SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ / [ જૈન પ્રતિભાદર્શન ( દાનવીર લલિતાંગ રાજકુમાર દાન તો આત્મધર્મ છે, સહજ સ્વભાવ છે. અભયદાન એ દાનના પર્વતનું સર્વોચ્ચ શિખર છે. દ્રવ્યદાનથી પ્રારંભાયેલી યાત્રા અભયદાન સુધી પહોંચે છે. ત્યારે એ સહજ સ્વભાવને પ્રસ્તુત કરે છે. દાનધર્મ પરની પ્રાચીન કથા પ્રાચીન શૈલીએ અહીં રજૂ કરેલી છે. જે દાનથી અભયદાનરૂપ સર્વવિરતી સુધી પહોંચેલ લલિતાંગકુમારની પ્રેરક કથા જોઈએ શ્રીનિવાસ નામનું મઝાનું નગર હતું. ત્યાં નરવાહન રાજાને કમળાદેવી રાણી હતી. તે બન્નેને લલિતાંગ નામનો એકનો એક પુત્ર હતો. શસ્ત્રવિદ્યા, શાસ્ત્ર, વ્યાકરણ વિગેરેમાં તેની બુદ્ધિ આગળ બૃહસ્પતિ પણ પાણી ભરે. સર્વ ગુણો કરતાં તેનામાં દાનનો ગુણ વ્યસન જેવો હતો. કોઈપણ ગરીબ જોયો નથી ને આપ્યું નથી. તેને સજ્જન નામનો મિત્ર. નામથી માત્ર સજજન પણ સજ્જનતાનો છાંટો ય જોવા ન મળે. તેને કુમાર દાન આપે તે ગમતું ન હતું. એક વખત અવસરે રાજાને ખાનગીમાં કુમારના દાનના વ્યસનની વાત કરીને રાજાને કાને ભંભેરણી એવી કરી કે, રાજાએ તેના રાજકુમાર ઉપર ગુસ્સે થઈને કહ્યું કે હવે દાન આપવાનું બંધ કરી અથવા મારી પાસે આવવાનું બંધ કર. આથી કુમારને આઘાત લાગ્યો ને કોઈને પૂછ્યા વગર એકલો નીકળી ગયો. તેનો મિત્ર સજ્જન પણ તેની પાછળ આવ્યો. સજ્જને પોતાની દુર્જનતા બતાવીને તેની બે આંખો લઈ લીધી. રાજકુમારના પુચના પ્રભાવે ભાખંડ પક્ષીએ કહેલ પ્રમાણે તેની વિષ્ટા અમૃતવેલી સાથે પીસીને આંખમાં આંજી ને આંખ પાછી આવી. ચંપાપુરીના જિતશત્રુ રાજાની એકની એક પુત્રી પુષ્પાવતી જન્મથી અંધ હતી. તેને રાજકુમારે દેખતી કરી રાજાએ તેને કુમાર સાથે પરણાવી. હવે સજ્જન પાછો તે જ નગરમાં આવે છે ને કુમારને મારવા માટે રાજા સાથે યુદ્ધ કરાવે છે. પણ સજ્જન પોતે જ રાજ-સેવકનાં હાથે મરે છે. રાજા જિતશત્રુ તે કુમારને રાજ્ય આપે છે. અને આ બાજુ શ્રીનિવાસ નગરના રાજા પોતાના કુંવરના ગયાના સમાચાર સાંભળી ચિંતિત થાય છે. કુમારને પાછો બોલાવીને તેને રાજય આપે છે. બંને રાજ્યનું સારી રીતે પાલન કરતાં છેવટે દીક્ષા લઈ સંયમ અંગીકાર કરી ઉગ્ર સાધના કરી કાળધર્મ પામ્યા ને લલિતાંગ મુનિ દેવલોકમાં ગયા, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે. ( શેઠ ગુણસાર ) દાન તો ઘણા છે, પણ સુપાત્રદાન સુપાત્ર બનાવે છે. ગુણસાર નિર્ધન શિરોમણિ હતો. પણ સુપાત્રદાનના પ્રભાવે પત્થરો રત્ન બની ગયાં, પણ વિશેષ તો તે પોતે મહાવિદેહમાં જન્મ લઈ સુપાત્ર સંયમી બનશે અને સિદ્ધિવધૂને વરશે...વાંચો ત્યારે... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy