SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ DD 0. | ad , સાધર્મિક ભક્તિ : એક ઉત્તમ અનુષ્ઠાન જૈનશાસનમાં અનેકવિધ આદર્શ પરંપરા અને વિશિષ્ટ વિચારધારામાં સાધર્મિક ભક્તિ પણ એક ઉત્કૃષ્ટ અભિયાન હોવાનું ભાસે છે. માનવીનું જીવન દોહ્યલું બની રહ્યું છે. મધ્યમવર્ગી શ્રાવકો કાળઝાળ મોંઘવારીમાં ભીસાતા રહ્યાં છે. અસંખ્ય બાળકોને પૂરતા દૂધ અને દવા મળતા નથી. અનેક જૈનયુવકો નોકરી ધંધાની તલાશમાં છે. અનેક વૃદ્ધો અને પરિવારોને પ્રેમભાવથી સંભાળનારૂ કોઈ નથી. આ ક્ષેત્રોમાં કાંઈક કરી છૂટવાના ખ્યાલથી પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિજીએ આપેલા વખતોવખતના વ્યાખ્યાનોમાંથી સારામાગ લઈને પૂ.પં.શ્રી નંદીભૂષણવિજયજી મ. તરફથી સુંદર સંકલિત પુસ્તીકાઓ પ્રગટ કરીને વર્તમાન સમાજનું સમયસર ધ્યાન દોરીને ભારે મોટો ઉપકાર કર્યો છે. - પૂર્વે સાધર્મિકોના જે અભૂતપૂર્વ દર્શન થયા તેમાં જોઈએ તો મરતા યુગબાહુને મળેલી સાધર્મિક મદનરેખાનું દેષ્ટાંતે ખરેખર હૃદયસ્પર્શી છે. કાલસૌરિક કસાઈના પુત્ર સુલસને સાધર્મિક અભયકુમારે આપેલી ધર્મહુંફ આપણને એક નવો જ રાહ બતાવે છે. વાભટ્ટ મંત્રીએ સાધર્મિકોના કેવા કેવા રૂડા સન્માન કર્યા? તીર્થોદ્ધારમાં ભકિતનો લાભ લેવાનું ભીમાનું સર્વસ્વ સમર્પણ યુગો સુધી યાદગાર બની ગયું. કુમારપાળે ૧૪ વર્ષ સુધી ૧૪ કરોડ સોનામહોરોના સાધર્મિક સદવ્યય કરી સાધર્મિક વાત્સલ્યમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું. વિજય-વિજ્યા શેઠાણીની સાધર્મિક ભકિત સંબંધે વિમળ કેવળી ભગવંતે જિનદાસ શ્રાવકને ૮૪000 સાધુભક્તિનું પુણ્ય દેખાડ્યું. ગણધરો અને તીર્થકરો આ સાધમિકમાંથીજ બને છે. સાધુઓ અને આચાર્યો પણ આ સાધર્મિકોમાંથી જ આવે છે. નવા નવા તીર્થો પણ આ સાધમિકોથી જ ઉમા થતા રહ્યાં છે. પ્રભુશાસનની ગાડીને વહન કરનારા આ સાધમિકો જ છે. સાધર્મિકોનો સંયોગ કોઈ પુણ્યશાળીને જ મળે છે. પૂર્વે થયેલા પુણીયા શ્રાવકનું દૃષ્ટાંત જેમ પ્રેરણાદાઈ બન્યું તેમ વર્તમાનમાં પણ ખંભાતના રમણલાલ દલસુખભાઈનું સંઘવાત્સલ્ય પંકાયેલુ છે. ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત મહારાજાએ પોતાના રસોડે કરોડો સાધમિકોને જમતા કરી દીધા હતા. દેવગિરિમાં જગસિંહ શેઠની સાધર્મિક ભક્તિ અને નાગકેતુએ સાધર્મિકોનું કરેલું વાત્સલ્ય અમર બની ગયું છે. સંભવનાથ ભગવાનના જીવે પૂર્વના ત્રીજા ભવમાં સાધર્મિક ભક્તિ કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું તો ભૂતકાળમાં કંજીદેવી, અનુપમાદેવી, જયંતિ શ્રાવિકા, ગંગાબા, ઉજમબા, હર કાર શેઠાણીની સાધર્મિક ભકિત જગપ્રસિદ્ધ છે. થરાદના આમુ સંઘવી, પાટણના સિધાવા નામના શરાફ અને વઢવાણના રત્નશેદની સાધમિક ભક્તિ યાદગાર બની ગઈ છે. વર્તમાનમાં મતિસૂરિ સમુદાયના પ્રભાવક પૂ.આ.શ્રી લબ્ધિસૂરિજી મ... ની નક્કર યોજના આ દિશામાં અમલી બનેલ છે. સાધમિકો સામા મળે ત્યારે સહૃદયતા જાગવી જોઈએ તો જ જિનભક્તિનો લ્હાવો ચિરંતનકાળ સુધી ટકી શકે. પરિસ્થિતિ ગમે તેટલી પલ્ટાય, બૌધિક ઉડાન ગમે તેટલા આવે, વિકાસ અને પ્રગતિના ટોચના શિખરો ગમે તેટલા સર કરીએ પણ સાધર્મિકો સામાં મળે ત્યારે મૈત્રીભાવનાનું માધુર્ય અવશ્ય પ્રગટવુ જોઈએ. વ્યક્તિત્વના પગ વાસ્તવિકતાથી કે હૃદયની ધરાથી હેજ પણ વેગળા ન થવા જોઈએ. સાધમિકો પ્રત્યે આવો હાર્દિક પ્રેમભાવ જે દિવસે છલકાશે તે દિવસે શાસન આબાદીના આસમાને આંબી ગયુ હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અમદાવાદના સેટેલાઈટ એરિયામાં મધ્યમવર્ગી શ્રાવકો માટેનું વિરાજ નામનું આવાસ તથા શ્રીમતી મરઘાબેન ચિમનલાલ વકીલ ચેરી. ટ્રસ્ટ તરફથી ચાલતું સાધર્મિક ભક્તિનું અભિયાન ખરેખર અનુમોદનીય છે. પાલીતાણા તળેટી રોડ ઉપર એક પરોપકારી મહિલા પોતાને જ રસોડે વર્ષોથી ચતુર્વિધ સંઘની જે ભક્તિ કરી રહ્યાં છે. તે ખૂબ જ અનુમોદનીય છે. આ પ્રકાશનનો અભિગમ TE સરળ સાદાનિમોહી જીવન જીવતા, જેમના આંગણા પેઢી દર પેઢીથી વૈભવી સુખસંપત્તિથી જેમને અજવાળ્યા છે. એવા શ્રેષ્ઠિઓએ તીર્થો, મંદિરો, પોષધશાળાઓ, ઉપાશ્રયો, પાંજરાપોળો, જીવદયા, સાહિત્યસુરક્ષા વગેરેમાં જે કાંઈ આદાનપ્રદાન કર્યું છે એ બધા ધર્મનિષ્ઠ પરિવારોને યથાયોગ્ય રીતે બિરદાવવા જ જોઈએ. જન ધમમાં તપ અને તપસ્વીઓનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. પૂર્વે થયેલા ધન્ના અણગાર, ચંદ્ર કેવળી, સનકુમાર ચકવતીચરમ કેવળી, સ્વામી અને સિદ્ધસેન દિવાકરની તપસ્યાઓ જાણીતી છે. પૂજા ઋષીના અવનવા અભિગ્રહો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy