________________
-
-
-
sh,
*
*
w
*
જ
S
.
phy
(નંદલાલ દેવકુક)
(ભાવે # વંદના)
આર્યાવર્તની આ પાવન ભૂમિ ઉપર જે અસંખ્ય વિશ્વવંદ્ય શલાકા મહાપુરૂષોના પુનિત પગલાં મંડાયાં તેમાં સૌ પ્રથમ વીતરાગી તીર્થકર ભગવંતોને પંચાંગ પ્રણિપાત કરુ છું.
અનંત જ્ઞાન અને શકિતના ધારક, પરમજ્યોતિ સ્વરૂપ અનંત સિદ્ધિઓના સ્વામી ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુને ભાવપૂર્વક વંદન કરું છું.
ધ્વાદશાંગીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીજીને પણ નમસ્કાર કરું છું. પદ્માવતીજી તમે કલ્યાણી અને વિરાટ શક્તિસ્વરૂપા છો. વારંવાર તમને પણ નમસ્કાર કરું છું. તમારૂ ધ્યાન ધરી, સ્તવના કરી વિશેષતયા તમારી સહાય ઈચ્છું છું. તમારૂ સ્મરણ હંમેશા વિવિધ કષ્ટોને દૂર કરનારૂ રહ્યું છે.
જેના પ્રકાશપૂંજથી જિનશાસનનું નામોમંડળ ચોગરદમ ઝળહળી રહ્યાં છે, જેના મોહ આદિ, બિજાંકુર નષ્ટ થયા છે એવા આંતરશત્રુઓ ઉપર વિજય મેળવનારા પ્રભાવક પ્રતિભાઓને પ્રસન્નતાપૂર્વક લાખ લાખ વંદનાઓ.
નિમ્ર અર્પણ
ઘણા વર્ષોથી એક પ્રબળ ઉત્કંઠા હતી, લાંબા સમયથી મારા મનમંદિરમાં એક અપૂર્વ આયોજન વિચારાયું હતું હૈયાનો ઉલ્લાસ ઉમંગ પણ અદમ્ય હતો. જિન શાસનની અસ્મિતા, એની ગરિમા, એની સમાનતા અને એનું તાત્વિક રસ દર્શન કરાવવાનો મનનો સંકલ્પ - સ્વપ્ન આજ સિદ્ધ થઈ રહ્યાંના મનમાં અનેરો આનંદ છે.
સાડા ત્રણ દાયકામાં અઢાર જેટલા સ્મૃતિ સંદર્ભ ગ્રંથોના સફળ સંપાદન કાર્ય દરમ્યાન શ્રી ચતુર્વિધ સંઘના એક વિશાળ ફલક ઉપરના માહિતીકોશ જેવા આ ગ્રંથના પુરુષાર્થી કદમ દ્વારા શ્રી સંઘના પુનિત ચરણકમળમાં શ્રદ્ધા , અને ભકિતભાવથી પ્રેરાઈને રંજૂ કરતા ગૌરવની લાગણી અનુભવું છું.
કલા સ્થાપત્યના ધ્વજધારીસમા તીર્થાધિરાજ શત્રુંજય અને પંચતીર્થીમાં ગણાયેલ તાલધ્વજગિરિની || ગિરિકંદરાઓની તળેટીમાં વિતાવેલા બાલ્યકાળના એ સોનેરી દિવસો દરમ્યાન, સાહિત્ય સરવણીના જ્યાં અમૃત પાન પીધા, જ્યાં જૈન ધર્મ સંસ્કૃતિના ઉમદા વિચારો ઝીલ્યા ત્યાંથી જ મનમાં જેનોની એક ભાતીગળ અસ્મિતાની ચિનગારી પ્રગટી. સમય સંજોગોએ વર્તમાન જૈનાચાર્યોના પુણ્ય સંસર્ગ અને સંપર્કમાં આવવાનું બહુ નજીકથી બન્યું. આ પંચમકાળમાં પણ વાત્સલ્યના સાગરસમાં પૂજ્યશ્રીઓએ વરસાવેલા અનુગ્રહના મંગલમેઘ અને બતાવેલા વાત્સલ્યભાવથી મારી દુનિયા બદલાતી રહી. એક માત્ર અરિહંતની ધૂનમાં જ મારૂ હૈયુ નાચી ઉઠ્યું. ક્રમે ક્રમે વિકાસ થતો રહ્યો. અને નવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org