________________
અભિવાદન ગ્રંથ 7
[ ૬ ૨૯
શકાય છે કે મેરૂતુંગસૂરિના ઉપદેશથી સં. ૧૪૨૯માં લોલાડા ગામમાં શ્રીમાળી જ્ઞાતીય ધાંધ શેઠના પુત્ર આસાકે, સં. ૧૪૩૮માં તે જ ગામમાં તેજૂ નામની શ્રાવિકાએ, સં. ૧૪૪૬ના મહા સુદિ ૧૩ ને રવિવારે રાજનગરમાં પોરવાડ જ્ઞાતીય કોલ્હા તથા આલા નામના શેઠે, સં. ૧૪૬૮ના કાર્તિક વદિ ૨ ને, સોમવારે શંખેશ્વરમાં કઠુઆ નામના શેઠે જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવેલી છે. આ પ્રમાણે મેરૂતુંગસૂરિના ઉપદેશથી અનેક જિનબિંબોની પ્રતિષ્ઠાઓ થઈ છે. પ્રતિષ્ઠાકાર્યો :
મેરૂતુંગસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાઓ થઈ હોવાનાં પ્રમાણો પ્રતિમાલેખો પૂરાં પાડે છે. આ અંગે સંક્ષિપ્ત ઉલ્લેખ કરવો અભીષ્ટ છે ---(જ તે સંવત અને તેની વિગત નીચે મુજબ છે.)
૧૪૪૫ ક. વ. ૧૧ના રવિવારે પ્રાગ્વાટ જ્ઞાતીય મહં. સલખા ભાર્યા સલખણદેના પુત્ર ભાદાએ આત્મશ્રેય માટે શ્રી પાર્શ્વબિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૪૪૬ જે. વ. ૩ના સોમવારે ઉકેશવંશના સા. રામાના પુત્ર કાજાએ પિતાના શ્રેયાર્થે શ્રી નેમિનાથ બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. એ જ દિવસે શ્રીમાળી જ્ઞાતીય વ્ય. સારંગના પુત્ર સાયરે પોતાના ભાઈ વ્ય. સાલ્હાના શ્રેયાર્થે શ્રી શાન્તિનાથ બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૪૪૦ ફા. સુ. ૬ના સોમવારે જ્ઞાતીય મારૂ ઠ. હરિપાલની પત્ની સૂકવના પુત્ર દેપાલે શ્રી મહાવીર બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૪૪૯ વૈ. સુ ૬ના શુક્રવારે શાલાપતિ જ્ઞાતીય ઇ. રાણા, ભા. ભોલીના પુત્ર 6. વિક્રમે પોતાના માતાપિતાના શ્રેયાર્થે શ્રી મહાવીર બિંબ કરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. એ જ દિવસે ઉકેશવંશીય સા. નેમિચંદ્રના પુત્ર મુલુ શ્રાવકે પોતાની પત્ની ચાહિણી સહિત સ્વશ્રેયાર્થે શ્રી સુવિધિનાથ બિંબ કરાવ્યું, શ્રીસંઘે પ્રતિષ્ઠા કરી.
૧૪૫ર વૈ. સુ. પના ગુરુવારે સં. આલ્હાના સં. લખમસિંહ સહિત સં. બોડાએ વડિલ સં. પાસડના શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્ય બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. અષાઢ વ. ૧૩ ને દિવસે ડીસાવાલ જ્ઞાતીય વ્ય. ચાંપાએ ભા. સંસાર, પુત્ર આસાદિ સહિત પુત્ર રાજા શ્રેયસે શ્રી વાસુપૂજ્ય બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૪૫૪ માઘ સુ. ૯ના શનિવારે ઉકેશવંશીય કલાના પુત્ર વ્ય. ચાહુડ સુશ્રાવકે પોતાનાં માતાપિતાના અને પોતાના શ્રેયાર્થે શ્રી મહાવીર બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. માઘ વ. ૯ શનિવારે ઉકેશવંશીય વ્ય. કઉતાના પુત્ર વ્ય. શાહરુ શ્રાવકે પોતાનાં માતાપિતાના શ્રેયાર્થે જિનબિંબ કરાવ્યું. - ૧૪૫૫ ફા. વ. ૧ ને દિવસે ઉપકેશ જ્ઞાતીય વ્ય. સોમા તથા તેની પત્ની મહગલના શ્રેયાર્થે એમના ભત્રીજા ચાણાએ શ્રી શાંતિનાથ બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી. વૈશાખ વદિ ૧૨ શુક્રવારે ઉકેશવંશે....માતાના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથ બિંબ ભરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવી;
૧૪૫૬ યે. વ. ૧૩ના શનિવારે શ્રી વીરવંશીય સા. મદન, ભા. કાડુના પુત્ર શંકર, દેવસિંહ, આલ્હાએ પોતાનાં માતાપિતાના શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભ બિંબ કરાવ્યું, સૂરિએ પ્રતિષ્ઠા કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org