SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] / ૬ર૧ ભેળવવામાં આવ્યો. ઠાકોર નેતસી છાજડે વીરતાનાં અને લોકોપયોગી અનેક કાર્યો કર્યા હતાં, જેથી તેણે ભાટોના ચોપડાઓમાં અમર પ્રસિદ્ધિ મેળવી છે. આ ગોત્રમાં કેટલાક પ્રભાવક જૈનાચાર્યો પણ થયા છે. મારવાડમાં છાજડ ગોત્રના ઓશવાળો ઘણા છે. રાઠોડ ગોત્ર સં. ૧૨૫૭માં નલવરગઢમાં રાઠોડ વંશનો રણજિત નામનો રાજા રાજ્ય કરતો હતો. જયસિંહસૂરિના ઉપદેશથી રાજાએ જૈન ધર્મ સ્વીકારેલો. કહેવાય છે કે તે નિ:સંતાન હતો, પરંતુ પાછળથી જયસિંહસૂરિના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકારતાં તેને પુત્ર પ્રાપ્તિ થઈ. તેણે પોતાના રાજ્યમાં અમારી-પડતની ઘોષણા કરાવેલી. જૈન ધર્મ સ્વીકારતાં તેનું કુટુંબ ઓશવાળ જ્ઞાતિમાં ભળીને રાઠોડ ગોત્રથી પ્રસિદ્ધ થયું. લોલાડિયા ગોત્ર ભાલેજનગર પાસે નાપા ગામમાં વૃદ્ધસજનીય શ્રીમાળી જ્ઞાતિના લૂણિગ નામના શેઠે સં. ૧૨૨૦માં જયસિંહસૂરિના ઉપદેશથી જૈન ધર્મ અંગીકાર કર્યો. તેમણે નાણાવાલ ગચ્છના રામદેવસૂરિને આચાર્ય પદવી આપવામાં જયસિંહસૂરિના ઉપદેશથી એક લાખ દ્રવ્ય ખરચ્યું તથા ચક્રેશ્વરીદેવીની તેમ જ જીરાવલા પાર્શ્વનાથની, જીવંતસ્વામીની પ્રતિમાઓ ભરાવેલી. લૂણિગના વંશજો લોલાડા ગામમાં વસવાથી લોલાડિયા ગોત્રથી પ્રસિદ્ધ થયા. મહુડિયા ગોત્ર આ ગોત્રના વંશજો કાશ્યપગોત્રીય શિવદાસ સંતતીય છે. શિવદાસ ત્રણ કરોડ દ્રવ્યનો આસામી હતો અને ભિન્નમાલમાં વસતો હતો. સં. ૧૧૧૧માં ભિન્નમાલનો નાશ થતાં તેના વંશજ સમરથી શેઠ ત્યાંથી નાસી રત્નપુરમાં જઈ વસ્યા અને ત્યાંના ઠાકોર વીરમદેવના ભંડારી થયા. સં. ૧૨૨૩માં તેના વંશમાં થયેલા ભંડારી ગોદા મહેશ્વરી ધર્મ પાળતા હતા. જયસિંહસૂરિએ તેમને પ્રતિબોધ આપી જૈન ધર્માનુયાયી બનાવ્યા. ભંડારી ગોદાએ જયસિંહસૂરિના ઉપદેશથી શત્રુંજય અને ગિરનારનો સંઘ કાઢ્યો તથા ઘણાં નગરોમાં લહાણી કરી સવાલાખ દ્રવ્ય ખરચ્યું. તેના વંશજો મહુડીમાં વસ્યા તેથી મહડિયા નામથી પ્રસિદ્ધ થયા. ત્યાં નોડા શેઠે જિનમંદિર બંધાવેલું. કાશ્યપગોત્રના આભાણી શાખાના આભુ શેઠે પણ સં. ૧૨૫૫માં શ્રી મહાવીર પ્રભુનો પ્રાસાદ બંધાવ્યો તથા શત્રુંજયનો મોટો સંઘ કાઢી સંઘવીપદ લીધું. સહસ્ત્રગણા ગાંધી - શ્રી આર્યરક્ષિતસૂરિએ રત્નપુરના હમીરજીને પ્રતિબોધ આપી જૈનધર્મી કર્યો, તેના પુત્ર સખતસંઘથી એમના ગોત્રનું નામ સહસ્ત્રગણા ગાંધી પડ્યું. ડૉ. ભાંડારકરના હસ્તપ્રત વિષયક ચતુર્થ અહેવાલમાં પૃ. ૩૨૩માં આ પ્રમાણે ઉલ્લેખ છે : જયસિંહસૂરિએ પ્રતિબોધ આપીને જૈન બનાવેલાં અનેક ક્ષત્રિય કુટુંબો એ ઓડકથી ઓશવાળ જ્ઞાતિમાં ઓળખાય છે. સં. ૧૨૩૧માં ચૌધરી બિહારીદાસને આચાર્યે પ્રતિબોધ આપી જૈનધર્મી કર્યો હતો. બિહારીદાસ ડીડ જ્ઞાતિનો હતો. તેના વંશજો પણ સહસ્ત્રગણા ગાંધી ગોત્રથી ઓળખાય છે. S Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy