારો, શાસ્ત્રોના પારગામીઓ, પ્રકાંડ પંડિતો. આ બધા પૂજ્યોએ ઘનની, સત્તાની, યશની લગીરે ઝંખના વગર એક એક ક્ષેત્રમાં પોતાના જીવનનો અનોખો પ્રભાવ બતાવ્યો છે. આધ્યાત્મિકતાની ચિનગારી આપનારા આ સિદ્ધ પુરુષોમાં કેટકેટલાને યાદ કરીએ - માતાએ આપેલા સમ્યકજ્ઞાનના અદ્દભુત પ્રદાનને કારણે આર્યરક્ષિતસૂરિજીએ આખા પરિવારને સંસાર પાર કરાવ્યો, કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય કે કલ્યાણ મંદિરના રચયિતા આચાર્ય કુમુદચંદ્રસૂરિજી, આચાર્ય જગતચંદ્રસૂરિજી આચાર્ય હીરવિજયસૂરિજી આ બધા શાસનના તેજસ્વી તારલા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy