________________
૬૨૨ |
[ જૈન પ્રતિભાદર્શન
કણોની ગામમાં જિનાલયની પ્રતિષ્ઠા
પટ્ટાવલીમાં એવો ઉલ્લેખ પણ છે કે કણોની નામના ગામમાં જસરાજ શેઠે જયસિંહસૂરિના ઉપદેશથી એક વિશાળ જિનાલય બંધાવ્યું અને તેમાં ચોવીસ તીર્થંકરોની પ્રતિમાઓ સં. ૧૨૨૭માં પ્રતિષ્ઠિત કરી. યાત્રાઓ અને ધર્મકાર્યો
પરમાહિત કુમારપાળ ઉદ્ધારેલા તારંગાતીર્થની, રાજાના આગ્રહથી, સૌ પ્રથમ યાત્રા જયસિંહસૂરિએ કરી. એ પછી તેઓ વઢવાણ પધાર્યા. તેમને ઉપદેશ સાંભળીને દેહલ નામના શેઠે ઘણું ધન ખરચીને શત્રુંજય તીર્થની સંઘસહિત યાત્રા કરી. આ સંઘમાં જયસિંહસૂરિ પણ સામેલ હતા. શત્રુંજયની યાત્રા કરી તેઓ વિહરતા ખંભાત પધાર્યા. તેમના ઉપદેશથી સાંગણ શેઠે જ્ઞાન પંચમીનું ઉજમણું કરી ત્રણ લાખ દ્રવ્ય ખરચી જૈનાગમો લખાવ્યાં. શેઠના આગ્રહથી જયસિંહસૂરિ ખંભાતમાં ચાતુર્માસ રહ્યા. એ પછી તેઓએ પ્રભાસપાટણ તથા ગિરનારજીની યાત્રા કરી. ત્યાં વસતા મંત્રી આંબાકે જયસિંહસૂરિના ઉપદેશથી શ્રી ચંદ્રપ્રભ જિનેશ્વરના પ્રાસાદનો જીર્ણોદ્ધાર કર્યો.
( ૩. પૂ. આ. ભ. શ્રી ધર્મઘોષસૂરિ મ.સા. ના સમયમાં) સિંઘ નરેન્દ્ર બોહડી સંઘવી
૫. લાલન જૈન ગોત્ર સંગ્રહ'માં નોંધે છે કે સં. ૧૨૪૬માં ધર્મઘોષસૂરિ મોહલ ગામમાં ચાતુર્માસ રહ્યા તે વખતે તેમનો ઉપદેશ સાંભળીને ડોડિયા જ્ઞાતિના બોહડી રાઉતે કુટુંબ સહિત જનધર્મ અંગીકાર કરેલો. બીજું, બોહડીને સંઘવી પણ કહ્યો છે. ધર્મઘોષસૂરિના ઉપદેશથી બોહડીએ સંઘ કાઢ્યો હોય અને સંઘવીપદ પ્રાપ્ત કર્યું હોય એ સંભવિત છે. એ અરસામાં સંઘ કાઢનારને સંઘવીપદ અપાતું. બ્રાહ્મણોનો ઓશવાળ જ્ઞાતિમાં પ્રવેશ
આ અગાઉ આપણે જોઈ ગયા કે બહુધા રાજપૂતો જ જૈનધર્મ અંગીકાર કરી ઓશવાળ જ્ઞાતિમાં સમ્મિલિત થયા. અનેક ગચ્છોના આચાર્યોએ પણ આ દિશામાં પ્રશસ્ય કાર્ય કર્યું અને પરિણામે ઓશવાળ સૃષ્ટિ વિસ્તરતી રહી. પાછળથી બ્રાહ્મણોએ પણ જૈનાચાર્યોના ઉપદેશથી જૈન ધર્મ અંગીકાર કરી ઓશવાળ જ્ઞાતિમાં પ્રવેશ કર્યો. ધર્મઘોષસૂરિએ અનેક બ્રાહ્મણોને પ્રતિબોધ આપી જૈનધર્મી કર્યા અને તેમને આ જ્ઞાતિમાં પ્રવિષ્ટ કર્યા. ઉદાહરણાર્થે દેવાણંદસખા ગોત્રના તથા તેની પેટા શાખાઓ-ગોસલીઆ ગોઠી, ચોથાણી, વીસલાણી, હીરાણી, દેસલાણી, ભુલાણી, કોકલિયા, મૂલાણી, થાવરાણી ઇત્યાદિના વંશજો મૂળ બ્રાહ્મણ જ્ઞાતિના હતા એમ અનુશ્રુતિ દ્વારા જાણી શકાય છે. ઝાલારમાં ધર્મપ્રચાર
એ વખતે ઝાલોર એક સમૃદ્ધ નગર હતું. જૈન ગ્રંથોમાંથી આ નગરની પ્રાચીન જાહોજલાલી જાણી શકાય છે. અનેક ગચ્છોના આચાર્યોએ આ પ્રદેશમાં પદાર્પણ કરી અનેક લોકોને ધર્મબોધ પમાડ્યો હતો. ધર્મઘોષસૂરિ પણ આ પ્રદેશમાં વિચર્યા હતા તથા અનેકને પ્રતિબોધ આપી જૈનધર્મનો ત્યાં સુંદર પ્રચાર કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org