SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ ] [ જૈન પ્રતિભાદર્શન કામ ચાલ્યું. જિનાલયનું ત્રૈલોક્યદીપક નામ રાખેલ. પંદરમી સદીમાં રાણકપુરમાં ૨૭૦૦ જૈનોનાં ઘર હતાં. આ જિનાલયમાં ૮૨ દેરીઓ અને ૧૪૪૪ થાંભલાઓ દરેકની કોતરણી અલગ અલગ છે. થાંભલાઓની ગોઠવણી તેવા પ્રકારની છે કે કોઈપણ થાંભલા પાસે ઉભા રહીએ તો કોઈ એક ભગવાનની પ્રતિમાના દર્શન તો થશેજ. આ જિનાલયમાં અષ્ટાપદ, શત્રુંજય, ૨૪ મંડપ, ૧૦૦ તોરણ, ૯ મંડપ, ૪ વિશાળ રંગમંડપ, ૫૫૨ પુતળીઓ છે. આ મંદિરનો પાયો સાત માથોડા જેટલો છે અને ૪૫ ફૂટ ઊંચુ જમીનથી છે. મૂલનાયકની સામે ૧ હાથી અને તેની પાસે ૫૦૦ વર્ષ પુરાણું રાયણવૃક્ષ છે. તેની સામે ૧૦૦૮ ફણાને ધારણ કરનાર નાગ-નાગણીયુક્ત પાર્શ્વનાથની મૂર્તિ છે. અહીં પૂર્વે ૮૪ ભોંયરાં હતાં. હાલ નવ ભોંયરાં છે. આ જિનાલયમાં જુદાં જુદાં ૭૬ શિલ્પની સજાવટ છે. દરેક દેરાસર ઉપર ૨૦-૨૦ પ્રકારની કારીગરી છે. આ જિનાલયની પ્રતિષ્ઠા વખતે ૪ આચાર્ય, ૯ ઉપાધ્યાય, પ૦૦ સાધુઓ પધાર્યા હતા. ધરણાશાહને આ મંદિર ૯ માળનું બનાવવું હતું, પરંતુ અંત સમય નજીક આવવાથી ૩ માળનું (પ્રાચીનતીર્થ ઇતિહાસ) બન્યું. પ્રાચીન તીર્થોના ઉદ્ધારક પૂ. આ.શ્રી રાજયશસૂરિજી મહારાજ વર્તમાનમાં પ્રાચીન તીર્થોના ઉદ્ધારક તરીકે પૂ. આઠ શ્રી વિજયરાજયશસૂરિજી મહારાજ સાહેબનું નામ આગળ પડતુ છે. પૂ ગુરુદેવશ્રી વિક્રમસૂરિજી મહારાજશ્રીના સાંનિધ્યમાં ભરૂચ અશ્વાવબોધ તીર્થ શકુનિકાવિહારના તીર્થોદ્વારનો પ્રારંભ થયો. અને પૂર્ણાહુતિનું શ્રેય પૂજ્યશ્રીએ મેળવ્યું. અથાગ પરિશ્રમ દ્વારા ભરૂચ તીર્થમાં નવી રોનક આવી ગઈ. એક ભવ્ય ઇતિહાસનું પુનઃનિર્માણ થયું. ભક્તામરનું સર્વપ્રથમ બનેલ મંદિર ભક્તજનોનું નજરાણું બન્યું અને ત્યારથી તેની કીર્તિગાથા ગુંજી રહી છે. અને તીર્થોદ્વારના મહાન કાર્યની કડીબદ્ધ શૃંખલા આગળ વધી રહી છે. શ્રી ઉવસગ્ગહરંતીર્થ (દુર્ગ)નું નિર્માણ, તેની ભવ્ય પ્રતિષ્ઠા અને દિન-પ્રતિદિન થઈ રહેલ તીર્થવિકાસ પૂજ્યશ્રીની તીર્થભક્તિની પ્રતીતિ કરાવે છે. કુલપાકજી તીર્થનો ભવ્ય સમુદ્વાર એક ભવ્ય શિલ્પના સંગીતને રેલી રહ્યું છે. સુંદર કોતરણી નવ્ય નિર્માણની યશગાથાને ગુંજિત કરે છે. એટલું જ નહી, આ ભવ્ય નિર્માણ સાથે તત્ત્વાર્થમંદિરનો નવો અધ્યાય પૂજ્યશ્રીની પ્રેરણાએ જોડાઈ રહ્યો છે. બનારસ : પાર્શ્વનાથ પ્રભુની જન્મસ્થલી ભેલુપુરના પ્રાચીન મંદિરનો જીર્ણોદ્વાર પૂજ્યશ્રીના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યો છે. નૂતન જિનમંદિરમાં પ્રભુની ભવ્યાતિભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠાની જોરદાર તૈયારી થઈ રહી છે. આ સદીના અંતમાં બનારસ પાર્શ્વનાથના નૂતન ભવ્ય જિનાલય પર પૂજ્યશ્રીના સાનિધ્યમાં ધ્વજા લહેરાશે અને યુગયુગના ઇતિહાસને ગાતી રહેશે. અમદાવાદ-જમાલપુર ટોકરશાની પોળના પ્રાચીન મંદિરના, નૂતન જીર્ણોદ્ધાર રૂપે સેટેલાઈટમાં પ્રેરણાતીર્થનું નિર્માણકાર્ય ચાલી રહેલ છે. ટૂંક સમયમાં તેની પ્રતિષ્ઠા માટે પણ પૂજ્યશ્રી લક્ષ્યબદ્ધ છે. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy