SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાને ભારે મોટું મહત્વ આપ્યુ છે. જીવનમરણની ક્ષણોમાંય જો ગુણપ્રાપ્તિની ઝંખના જો અંતરમાં અંકિત થઈ જાય તો જીવન મંગલમય બની રહે છે એવુ શાસ્ત્રોમાં થતુ પ્રતિપાદન ખરેખર તો અગણિત ગુણોરૂપી મનોહર પુષ્પો વડે મહેકતું નંદનવન એજ આ ગુણવૈભવી જૈન શાસન. આત્માના અખંડાનંદના સ્થાનસ્વરૂપ અને પ્રેરણાના પાન કરાવતા શાસનના અમૃત સરોવરમાં નજર કરીએ છીએ ત્યારે ધન્યતા અનુભવીએ છીએ. આત્માના ગુણો આત્મપુરુષાર્થથીજ પ્રગટ થવાના છે. યાદ કરીએ એ બધી ઘટનાઓ એકમાત્ર દાનગુણના પ્રતાપે જગડુશાને, તપગુણના પ્રભાવે ઉચ્ચ શિખરે પહોંચેલા કાકંદીના ધન્ના અણગારને, ભાવગુણસમૃદ્ધ જીરણ શેઠને અને શીલગુણના પ્રકર્ષને પામેલા સ્થુલીભદ્રજીને યુગો સુધી શા માટે આપણે યાદ કરીએ છીએ ? ઉત્તમ ગુણવાનોના ગુણ ગાવા એ આપણી પ્રણાલિકા રહી છે. જે ગુણો જિનરાયમાં પ્રગટપણે છે એજ ગુણો આપણા આત્મ પ્રદેશે વણાયેલા છે જ પણ તે કર્મરજથી ઢંકાયેલા છે. કર્મના આવરણો જો ખસી જાય તો આપણે પણ આનંદ શ્રાવકની માફક અવધિજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ. જિનભક્તિ અને જિનોપાસનાથી જ આપણા દટાયેલા ગુણનિધાનનું આપણને ભાન થાય છે. અરિહંત પરમાત્માના બાર ગુણોનું આપણે જો સતત મનન ચિંતન કરતા રહીએ તો ચિત્તમાં કોઈ અનેરો આનંદ જાગશે હજાર વર્ષ થવા આવશે પણ વિમલ અને દેલવાડાના દહેરાઓની પાવન સ્મૃતિ મનમાંથી ખસતી નથી. શાસ્ત્રકારોએ ઉત્તમગુણ શ્રદ્ધા નામનો શ્રાવકનો ગુણ બતાવ્યો છે. સમકિતીને વિરતિ ક્યારે મળે ? દેશવરતિને સર્વવિરતિ ક્યારે મળે? અને સર્વવિરતિધરને સર્વ સંસારથી મુક્તિ ક્યારે મળે? આમ આગળના ગુણોની અભિલાષા સેવવાની છે. એકવાર જિનભક્તિનો પાકો રંગ જો લાગી જાય તો સાધક ખરેખર ગુણસંપન્ન બની જાય છે અને પછી તો કેટલીક સિદ્ધિઓ પણ આપોઆપ આવી જાય છે. જીવનબાગને ગુણરૂપી પુષ્પોથી હર્યુ ભર્યું સુવાસિત રાખવામાં, જીવનની લોકોત્તર ખુમારી ખીલવવામાં અને આત્મજીવી બનવામાં આ સદ્દગુણો જ સંજીવની-રસાયણ બની રહેશે. આત્માનો ઉદય અને જીવનનું ઉત્થાન, આ ગુણકીર્તન જ કરાવશે. પ્રભુના ગુણગાન અને પુણ્યાત્માઓના ગુણોની અનુમોદનાથી વધારે આ જગતમાં બીજો એકેય લ્હાવો નથી. એટલે જ સંયમીઓના કાર્યોન અનુમોદના કરશુ ત્યારે જ આપણા નયનો જગતના જીવોમાં ગુણદર્શન પામી શકશે. પશ્ચાતાપથી પલવારમાં કેવળજ્ઞાન આત્માનું વાસ્તવિક સ્વરૂપ કેવળજ્ઞાન છે. આ કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે સુકૃતની અનુમોદના, અરિહંતાદિચારનું શરણ તથા હૃદયનો સાચો પશ્ચાતાપ - પલવારમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયાની ઈતિહાસમાં અનેક ઘટનાઓ નોંધાયેલી છે. ચંદનબાળા સાધ્વીને, પ્રસન્નચંદ્ર રાજર્ષિને, ઢંઢણમુનિને, ચંડરુદ્રાચાર્યના શિષ્યને અને તેમને પોતાને, વલકલિચિરને, મરુદેવા માતાને, બાહુબલીજીને વિવિધ પ્રસંગોમાં પલવારમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એમ કહેવાય છે કે પાપોનું સાચા હૃદયથી પ્રાયશ્ચિત કરવા રોજ રાત્રે એક કલાક રડી લઈએ તો ગમે તેવા કર્મોના ગંજ ખડકાયા હોય તો પણ ભાંગીને ભૂકો થઈ જાય છે અને ભવભ્રમણમાંથી મુક્ત થવાય છે. સાંસારિક પાપોમાંથી છુટકારો મેળવી જીવનમુક્તિ મળ્યાનો આનંદ અને સંતોષ અનેક જીવોએ અનુભવાયાની અનેક વિગતો આ ગ્રંથમાં વાંચવા મળશે. જે માનવકલ્યાણ માટે વિશિષ્ટ સાધન બની રહેશે. pod યુગે યુગે થયેલા મહાપ્રભાવશાળી ધર્માત્માઓએ જે સિદ્ધિ અને શક્તિ હાંસલ કરી છે અને જગતને જે કાંઈ આપ્યુ છે તેની દરેક મૂલવણી જૂદી જૂદી રીતે થશે. ૧૬મી સદીમાં થયેલા માણેકચંદ શેઠની જીવનયાત્રાના તાણાવાણામાં ઘણાજ ચડ ઉતર પ્રવાહો નિહાળ્યા, તેમનો પુણ્યોદય થતા આંતરચક્ષુઓ જ્યારે ખૂલ્યા ત્યારે જગત એમને વામણુ લાગ્યું. જીવનનો રાહ અને વિચારોનું વલય જ બદલાઈ ગયા. ધર્મકર્મનું તત્વજ્ઞાન સમજાઈ જતા પણ વાર ન લાગી અને પછી તો તેમના પોતાના દેઢ શ્રદ્ધાબળની સીડી એજ તેઓ તપાગચ્છના યક્ષરાજથી મણિભદ્રદેવ બન્યા. તેના મહિમાને વધારવા વર્તમાનમાં પ.પૂ.આ. શ્રી અશોકસાગરસૂરિજી મ.સા. તરફથી વ્યવસ્થિત આયોજન કરાયુ છે. (આ ગ્રંથના સંપાદકે મણિભદ્રજીદાદા ઉપરનો ૮૫૦ પાનામાં પ્રગટ કરેલો ગ્રંથ ભાવુકોએ નજ૨ કરી જવા જેવો છે. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy