SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૬ ] [ જૈન પ્રતિભાદર્શન શ્રી આદિનાથના બિંબની પ્રતિષ્ઠા અજિતસિંહસૂરિના ઉપદેશથી કરાવી. શ્રીમાલી વંશના વંસીયાણ ગોત્રીય શ્રીવંત તથા ઝાલા નામના બન્ને ભાઈઓએ ચુડામાં અધિકારપદ મેળવી ત્યાં શ્રી પાર્શ્વનાથજીનું મંદિર તથા એક વાવ બંધાવ્યાં, અને જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૩૧૧માં અજિતસિંહસૂરિએ કરી. ( ૭. પૂ. આ. ભ. શ્રી દેવેન્દ્રસૂરિ મ. સા. શ્રીમાલીવંશના હરિયાણ ગોત્રીય, કૃષ્ણગિરિમાં થયેલા ધોકા શાહે સં. ૧૩૨૫માં શ્રી યુગાદિદેવનું જિનમંદિર બંધાવ્યું તથા તેની પ્રતિષ્ઠા દેવેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી કરાવી. ઓશવંશને બહુલ ગોત્રીય લાખાએ લાખાઈ ગામમાં શ્રી અજિતનાથ ભગવાનનો પ્રાસાદ બંધાવ્યો. એ જ વંશમાં થયેલી ખીમાએ ધણણી–અમરનામ નગ ગામમાં સં. ૧૩૬૫માં શ્રી ઋષભદેવ ભગવાનનો પ્રાસાદ કરાવ્યો. સીરોહીમાં તે વખતે અંચલગચ્છીય શ્રાવકોની ધર્મપ્રવૃત્તિ પણ ઉલ્લેખનીય છે. ત્યાંના શ્રી આદીશ્વર ભગવાનના જિનાલયના શિલાલેખ પરથી અનેક ઐતિહાસિક બાબતો પ્રકાશમાં આવે છે. લેખના આદિ ભાગમાં સીરોહીતીર્થને “અર્ધશત્રુંજય તુલ્ય” કહ્યું છે. શ્રી આદીશ્વર ભગવાનને નમસ્કાર કરીને શિલાલેખમાં આ પ્રમાણે હકીકતો નોંધવામાં આવી છે : “શ્રી આદીશ્વર ભગવાનનાં અંચલગચ્છીય મંદિરનાં શિલાન્યાસનું મુહૂર્ત વિ. સં. ૧૩૨૩ આસો સુદિ પના થયું. એની પ્રતિષ્ઠા સં. ૧૩૩૯ના આષાઢ સુદિ ૧૩ ને મંગળવારના દિવસે યતિ શ્રી શિવલાલજીના હાથથી થઈ. વર્તમાન સીરોહીની સ્થાપના . ૧૪૮૨ના વૈશાખ શુકલ ૨ના શુભ દિને મહારાવ શ્રી સહસમલજીના હાથે થઈ. સ. ૧૫૪૨ના જયેષ્ઠ વદી ના દિને સિંધિ સમધરજી ભરમાબાદ (માલવા)થી સીરોહીમાં દીવાનપદ પર આવ્યા. ઉપર્યુક્ત મંદિર પર ધ્વજાદંડનું આરોપણ સં. ૧૫૬૪ના આષાઢ સુદિ ૮ને મંગળવારના મહારાવ શ્રી જગમાલજીના સમયમાં સિંધિ સમધરજી, નાનકજી તથા સામજીના હાથથી થયેલ. સં. ૧૬૯૮ના માગશર વદી ૩ના ધ્વજાદંડનું આરોપણ મહારાવ શ્રી અખયરાજજીના સમયમાં સિંધિ શ્રીવતજીના હાથે પૂજ્યશ્રી હીરવિજયજીની નિશ્રામાં થયું. સં. ૧૭૭૬ના વૈશાખ સુદ ૩ના દિને ધ્વજાદંડનું આરોપણ મહારાવ શ્રી માનસિંઘજી ઉર્ફે ઉમેદસિંઘજીના સમયમાં સિંધિ સુંદરજી, ગજાજી, અમરચંદજી, હઠીચંદજી, નેમચંદજી આદિના હાથે શ્રી થઈ. ૮. પૂ. આ. ભ. શ્રી ધર્મપ્રભસૂરિ મ. સા. ૯ પૂ. આ. ભ. શ્રી સિંહતિલકસૂરિ મ. સા. પ્રકીર્ણ પ્રસંગો : શ્રીમાળી વંશના લાછિલ ગોત્રીય વર્ધમાન શેઠ ખેરાલુમાં વસતા હતા. તેમણે સં. ૧૩૪૫માં શ્રી આદીશ્વર ભગવાનનો પ્રાસાદ કરાવ્યો જેની પ્રતિષ્ઠા ધર્મપ્રભસૂરિના ઉપદેશથી થઈ. વર્ધમાન શેઠે ધર્મપ્રભસૂરિના ઉપદેશથી શત્રુંજયનો તીર્થસંઘ કાઢેલો, તથા કુલદેવીનો પણ પ્રાસાદ બંધાવેલો. સર્વે મળીને તેમણે ત્રણ કરોડ રૂપિયા ધર્મકાર્યોમાં ખરચ્યા. વર્ધમાન શેઠના પૂર્વજ ગોવર્ધન શેઠ મૂળ ભિન્નમાલના હતા. ઉદયપ્રભસૂરિએ એમને પ્રતિબોધી જૈનધર્મી બનાવેલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy