________________
૬૨૦ ]
L[ જૈન પ્રતિભાદર્શન
છે
ગાલા ગોત્ર
ગાલા ગોત્રના મૂળ પુરુષો યદુવંશી શ્રી કૃષ્ણભગવાનના સંતાનીય મનાય છે. એ અરસામાં જયસિંહસૂરિ પાંચસો શિષ્યના પરિવાર સહિત ઉમરકોટમાં પધાર્યા. ત્યાં તેમના ઉપદેશથી આ ગોત્રના મોણશી શાહે શ્રી અજિતનાથ જિનબિંબની સ્થાપના કરી. ત્યાંથી વિહાર કરીને આચાર્ય શિષ્યો સહિત જયારે જૈસલમેર તરફ આવતા હતા, ત્યારે માર્ગમાં સોમચંદે તેમને લૂંટવાનો પ્રયાસ કર્યો પરંતુ જયસિંહસૂરિના પ્રભાવથી પ્રતિબોધ પામીને તેણે જૈનધર્મ સ્વીકાર્યો. કટારીઆ ગોત્ર
સં. ૧૨૪૪માં જયસિંહસૂરિ પુજવાડામાં પધાર્યા અને તેમણે કટારમલ્લને પ્રતિબોધી ન કર્યો. કટારમલ્લના વંશજો ઓશવાળ જ્ઞાતિમાં ભળ્યા અને તેના નામથી કટારીઆ ગોત્રથી ઓળખાયા. કટારમલ્લે જયસિંહસૂરિના ઉપદેશથી હસ્તીતુંડમાં શ્રી મહાવીર પ્રભુનો જિનપ્રસાદ કરાવ્યો. પોલડિયા ગોત્ર
સં. ૧૨૪૪માં પરમાર વંશનો રાજસેન નામનો ક્ષત્રિય કોટડામાં વસતો હતો. તે લૂંટફાટ કરીને પોતાની આજીવિકા ચલાવતો હતો. જયસિંહસૂરિ એ વખતે કોટડા પધારેલા. તેમના ઉપદેશથી રાજસેને જીવહિંસાનો ત્યાગ કરી જૈન ધર્મ સ્વીકાર્યો. સં. ૧૨૪૪ના ભાદરવા સુદ ૫ ને દિવસે તેમના કુટુંબને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવી દેવામાં આવ્યું. રાજસેનના વંશજો પોલડિયા ગોત્રથી પ્રસિદ્ધ થયા એ અંગેના ઉલ્લેખો ભટ્ટગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. નીસર ગોત્ર
સં. ૧૨૫૬માં ચિત્તોડમાં ચાવડા રાજપૂત રાઉત વીરદત્ત રાજ્ય કરતો હતો. તેણે જયસિંહસૂરિના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકારેલો. કહેવાય છે કે તેને પુત્ર નહોતો. જયસિંહસૂરિના ઉપદેશથી તેણે ચક્રેશ્વરીદેવીનું આરાધન કર્યું અને તેને પુત્ર પ્રાપ્ત થયો. આચાર્યના ઉપદેશથી સં. ૧૨૫૬માં વીરદત્તના કુટુંબને ઓશવાળ જ્ઞાતિમાં સમાવી દેવામાં આવ્યું. વીરદત્તના વંશજો નીસર ગોત્રથી પ્રસિદ્ધ થયા એમ અનુશ્રુતિ દ્વારા જાણી શકાય છે. છાજોડ ગોત્ર
મારવાડમાં આવેલા કોટડામાં વસતા કેશવ રાઠોડે જયસિંહસૂરિના ઉપદેશથી સં. ૧૨૫૯ના ભાદરવા સુદિ ૫ ને દિવસે જૈન ધર્મ અંગીકાર કરેલો. કેશવ અપુત્ર હોવાથી તેના પિત્રાઈ ભાઈ શ્રીમલ્લના પુત્ર છાજલને દત્તક લીધેલો. કહેવાય છે કે શ્રીમલ્લની પત્નીએ પુત્રને ગુપ્ત રીતે છાજમાં ઢાંકીને કેશવ રાઠોડને આપ્યો હોવાથી પુત્રનું નામ છાજલ રાખવામાં આવ્યું. અને તેના નામથી છાજોડ ગોત્ર સ્થપાયું. જયસિંહસૂરિના ઉપદેશથી એમના કુટુંબને ઓશવાળ જ્ઞાતિમાં ભેળવવામાં આવ્યું.
પરમાર વંશમાં પણ છાજડ ગોત્ર છે. તે વિષે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે કે સાચોરના રાજા જગમાલને છાહડજી નામે એક પુત્ર થયો. તેણે આબુ મંડલમાં છાહડજી નામે ગામ વસાવ્યું. છાહડજીના વંશજોનું છાજડ ગોત્ર થયું. છોડજીના વંશમાં નેતસી થયો. જેણે જૈન ધર્મ સ્વીકારતાં ઓશવાળ જ્ઞાતિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org