SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૪ ] [ જૈન પ્રતિભાદર્શન પોરવાડ જ્ઞાતિના પુષ્પાયન ગોત્રીય હાથી નામના શ્રેષ્ઠીએ મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી દહીંથલી નગરમાં શ્રી આદીશ્વપ્રભુનો જિપ્રાસાદ કરાવ્યો, શત્રુંજય આદિ તીર્થોની સંઘસહિત યાત્રા કરી તથા વિસલપુર આદિ ગામોમાં અઢાર લાખ જેટલું દ્રવ્ય ધર્મકાર્યોમાં વાપર્યું. સં. ૧૩૦)ની લગભગમાં દહીંથલીના રહેવાસી નરસંગના પુત્ર વર્ધમાનની ગર્ભવતી સ્ત્રી માનાએ સ્વપ્નમાં હાથી જોયા હોવાથી તેના પુત્રનું નામ હાથી પાડવામાં આવ્યું. હાથી પોતાના પરાક્રમબળે દહીંથલીના વાઘેલા રાજા મંડલીકનો મંત્રી થયો અને તેણે અનેક ધર્મકાર્યો કર્યા. ભટ્ટગ્રંથોમાંથી એવા ઉલ્લેખો મળે છે કે મહેન્દ્રસિંહસૂરિ રાઉત કાન્હડના શાસનકાળ દરમિયાન ઝાલોરમાં પધારેલા તે વખતે ચૌહાણવંશીય ભીમ નામનો રજપૂત તેમનો ધર્મોપદેશ સાંભળી જૈનધર્મી થયો. ભીમના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં ચૌહાણ ગોત્રથી ઓળખાય છે. ભીમે ડોડ ગામમાં શ્રી વાસુપૂજ્ય ભગવાનનું જિનાલય બંધાવેલું. તેને ડોડ ગામનો અધિકાર મળ્યો હોવાથી તેના વંશજો ડોડિયાલેચા ઓડકથી ઓળખાયા. રોહડ ગામના રહેવાસી, કટારિયા ગોત્રીય શ્રીકરણના પુત્ર વીરજીએ સં. ૧૨૯૬માં રત્નપુરમાં મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી શ્રી શાંતિનાથજીનું જિનમંદિર બંધાવ્યું, શત્રુંજયનો સંઘ કાઢ્યો તથા ધર્મકાર્યોમાં સર્વે મળી સાત લાખ પીરોજી ખરચી. સં. ૧૨૮૨માં થયેલા વીજલગોત્રીય વછરાજ, વિજય તથા જાદવ નામના અંચલગચ્છીય શ્રાવકોએ અર્ધલક્ષ દ્રવ્ય ખરચીને શત્રુંજયની યાત્રા કરી સંઘવીપદ મેળવ્યું. તથા દાનશાળા કરાવી. આ વંશમાં કાકરેચીમાં થયેલા ધારા તથા ધનરાજ શેઠે એક લાખ દ્રવ્ય ખરચીને શ્રી ઋષભદેવનો પ્રાસાદ કરાવ્યો, જેની પ્રતિષ્ઠા જિનેન્દ્રસૂરિએ કરી. તેમણે એક વાવ તથા દાનશાળા કરાવી ઘણું દ્રવ્ય ખરચ્યું. સં. ૧૨૯૬માં ગોતમગીય રીડાના પુત્ર જીવા શાહે શંખેશ્વરજીના જિપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આ વંશમાં વાસરોડાના રહીશ પર્વત પુનર્લગ્ન કરવાથી તેના વંશજ દશા થયા હોવા અંગે ભટ્ટગ્રંથોમાં ઉલ્લેખ છે. વાસણ ગામમાં પ્રાગ્વાટ જ્ઞાતિના પાપચ-પારાયણ ગોત્રીય દ્રોણ નામના અંચલગચ્છીય શ્રાવકે શ્રી શાન્તિનાથ પ્રભુની પ્રતિમા ભરાવી અને તેની પ્રતિષ્ઠા સં. ૧૨૮૫માં કરાવી. ( પ. પૂ. આ. ભ. શ્રી સિંહપ્રભસૂરિ મ. સા. ૧. પૂજ્યશ્રીના શાસન સમયમાં શ્રીમાળી જ્ઞાતિનો સાંડસા ગોત્રીય મંત્રી નાયક કુટુંબ સહિત ઇડરમાં જઈ વસ્યો. મંત્રી નાયકે ખેરાલુમાં સિંહપ્રભસૂરિના ઉપદેશથી સં. ૧૩૦૧માં શ્રી યુગાદિ દેવનું શિખરબંધ જિનાલય બંધાવ્યું તેમજ ઈત્તર મંદિરો સાથે વાવકુવા બંધાવી ત્રણ કરોડ લ્ય ખર્યું. સં. ૧૩૩૬માં દુષ્કાળ વખતે ઘણું દ્રવ્ય ખર્ચીને લોકોને ઉગાર્યા. ૨. એનાજ જ્ઞાતિબંધુ ભરથાની સ્ત્રી ઝાલીએ સં. ૧૩૧ ૧માં અંચલગચ્છીય સોમતિલકસૂરિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય તથા ઝાલેશ્વર તળાવ બંધાવ્યા. પૂજ્યશ્રી ૩૦ વર્ષની નાની વયે કાળધર્મ પામ્યા. *- * . . શકશોર શાક - હિશાળીને બજરંગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy