________________
અભિવાદન ગ્રંથ ]
/ ૪૪૫
' પ્રેરક પ્રસંગ કથાઓ
–પૂ. મુનિશ્રી જયચન્દ્રસાગરજી મહારાજ કથા...ચાક ઉતારી,
જ્યાં સુધી સંસારભ્રમણ ન અટકે ત્યાં સુધી ચાક થોડો ઊતરવાનો છે? પણ; સંસારભ્રમણ અટકાવવું કંઈ નાનીસૂની વાત છે? પ્રબળ સાધનાના શિખરો સર થાય ત્યારે તે ભ્રમણ અટકે... તે સાધનાની સદ્યાત્રાના માર્ગમાં આલંબન બને છે : એ સમય
અદકેરા આદર્શો... પ્રેરક પ્રસંગો... અને બોધદાયી કથાઓ.
આગમોદ્વારક-બશ્રુત-ગીતાર્થમૂર્ધન્ય-શેલાનાનરેશ પ્રતિબોધક પૂ. આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.ની પવિત્ર પરંપરામાં આગમ સાહિત્યનું અવગાહન અનેકઘણું જોવા મળે છે. પાલીતાણા આગમમંદિર એ વિશ્વનું પ્રથમ આગમમંદિર છે અને ૨૫૦૦ વર્ષના શાસનકાળ દરમિયાન ક્રાંતિકારી મંદિર છે. જ્યાં આગમો-નિયુક્તિગ્રંથો શિલોત્કીર્ણ કરેલ છે, ત્યાં સ્વાધ્યાય મંદિરમાં આગમોક્ત કથા સાહિત્યને ચિત્રબદ્ધ કરવાનો પ્રયત્ન કરેલ છે.
તે જ પરંપરામાં પૂ. પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મ. એક પ્રચંડ પ્રતિભાવંત યોગી હતા.. આગમવિશારદ' બિરુદ વિલક્ષણ આગમવાચના દેવા દ્વારા પ્રાપ્ત કરેલ. વળી ભૂગોળ-ખગોળ વિષયક વિશ્વવ્યાપી ચેલેન્જ આપી હતી...
તેઓના પટ્ટધર જંબૂદ્વીપમંદિરના વર્તમાન માર્ગદર્શક પૂ. આ. શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ. સા. કે જેઓએ પૂ. ગુરુદેવના કાર્યને વેગવંતુ બનાવવા તનતોડ મહેનત કરી છે. વિજ્ઞાનભવન નું નિર્માણ જૈનોલોજીનું એક અનેરું પ્રદાન છે. જેનું ઉદ્ઘાટન કરવા ભારતના ગૃહમંત્રી શ્રી લાલકૃષ્ણ અડવાણી સ્પેશીયલ પધારેલ અને પ્રભાવિત થયેલ. તે વિજ્ઞાનભવન પૂ. આ. શ્રી અશોકસાગરજી મ.નું આગવું વિશિષ્ઠ આયોજન છે.
તેઓના શિષ્યરત્ન પ્રાકૃતભાષાવિદ્ વિદ્વાન પૂ. મુનિરત્નશ્રી જયચંદ્રસાગરજીએ પૂજ્યશ્રીના આદેશાનુસાર આગમસાહિત્યમાં રહેલી શ્રાવક પ્રતિભાને પ્રગટાવતી કથાઓનો સંગ્રહ સીધી-સરલ ભાષામાં અહીં રજૂ કર્યો છે. જેની કથાભૂમિકા પૂ. મુનિશ્રી સાગરચંદ્રસાગરજી મહારાજશ્રીએ કરી સંગ્રહ ને શોભા આપી છે.
પૂર્વના વિશિષ્ઠ કોટીના આરાધક આત્માઓની આવી પ્રેરક કથાઓ અને પ્રસંગો વાંચવાથી અનેકાનેક આત્માઓ ગુણાનુરાગી બની શીઘ મુક્તિપદના અધિકારી બને એ જ પ્રાર્થના.
સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org