________________
અભિવાદન ગ્રંથ ]
[ ૬૨૭
ધર્મસાગરજીએ પ્રકાશિત કરેલ પટ્ટાવલીના ભાષાંતરને આધારે કહી શકાય છે કે સિંહતિલકસૂરિના ઉપદેશથી સં. ૧૩૭૧માં ખંભાતના રહેવાસી જાજગોત્રના છાહડ નામના શેઠે તીર્થસંઘ કાઢ્યો હતો તથા ખંભાતમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનનો જિનપ્રાસાદ બંધાવ્યો હતો. એ જ ગોત્રના મોહણ શેઠે ખંભાતમાં સિંહતિલકસૂરિના ઉપદેશથી સં. ૧૩૭૯માં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી.
૧૦. પૂ. આ. ભ. શ્રી મહેન્દ્રપ્રભસૂરિ મ. સા.
પ્રકીર્ણ પ્રસંગો અને પ્રતિષ્ઠાઓ :
પં. હી. હં. લાલનના ‘જૈનગોત્ર સંગ્રહ'ને આધારે મહેન્દ્રપ્રભસૂરિના સમયમાં શ્રીમાલી વંશના ભાદરાયણ ગોત્રીય ગોગન શેઠ સં. ૧૪૪૫માં ગોહિલવાડમાં પીપરડી ગામમાં વસતા હતા. તેમણે સર્વ ગચ્છના મુનિઓને ગામોગામ વાણોતર મોકલી કપડાં વહોરાવ્યાં, જેથી તેના વંશજો ડહરવાલિયાની ઓડકથી પ્રસિદ્ધ થયા. એક શ્રીમાલી જૈન કુટુંબની જૂની વંશાવલી'માંના ઉલ્લેખ પ્રમાણે
શેઠ ખંભાત પાસેના તારાપુરના વતની હતા. તેમણે સં. ૧૪૪૫માં શત્રુંજય તીર્થની યાત્રા કરેલી તથા રંગરત્નસૂરિના પદ મહોત્સવ પ્રસંગે ૮૪ ગચ્છના યતિઓને વાણોતર મોકલાવી વેશ વહોરાવેલ. એ જ વંશમાં ચરોતરમાં માતર પાસેના ગોભલેજ ગામના રહેવાસી ભાદા શેઠે શત્રુંજય ૫૨ જિનપ્રાસાદ બંધાવી તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રસ્થાપિત કરી. ખેરાળુમાં આ વંશના ઝાલા શેઠ બહુ ધનાઢ્ય અને પ્રસિદ્ધ પુરુષ થઈ ગયા. તેમણે સં. ૧૪૨૫માં દુકાળ પડવાથી દાનશાળા તથા સરોવર બંધાવવાનાં કાર્યોમાં ઘણું ધન ખરચ્યું અને લોકોને ઉગાર્યા. તેમણે શત્રુંજય પર શ્રી આદીશ્વર ભગવાનનું વિશાળ જિનાલય પણ બંધાવ્યું અને તેમાં અગિયાર કરોડ દ્રવ્ય ખરચ્યું.
:---
સં. ૧૪૪૫માં પાટણના રહેવાસી દેવસી શેઠે શત્રુંજયનો સંઘ કાઢીને અંચલગચ્છીય રંગરત્નસૂરિના ઉપદેશથી ઘણું ધન ખરચ્યું. હીરાના ભાઈ વીરાએ સં. ૧૪૪૬માં સોમતિલકસૂરિના ઉપદેશથી પાટણમાં ફોફલિયાવાડમાં પૌષધશાળા બંધાવી. આ વંશના મૂળ પુરુષ તોલા શેઠ ભિન્નમાલમાં વસતા હતા. ઉદયપ્રભસૂરિના ઉપદેશથી તેમણે જૈન ધર્મ સ્વીકારેલો.
શ્રીમાલી વંશના ચંડીસર ગોત્રીય જગા શેઠે સં. ૧૩૯૫ના વૈશાખ સુદ ૧૧ ને દિવસે પુનાસા ગામમાં જિનાલય બંધાવ્યું. આ જિનાલય પૂર્ણ થતાં મહેન્દ્રપ્રભસૂરિના ઉપદેરાથી તેની પ્રતિષ્ઠા થઈ.
ઓશવંશના દેઢિયા ગોત્રીય માલકાણીના વંશમાં થયેલા સંઘવી મીમણ શેઠ કચ્છના ખાખર ગામમાં વસતા હતા. સં. ૧૪૪૧માં તેમણે શત્રુંજય તથા ગોડીપાર્શ્વનાથજીના સંઘો કાઢી ધર્મકાર્યોમાં ઘણું દ્રવ્ય વાપર્યું છે. એ વંશના મણસીના પુત્ર માણકથી માણકાણી ઓડક નીકળી છે. છસરામાં થયલા રાણા શેઠે સંઘ સહિત શત્રુંજયની તથા ગોડીપાર્શ્વનાથજીની યાત્રા કરી અને ઘેર આવી દેશતેડું કરી ઘણું ધન ખરચ્યું. ભટ્ટગ્રંથોથી જણાય છે કે તેના વંશજો રાણાણી ઓડકથી ઓળખાય છે.
પટ્ટાવલી દ્વારા જાણી શકાય છે કે અનુક્રમે વિહરતા મહેન્દ્રપ્રભસૂરિ સાદરી ગામમાં પધાર્યા. ત્યાં તેમના ઉપદેશથી સં. ૧૪૦૭માં જાસલગોત્રીય કર્મા નામના શ્રાવકે શ્રી શાંતિનાથ ભગવાનની રૂપાની પ્રતિમા ભરાવી. શ્રીમાલી વંશના આશા નામના શ્રાવકે શ્રેષ્ઠી ધંધાના શ્રેયાર્થે સં. ૧૪૦૯ના ફાગણ સુદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org