________________
અભિવાદન ગ્રંથ 7
/ ૪૪૭
પૃથ્વીભૂષણ નામના નગરમાં ગુણસાર નામનો ધર્મશ્રદ્ધાળુ શેઠ રહેતો હતો. તેને સુભદ્રા નામની સ્ત્રી હતી. તેની ધીરે ધીરે પાપના ઉદયે લક્ષ્મી ચાલી ગઈ, તે નિર્ધન થઈ ગયો. ઘરમાં ખાવા માટે પણ અન્ન ન રહ્યું. છેવટે પત્નીના આગ્રહથી સાસરે જવા માટે નીકળ્યો. રસ્તામાં આગલા દિવસના ઉપવાસનું પારણું હતું. તેથી નદી કિનારે ભાતુ છોડીને વાપરવાની તૈયારી કરે છે. તેટલામાં કોઈક સાધુ મ. મળી જાય તો સુપાત્રદાનનો લાભ મળે, તેવી ભાવનાથી ચારે બાજુ નજર કરતાં સામેના ગામથી તપસ્વી મુનિરાજ આવે છે. તે દેખીને હર્ષોલ્લાસથી મુનિરાજને બોલાવી સુપાત્રદાન કર્યું ને સસરાના ગામે આવ્યો.
સસરાએ તિરસ્કાર કર્યો. તેથી પોતાના ગામ પાછો જતાં જ્યાં મુનિને દાન આપેલ તે નદી કિનારે બેઠો. મુનિરાજને દાન આપેલ તે સ્મૃતિ માટે પથ્થરાઓ વીંટીને પોતાના ઘરે આવ્યો. પત્નીએ પોતાના પિતાએ ઘણું આપ્યું તે જોવા પોટલું ખોલ્યું તો પ્રકાશ ફેલાતા રત્નો દેખ્યા. પતિને વાત કરી તો તેણે સઘળી પ્રભાવ સુપાત્ર દાનનો છે તે બધી જ વાત કરી કહ્યું કે, તારા પિતાએ તો કશું જ આપ્યું નથી. પણ જે સ્થાને મેં મુનિને સુપાત્ર દાન કરેલ તે સ્થાનના આ પથ્થરા છે. દાનના પ્રભાવથી પથ્થરા પણ રત્ન થઈ ગયાં.
છેવટે બંને જણા સંપત્તિનો વ્યય કરીને સમાધિમરણ પામીને ચોથા દેવલોકે દંપતિ મિત્રદેવ તરીકે થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તે જ ભવે શિવવધૂને વરશે.
( મહાબલ રાજકુમાર
મહાબલકુમાર....! સુવિખ્યાત કથાનક છે. ચારિત્ર અને તેના ઉપકરણોની | કિંમત અમૂલ્ય છે, તેની યથાર્થતા બતાવતી આ કથા ખરેખર મનનીય છે.
હસ્તિનાપુર નગરમાં બલરાજાને પ્રભાવતી નામે રાણી હતી ને સિંહ સ્વપ્નથી સૂચિત એવો મહાબલ નામનો પુત્ર હતો.
મહાબલને શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી ધર્મદેશના સાંભળીને વૈરાગ્ય થયો. દીક્ષા લેવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં મા-બાપે ના પાડી ને છેવટે તેનો રાજ્યાભિષેક થયો. રાજા બનેલ મહાબલકુમારને મા-બાપે મોહના કારણે દેખીને ખુશ થતાં “દીકરા, તારી શી આજ્ઞા છે?' તેમ પૂછતાં મહાબલે તરત જ રાજ્યકોષમાંથી ત્રણ લાખ સોનામહોર લઈને એક લાખ આપી પાત્રા, એક લાખ આપી ઓદ્યો અને એક લાખ હજામને બોલાવી આપી કહે કે મારા વાળ કપાવો. આ સાંભળી દીકરાની ઉત્કટ ભાવના જોઈ માબાપે તેમ કર્યું. ધામધૂમપૂર્વક ગુરુ મ. પાસે આવી દીક્ષા લીધી.
અને નિરતિચાર ચારિત્રનું પાલન કરીને પાંચમા બ્રહ્મ દેવલોકમાં દેવ થયો. ત્યાંથી અવીને વાણિજય ગામમાં ધનાઢ્ય શેઠને ત્યાં સુદર્શન નામે પુત્ર થયો.
એક વખત વાણિજ્ય પ્રામે મહાવીર પ્રભુ પધાર્યા. તેમને વાંદવા ગયો. પ્રભુજીએ દેશનામાં સુદર્શનને તેનો પૂર્વભવ કહેતાં જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું અને દીક્ષા સ્વીકારી ચૌદ પૂર્વધર થયા. કેવળજ્ઞાન પામી ભવનો અંત કરી મોશે પધાર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org