SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ર૮ ) [ જૈન પ્રતિભાદર્શન ૨ને બુધવારે શ્રી પાર્શ્વનાથ બિબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી. પટ્ટાવલીના ભાષાંતર (પૃ. ૨૨૨)માં મહેપ્રભસૂરિના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાઓમાં સં. ૧૪૨૨ અને ૧૪૩પની પ્રતિષ્ઠાઓની નોંધ પણ છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે સં. ૧૪૨૨માં અચવાડી ગામમાં હરિયાગોત્રીય પદ્ધસિંહ શાહે શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલી છે. સં. ૧૪૩પમાં ઉક્ત પદ્મસિંહશાહે વીછીવાડીઆ ગામમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલી છે. પદ્મસિંહના વંશજો સં. ૧૪૩૯થી વીંછીવાડીઆની ઓડકથી ઓળખાય છે. ઉકેશવંશીય જાણાએ પોતાનાં કાકા-કાકી સોમા-માગલના શ્રેયાર્થે સં. ૧૪૧૮ના ફાગણ વદિ ૨ને બુધવારે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી. ઉકેશવંશીય વડેરા ગોત્રીય સાધુ કલ્હણે પોતાનાં માતા-પિતા હરપાલ-નાઈકદના શ્રેયાર્થે સં. ૧૪૪૧ના ફાગણ સુદિ ૧૦ સોમવારે શ્રી આદિનાથ બિંબ ભરાવી તેની પ્રતિષ્ઠા કરાવી. થરપારકર અંતર્ગત આ તીર્થ જૈનો માટે આસ્થાના પરમ ધામ જેવું બની ગયું છે, એટલું જ નહીં ગોડીજીની ચમત્કારિક પ્રતિમાએ જૈનેતરોની આસ્થા પણ પ્રકટાવી છે. (૧૧. મંત્રપ્રભાવક પૂ. આ. ભ. શ્રી મેરૂતુંગસૂરિ મ.સા.) શ્રીમાલીવંશના હરિયાણ ગોત્રીય સાંગા શાહ નામના શ્રેષ્ઠી સલખણપુરમાં વસતા હતા, જેમણે સં. ૧૪૬૮માં મેરૂતુંગસૂરિના ઉપદેશથી જિનમંદિર બંધાવ્યું. તેઓ વહોરાની ઓડકથી પણ ઓળખાય છે. એ જ વંશના વહોરા પદમશીએ પોતાના વતન વીંછીવાડામાં સં. ૧૪૩૯માં શ્રી મુનિસુવ્રતસ્વામીનો જિનપ્રાસાદ બંધાવ્યો, જેની મેરૂતુંગસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા થઈ. તેણે દાનશાળા પણ કરાવી હતી. ઓશવંશીય નાગડા ગોત્રના મુંજાશાહે મેરૂતુંગસૂરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથનું મંદિર બંધાવી તેમાં પ્રતિમા સ્થાપી. શ્રીમાલી વંશના આગ્નેય ગોત્રના, સિંહવાડામાં થયેલા પાતાશાહે મેરૂતુંગસૂરિના ઉપદેશથી સં. ૧૪૫૬માં શ્રી આદિનાથનું મંદિર બંધાવ્યું. શ્રીમાલી વંશમાં વારધ ગોત્રના દેધર શેઠ સં. ૧૪૫૭માં થઈ ગયા. તેમણે કુંઆરોદ્રિ નામના ગામમાં એક જિનમંદિર તથા પૌષધશાળા બંધાવી ઘણું ધન ખરચ્યું, મેરૂતુંગસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠાદિ કાર્યો કર્યાં. શ્રીમાલી વંશના પારાયણગોત્રીય મેઘા શેઠ સં. ૧૪૧૮માં થઈ ગયા. તેમણે મેરૂતુંગસૂરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. શ્રીમાલી વંશના ચંડીસર ગોત્રીય પોપા શેઠે પુનાસા ગામમાં શ્રી સંભવનાથજીનો પ્રાસાદ બંધાવ્યો તથા મેરૂતુંગસૂરિના ઉપદેશથી તેની પ્રતિષ્ઠા કરાવી. પ્રાગ્વાટ વંશના પારાયણ ગોત્રીય, વેજલપુરના વતની સૂરા શેઠે જૈનધર્મનો ત્યાગ કરી દીધેલો, પરંતુ મેરૂતુંગસૂરિના ઉપદેશથી તેઓ પુનઃ જૈનધર્મમાં દઢ થયા તેમ જ જિન પ્રતિમાઓ પણ ભરાવી. તે કાપડનો મોટો વ્યાપારી હોવાથી તેના વંશજો દોસી કહેવાયા. શ્રીમાલી વંશના મહાજની ગોત્રીય સામંતના પુત્ર પૂદાકે સં. ૧૪૬૮માં શ્રી શીતલનાથજીનું તથા પંચતીર્થનું બિંબ ભરાવ્યાં તથા તેની પ્રતિષ્ઠા મેરૂતુંગસૂરિના ઉપદેશથી કરાવી. ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલી દ્વારા જાણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy