SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] ૬. પૂ. આ. ભ.શ્રી અજિતસિંહસૂરિ મ. સા. આરાસણનો મુસલમાનોએ નાશ કરતાં, શ્રીમાળી જ્ઞાતિનો, સાંડસા ગોત્રીય મંત્રી નાયક કુટુંબ સહિત ઇડરમાં જઈ વસ્યો. મંત્રી નાયકે ખેરાલુમાં સિંપ્રભસૂરિના ઉપદેશથી સં. ૧૩૦૧માં શ્રી યુગાદિદેવનું શિખરબંધ મંદિર બંધાવ્યું, તેમ જ સૂર્ય નારાયણ તથા ઇતર વૈષ્ણવ મંદિર પણ બંધાવ્યાં. તદુપરાંત તેણે વાવ, કૂવા વગેરે બંધાવી સર્વ મળી ત્રણ કરોડ દ્રવ્ય ખરચ્યું. સં. ૧૩૩૬માં દુષ્કાળ વખતે તેણે ઘણું દ્રવ્ય ખરચી લોકોને ઉગાર્યા. એના જ જ્ઞાતિબંધુ ભરથાની સ્ત્રી ઝાલીએ સં. ૧૩૧૧માં અચલગચ્છીય સોમતિલકસૂરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધ મંદિર તથા ઝાલેશ્વર તળાવ બંધાવ્યાં. આ વંશમાં પાટણમાં ગોદડાને પાડે વસનારા જેરાજના વંશજો ગોદડિયા ઓડકથી ઓળખાય છે. શ્રીમાલી જ્ઞાતિના કાત્યાયન ગોત્રીય જુરોલી ગામના રહેવાસી મુંજા નામના શ્રાવકે સં. ૧૨૧૨માં શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા ભરાવી. પ્રાગ્ધાટ જ્ઞાતિના પુષ્પાયન ગોત્રીય ખેતસીએ સં. ૧૨૯૫માં પાટણમાં ખેતરવસહી નામનું જિનાલય બંધાવી તેમાં પુણ્યતિલકસૂરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી. ખેતસીના પૂર્વજો ભિન્નમાલના વતની હતા. સં. ૧૧૧૧માં એ નગરનો નાશ થવાથી તેના પૂર્વજ સંધા શેઠ ત્યાંથી નાસી પાટણમાં આવી વસ્યા. ખેતસીના વંશજો પારેખ ઓડકથી પ્રસિદ્ધ થયા. ભોરોલમાં ૭૨ જિનાલય નિર્માણ : | ૬૨૫ વલ્લભગચ્છના શ્રી પુણ્યતિલકસૂરિના સદુપદેશથી શ્રીમાલી ગોત્રીય મુંજા શ્રેષ્ઠીએ ભોરોલમાં સં. ૧૨૦૨માં નેમનાથ ભગવાનનું ભવ્ય તીર્થરૂપ ૭૨ જિનાલય બંધાવેલ. આજે પણ ભોરોલમાંથી એ પ્રાચીન જિનાલયના અવશેષો પ્રાપ્ત થાય છે. પાસેની વાવ આજે પણ ‘મુંજાવાવ' તરીકે પ્રસિદ્ધ છે. તે સમયમાં બોરીચા, વાહણી અને પારેખ ઇત્યાદિ ઓડકોના શ્રાવક પણ અંચલગચ્છીય હતા. ભટેવા પાર્શ્વનાથ ચાણસ્મા ઃ ચારેક શતાબ્દી પૂર્વે લખાયેલી વહી ઉપરથી જાણી શકાય છે કે શ્રીમાળી જ્ઞાતીય, વૃદ્ધ સાનિક વર્ધમાનના ભાઈ જયતાએ ઉચાળો ભરી પોતાના સસરાના ગામ ચાણસ્મામાં નિવાસ કર્યો. ત્યાં તેણે સં. ૧૩૩૫માં શ્રી ભટેવા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું અને અંચલગચ્છીય આચાર્ય અજિતસિંહસૂરિના ઉપદેશથી તેની પ્રતિષ્ઠા કરાવી. એક શ્રીમાલી વંશીય જૈન કુટુંબની જૂની વંશાવલીમાં નોંધ છે કે સં. ૧૩૧૬માં ગાંભૂ પાસેના નરેલી ગામમાં અજિતસિંહસૂરિના ઉપદેશથી શ્રેષ્ઠી મૂલાએ શ્રી આદિ જિનબિંબ, ચોવીશ ઘટુ આદિ ભરાવ્યાં તથા ગોત્રજાનું મંદિર તથા એક કૂવો પણ કરાવ્યાં. શ્રીમાલવંશના ભાદરાયણ ગોત્રીય મૂલા શેઠ પાટણમાં ફોફલિયાવાડમાં વસતા હતા. તેમણે સં. ૧૩૧૩માં શ્રી આદિજિનની પ્રતિમા ભરાવી અને તેની અજિતસિંહસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી. આ વંશના આદિ પુરુષ નોડા નામના ધનાઢ્ય શ્રેષ્ઠીને ઉદયપ્રભસૂરિએ ભિન્નમાલમાં પ્રતિબોધ આપીને જૈનધર્મી બનાવ્યા હતા. શ્રીમાલીવંશના પારાયણ ગોત્રીય નાગડ શેઠ પાંચડામાં વસતા હતા. તેમણે સં. ૧૩૨૫માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy