________________
અભિવાદન ગ્રંથ |
[ ૪૪૩
* જાલોર શહેરની નજીક સ્વર્ણગિરિ પર્વત ઉપર ઘણાં દેરાસરો આવેલાં છે. કુમારપાળ મહારાજાએ
પણ અત્રે દેરાસર નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ છે. * નાણા, દીયાણા, નાદિયા આ ત્રણે તીર્થોમાં ભગવાન મહાવીરની જીવિતસ્વામી પ્રતિમાઓ છે. * વિક્રમ સંવત પૂર્વે ત્રીજી સદીમાં (૨૩00 વર્ષ પહેલાં) નાકોડા તીર્થે વીરસેન અને નાકોરસેન
વીરબંધુઓએ દેરાસરો બંધાવ્યાના ઉલ્લેખો મળે છે. * વિક્રમની બારમી સદીમાં નાગોરના પલ્લીવાલ આસધર અને લક્ષ્મીધર બંધુઓએ અને તેમના
પુત્રોએ શત્રુજ્ય, ગિરનાર, આબુ વગેરે અનેક સ્થળે જીણોદ્ધારનાં કાર્યો કર્યાં હતાં. * ચંપાપુરી તીર્થ : સુદર્શન શેઠ, મહારાજા શ્રીપાળ, સતી ચંદનબાળા વગેરેની આ જન્મભૂમિ છે. * ઉત્તરપ્રદેશમાં આગ્રા તીર્થ : સમ્રાટ અકબરના સમયમાં જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિજીનું અહીં
પદાર્પણ થયું. અનેક જૈનમંદિરોની તે વખતે પ્રતિષ્ઠા થયાના ઉલ્લેખો મળે છે. * મધ્યપ્રદેશમાં ખજૂરાહો તીર્થમાં નવમી અને બારમી સદી વચ્ચે ચંદેલ રાજાઓ દ્વારા ઘણાં
જિનમંદિરોનું નિર્માણ થયું હતું. * બદનાવર તીર્થમાં લગભગ ૨૨૫૦ વર્ષ પહેલાં પ્રતિ રાજા દ્વારા મંદિરની પ્રતિષ્ઠા થયેલ. * સિરોહી (રાજ.) અદ્ધશત્રુંજય તીર્થ કહેવાય છે કેમકે ત્યાં એક સાથે ૧૪ દેરાસરો છે.
દેવગિરિના જિનાલયની વિશિષ્ટતા દેવગિરિનું જિનાલય માંડવગઢના પેથડ મહામંત્રીએ બનાવેલ. આ જિનાલયની જગ્યા લેવા માટે હેમડ મંત્રીના નામે ત્રણ વર્ષ સુધી દાનશાળા ખોલેલ. તેથી મંત્રીએ ખુશ થઈ રાજાને વાત કરી ને રાજાએ જગ્યા આપી. જે સોમપુરાએ રૂદ્રમહાલય બનાવેલ તેના વંશમાં થયેલ રત્નાકર નામના સલાટે આ જિનાલય બનાવેલ. પેથડ મંત્રીએ કારીગરોના નિભાવ માટે માંડવગઢથી ૬૨ સાંઢો ભરી સુવર્ણ મોકલેલ. આ જિનાલયના નિર્માણ માટે દેવગિરિમાં ૧૦,OOO ઈટના નિભાડા રોકેલા. દરેક નિભાડામાં ૧૦,OOO ઇટો પકાવવામાં આવતી. આ જિનાલયનાં પાયા ૩ વાંસ જેટલા ઊંડા ખોદેલ અને પાયામાં ૧૫ શેર સીસાનો રસ પૂરેલ. જિનાલયમાં ૨૧ ગજ લાંબી, ૧OOO પત્થરની પાટો ગોઠવેલ. પ્રતિષ્ઠા મહોત્સવ વખતે ૧૦૮ બ્રહ્મચારી શ્રાવકો વિધિપૂર્વક સ્નાત્ર કરતા. સર્વ ગચ્છના સાધુઓની ભક્તિ મંત્રીએ વસ્ત્ર દ્વારા કરેલ. ૮૪,000 શ્રાવકોને સોનાના વેઢ પહેરાવેલ. આ જિનાલયમાં ૮૩ અંગુલ પ્રમાણવાળી વીપ્રભુની પ્રતિમા પધરાવેલ. પ્રતિષ્ઠા વખતે પેથડ મંત્રીને પાંચ લાખનો ખર્ચ થયેલ. (સુકૃતસાગર)
રાણકપુર તીર્થની વિશિષ્ટતા રાણકપુર મંદિરના સ્થાપક અને કુંભારાણાના મંત્રી ધરણાશાહ પોરવાલે ૩૨ વર્ષની ઉંમરે ૩૨ સંધોની વચ્ચે શત્રુંજયની ઉપર સોમસુંદરસૂરિજીના હસ્તે તીર્થમાળા પહેરી બ્રહ્મચર્યવ્રત સ્વીકારેલ. તીર્થમાલા વખતે પ્રતિજ્ઞા લીધેલ કે રાણકપુરમાં નલિનીગુલ્મ વિમાન જેવું જિનાલય બંધાવવું. કુંભારાણા પાસેથી જમીન લઈ સં. ૧૪૪૬માં જિનાલયનું કામ શરૂ કરાવ્યું અને ૧૪૯૬માં પ્રતિષ્ઠા કરાવી. ૫૦ વર્ષ સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org