________________
અભિવાદન ગ્રંથ ]
લાલણજીના પૂર્વજો ઝાલોરના અધિપતિ હતા.
વીરા શેઠે ઝાલોરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનો પ્રાસાદ બંધાવ્યો હતો. સુશ્રાવક હરિયા શાહ અને તેના વંશજો
પટ્ટાવલી વર્ણવે છે કે ધર્મઘોષસૂરિ લાખણ ભાલાણી નામના ગામમાં પધારેલા તે વખતે ગામના પરમારવંશીય રણમલ્લ નામના ધનાઢ્ય ક્ષત્રિયનો નવો પરણેલો પુત્ર હરિયા સર્પદંશથી મૃતપ્રાયઃ થયેલો. સ્વજનો તેને મૃત્યુ પામેલો સમજીને સ્મશાન તરફ લઈ જતા હતા. અંડિલભૂમિથી પાછા ફરતા ધર્મઘોષસૂરિ એમનો વિલાપ સાંભળીને તે તરફ ગયા અને શબને જોવાની ઇચ્છા વ્યક્ત કરી, કેમકે ઘણીવાર સર્પદંશથી મૂચ્છ પામેલા લોકો મૃત્યુ પામ્યા હોય એવા જણાય છે. હરિયાની બાબતમાં પણ એમ જ બન્યું હતું. ધર્મઘોષસૂરિએ ગારૂડીમંત્રથી હરિયાનું વિષ દૂર કર્યું અને તે મૂચ્છરહિત થયો. હરિયાને સજીવન થયેલો જાણીને તેનાં સ્વજનો હર્ષિત થયાં. રણમલ્લ પ્રભૂતિ પરિવારે ધર્મઘોષસૂરિના ઉપદેશથી જૈનધર્મનો સ્વીકાર કર્યો. ઝાલોર તથા ભિન્નમાલના સંઘે તેમના પરિવારને સં. ૧૨૬૬માં ઓશવાળ જ્ઞાતિમાં ભેળવી દીધો. હરિયાના નામ ઉપરથી તેના વંશજો “હરિયા” ગોત્રથી પ્રસિદ્ધ થયા. તે પછી હરિયા શાહે સં. ૧૨૯૬માં લાખણ ભાલાણી ગામમાં શ્રી શાન્તિનાથપ્રભુનો પ્રાસાદ બંધાવ્યો, તથા એક વાવ પણ બંધાવી. (૪. પૂ. આ.ભ. શ્રી મહેન્દ્રસિંહસૂરિજી મ. સા. ૧૪મી સદી) ધર્મકાર્યો તથા પ્રકીર્ણ ઘટનાઓ
મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી અનેક ધર્મકાર્યો થયાં છે. આ વિષેનાં પ્રમાણો આપણને પટ્ટાવલીઓ, પ્રશસ્તિઓ તથા ભટ્ટગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે, જેનો સંક્ષિપ્ત ઉલ્લેખ વિવક્ષિત છે. શ્રેષ્ઠી આલ્હાક
ગુણચંદ્રના વંશમાં કિરાઈ નામના ગામમાં આસાની પત્ની ચાંદાદેનો આલ્હા નામે પ્રસિદ્ધ પુત્ર થયો. ગામમાં સવાસાતસો ઓશવાળોનાં ઘર હતાં, તેમાં આલ્હાનું ઘર તથા કુટુંબ વડું કહેવાતું. ત્રિવર્ષ દુષ્કાળ વખતે આલ્હાએ દાનશાળા બંધાવીને પહેલે વર્ષે દરરોજનું એક કળશી, બીજે વર્ષે દરરોજનું બે કળશી અને ત્રીજે વર્ષે દરરોજનું ત્રણ કળશી અન્ન આપી ઘણા લોકોને ઉગાર્યા. તેની કીર્તિ સાંભળી ઘણા સુધાપીડિત આગંતુકો આવતા અને ત્યાંના લોકોને પૂછતા કે અન્ન ક્યાંથી મળે છે? લોકો કહેતાં કે વડેરા આલ્હાની દાનશાળામાંથી મળે છે. ત્યારથી તેના વંશજો વડેરા ગોત્રથી પ્રસિદ્ધ થયા. શ્રીમાળી જ્ઞાતિના ખોડાયણ ગોત્રીય નાણાશેઠે સં. ૧૨૯૫માં ઉસ નગરમાં મહેન્દ્રસિંહસૂરિના ઉપદેશથી એક જિનપ્રાસાદ બંધાવ્યો અને તેમાં ચોવીસ જિનેશ્વરોની પ્રતિમાઓને પ્રતિષ્ઠિત કરવામાં આવી. જાણશેઠના વંશમાં રાજમાન્ય પુરુષો થઈ ગયા છે. આ વંશના વેલા તથા શિવજીને મોગલ સમ્રાટ શાહજહાં તરફથી ઘણું માન મળ્યું હતું. તેમને શેઠની પદવી પ્રાપ્ત થયેલી. તે બન્ને ભાઈઓ રાણકપુરમાં વસ્યા. અમદાવાદ તથા અન્ય શહેરોમાં તેમણે ઘણું ધન ખરચીને ધર્મકાર્યો કર્યા. તેમના વંશજો “શેઠ' ઓડકથી પ્રસિદ્ધ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org