SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૭) 3XXXXXXX પ્રેરકશ્રીના આશીર્વચન [પુરુષાર્થની અનુમોદના] PASSWET/ શારી ભર આ ગ્રંથ વિશિષ્ટ કોટીનો એક મહામૂલ્યવાન ગ્રંથ છે. આ ગ્રંથનું વાંચન, મનન, ચિંતન તેમ જ પરિશિલન કરનાર આત્મા રાગમાંથી વિરાગ તરફ વળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે આમાં આત્મિકગુણો ઉપર આક્રમણ કરતા એવા કામ-ક્રોધાદિ શત્રુઓ ઉપર વિજય મેળવનારા, પૂર્વકાલીન અને વર્તમાનકાલીન વિશિષ્ટ કોટિના પO થી વધુ શ્રાવક સંસ્થાના યશકલગીરૂપ શ્રાવકરત્નોના યશોજજવલ જીવનચરિત્ર ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આજે જડવાદ અને ભૌતિકવાદ, ટી.વી. ચેનલો તેમજ વિકૃતસાહિત્ય ભારતીય સંસ્કૃતિની ભવ્યતા અને દિવ્યતાને પ્રાયે મૃત:પ્રાય કરેલ છે તેવા વિકટ, વિષમ કપરા કાળમાં આ ગ્રંથમાં ચારિત્રસંપન્ન મહાવિભૂતિઓના જીવનચરિત્ર દ્વારા જૈનધર્મ, કર્તવ્ય અને કળા-સાહિત્ય તેમજ સંસ્કૃતિને જાળવવાનું અને સજાવવાનું કામ કરેલ છે. જે પ્રશંસનીય અને અનુકરણીય છે. આ ગ્રંથમાં ૮૪૮૪ ચોવીશી સુધી જેનું નામ અમર રહેવાનું છે એવા સ્થૂલભદ્રજી તેમ જ શ્રાવકદંપતિ વિજયશેઠ અને વિજયા શેઠાણીની વિશિષ્ટ કોટિની બ્રહ્મચર્યની સાધના, ચંદ્રગુપ્તની નિ:સ્પૃહતા, પરોપકારી દયાવાન અને સહનશીલતાની મૂર્તિ શ્રેણીકરાજાની સતત ધર્મજાગૃતિ, સિદ્ધરાજની વાત્સલ્યતા છે. તો દેદાશાહની કર્તવ્યપરાયણતા, ભાવડશા અને જાવડશાની નમ્રતા, ભીમા કંડલીયાની સર્વસ્થ સમર્પણની ભાવના, સવાસોમાની સાધર્મિક ભક્તિ, મયણા શ્રીપાળની નવપદજી પ્રત્યેની અખંડ શ્રદ્ધાનું વર્ણન આબેહૂબ છે. આમ, સાતેય ક્ષેત્રમાં સંપત્તિનો સદુપયોગ કરી પુણ્યપાથેય બાંધનાર અને શ્રાવકકરણીની વસુને નવપલ્લીત બનાવનાર, દાનવીર કર્તવ્યપરાયણ ગુણસંપન્ન શ્રાવકોના જીવનચરિત્રોને સાહિત્યકલાપ્રેમી નંદલાલભાઈ દેવલુકે લાઘવયુક્ત છતાં સરળશૈલીમાં જે સુરેખ ઢબે સંપાદન કરેલ છે તે અનુમોદનીય છે ધન્યવાદને પાત્ર છે. આ નજરાણુ આપણે સૌ સ્વીકારીએ અને વધાવીએ એજ શુભાભિલાષા. આ પુસ્તકનો વાચકવર્ગ એકાત્તે આત્મશાંતિ, રાષ્ટ્રશાંતિ અને વિશ્વશાંતિ માટે પ્રયત્નશીલ બની જીવતા શાંતિ મરતા સમાધિ અને પરંપરાએ શાશ્વતગતિને મેળવે એ જ હૈયાના હેતથી અંતરના આશિષ.... -લિ. વિજયલબ્ધિસૂરિ Kછે i girl કG s Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy