SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ ] [ જૈન પ્રતિભાદર્શન સદીઓ જૂના પ્રાચીન લેખો મળે છે જેમાંના પ્રતિષ્ઠા લેખો, જીર્ણોદ્ધાર લેખો ઉપરથી પ્રાચીનતાનો ખ્યાલ આવે છે. કલિગ દેશના રાજા ખારવેલ જૈનધર્મી હતા વગેરે ઘણા બધા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. શીરપુર (આકોલા-મહારાષ્ટ્ર)માં અંતરીક્ષ પાર્શ્વનાથની મૂર્તિ શંખેશ્વર પાર્શ્વનાથની જેમ પ્રભાવપૂર્ણ રહી છે. માલી-સુમાલીએ વેળુની પ્રતિમા બનાવી હતી. તેની પ્રતિષ્ઠા સં. ૧૧૪૨ માં માલધારી શ્રી અભયદેવસૂરિજીએ કરી હતી. ત્યારબાદ ભાવવિજયજી ગણિવર્યે પુનઃ પ્રતિષ્ઠા કરેલ હતી. શત્રુંજય ગિરિરાજ ઉપરનાં જિનાલયો શત્રુંજયની તળેટીમાં બાબુનું મંદિર મુર્શિદાબાદનિવાસી રાયબહાદુર શ્રી ધનપતસિંહજીના માતુશ્રી મહતાબકુંવરના નામથી બંધાવેલ છે. સં. ૧૯૫૦માં આની પ્રતિષ્ઠા ધનપતસિંહજી તરફથી થયેલ. શત્રુંજય ઉપર ખરતરવસીની ટુંકમાં નરશી કેશવજીનું મંદિર છે તેની પ્રતિષ્ઠા સં. ૧૯૨૧માં કરવામાં આવેલ. સવા સોમાની ટુંક : શેઠ સવચંદ અને સોમચંદ નામના બન્ને શ્રેષ્ઠીઓની રકમથી આ ટુંક બંધાવેલી. છીપાવલીની ટુંક : ભાવસાર ભાઈઓએ વિ. સં. ૧૯૭૧માં આ ટુંક બંધાવી છે. આ ટુંકમાં છ મંદિરો છે બે ચમત્કારિક દેરીઓ કહેવાય છે. શ્રી સાકરવસી : શેઠ સાકરચંદ પ્રેમચંદ અમદાવાદવાળાએ વિ. સં. ૧૯૮૩માં બંધાવી છે. ઉજમફઈની ટૂંક : અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈનાં ફે ઉજમફઈએ આ ટૂંક વિ. સં. ૧૯૮૩માં બંધાવી છે. હીમવસી (શેઠ હેમાભાઈની ટૂંક) : અમદાવાદના નગરશેઠ હેમાભાઈએ આ ટુંક સં. ૧૮૮૨માં બંધાવી છે. તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૮૬માં થઈ છે. શ્રી પ્રમવસી (મોદી)ની ટુંક : અમદાવાદના શ્રીમંત વેપારી મોદી પ્રેમચંદ લવજીએ આ ટુંક વિ. સં. ૧૮૩૭માં બંધાવી છે. આ વેપારીએ શત્રુંજયનો સંઘ કાઢ્યો હતો. શ્રી બાલાપસીની ટુંક : ઘોઘા નિવાસી શ્રી દિપચંદભાઈ (હુલ્લામણું નામ બાલાભાઈ)એ વિ. સં. ૧૮૯૩માં આ ટુંક બંધાવી. મોતીશા શેઠની ટુંક : અઢારમી શતાબ્દીમાં મુંબઈના શ્રીમંત વેપારી શેઠ મોતીશાહે આ ટુંક બંધાવી. તેમના પુત્ર ખીમચંદભાઈએ શત્રુંજયનો સંઘ કાઢ્યો. સંઘમાં ૪) સંઘવીઓ હતા. ૧૮ દિવસ સમગ્ર પાલીતાણાનું નગરજમણ કરાવ્યું. ૪૦ દેરીઓથી શોભતું એ મંદિર વિ. સં. ૧૮૯૩ના પોષ વદ ૧ને દિવસે પ્રતિષ્ઠાને પામ્યું. અબદજી : આ પ્રતિમાજી ૧૮ ફૂટ ઊંચા અને સાડાચૌદ ફૂટ પહોળા છે. સં. ૧૮૮૬માં દૌલતાબાદ નિવાસી શ્રી ધર્મદાસ શેઠે ફરીથી આ જગ્યાનો ઉદ્ધાર કરાવ્યો. * ગિરનાર તીર્થે મેલકવસહી ટુંકનું નિર્માણ સિદ્ધરાજના મહામંત્રી સજ્જને કરાવેલ. અહીં પણ વસ્તુપાલ-તેજપાલ અને સંપ્રતિ મહારાજાની ટુંક આવેલ છે. બાહુબલીનું દેરાસર પણ છે. પાવાગઢ તીર્થ : રાજા મંગાસિંહે સં. ૮00માં જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવેલો. રાજસ્થાનમાં કરેડા તીર્થમાં સં. ૧૩૪૦માં ઝાંઝણ શાહે સાત માળનું ભવ્ય મંદિર બનાવ્યાનો ઉલ્લેખ મળે છે. હાલ ખંડેરો જોવા મળે છે. રાજસ્થાનમાં રાતા મહાવીર તીર્થે મંદિરનું નિર્માણ સં. ૩૭૦માં શ્રી વીરદેવ શ્રેષ્ઠી દ્વારા થયેલ છે. દેલવાડા (આબુ) તીર્થે મંત્રી વિમલશાહ, વસ્તુપાલ-તેજપાલ, ભીમાશાહ વગેરેએ બનાવેલાં જિનમંદિરોનું શિલ્પદર્શન અનેરો આનંદ આપી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy