SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ ] [ જૈન પ્રતિભાદર્શન ( ચિલાતીપુત્ર ) ઉપશમ-વિવેક-સંવરના ત્રિસૂત્રો દ્વારા ભયાનક પાપોથી મુક્ત બની મુક્તિની વરમાળા પહેરતાં ચિલાતીપુત્રની આ વાર્તા પાપ–પાપવિમુક્તિની સુંદર સુક્તિ રજૂ કરે છે, લિતિપ્રતિષ્ઠિત નગરમાં યજ્ઞદેવ નામનો બ્રાહ્મણ જિનધર્મનો ભયંકર નિંદક હતો. તેને વાદ જીતવાની તલપ લાગી તેથી એક જૈન મુનિ સાથે વાદમાં ઊતર્યો તે હાર્યો. ત્યારે શાસનદેવીએ તેને પ્રતિબોધ્યો. દીક્ષા તો લીધી, પણ શરીરની શુશ્રુષા ન મળતાં તે ખિન્ન રહેતો. તેની સ્ત્રીએ તેને ધર્મથી વિચલિત કરવા કામણ-ટ્રમણ કરીને તેને માર્યો. પાછળથી તેણીને પશ્ચાતાપ થવાથી તેને પણ દીક્ષા લીધી. બંને જણા પાપની આલોચના કર્યા વિના મરીને સ્વર્ગમાં દેવ થયા. બ્રાહ્મણનો જીવ ત્યાંથી આવીને રાજગૃહી નગરીમાં ધના નામના શેઠની ચિલાતી નામની દાસીનો દીકરો થયો. ને તેનું નામ ચિલાતીપુત્ર રાખ્યું. ધન્ના શેઠને ત્યાં પાંચ પુત્રો ને એક પુત્રી થઈ. તે બ્રાહ્મણીનો જીવ હતો. તેને જોઈને ચિલાતીપુત્ર રમાડતો-કુચેષ્ટાં કરતો જોઈને શેઠે તેને હાંકી કાઢ્યો. તે જંગલમાં પલ્લીપતિ બન્યો. અનુક્રમે શેઠને ત્યાં જ ધાડ પાડવા ગયો અને તેને તેના મિત્રોને કહ્યું કે ધન તમારું અને જે શેઠની પુત્રી સુણીમા નામની છે તે મારી. આ પ્રમાણે કબૂલ કરીને ત્યાં ધાડ પાડી. પણ પોટલું લઈ જતાં જોઈને શેઠના કુટુંબીજનો જાગ્યા અને-પાછળ પડ્યા. ચોરો તો પોટલું છોડીને જતા રહ્યા પણ ચિલાતીપુત્ર સુસીમાને ઉપાડીને ભાગી જાય છે. પણ તેના શરીરના ભારના કારણે દોડી શકતો નથી. તેથી બચવા માટે સુસીમાનું ધડ શરીરથી અલગ કરીને દોડ્યો. પુત્રીને મરેલી જોઈને શેઠના કુટુંબીજનો રડ્યા. છેવટે મહાવીર પ્રભુની દેશનાથી વૈરાગ્ય પામી તેમને દીક્ષા લીધી. ચિલાતીપુત્ર આગળ જતાં એક સાધુ મને દેખે છે. તેમને ધર્મ જલ્દી બતાવવા કહ્યું. ઉપશમ-વિવેકસંવર કહી ચારણમુનિ “નમો અરિહંતાણં' કહી આકાશે ઉડ્યા. ચિલાતી તેનો અર્થ ગંભીરતાથી વિચારીને ત્યાં જ ધ્યાનમાં સ્થિર રહ્યો. જંગલી કીડીઓએ ભયંકર ઉપસર્ગ કર્યો તો યે તે ધ્યાનભંગ ન થયો. મરીને આઠમા દેવલોકમાં ગયો. ભુવનતિલક રાજકુમાર ) ગુરુના અવિનયથી ભવોભવની ભારે વેદના વેઠવી પડે છે...અને સૌ વચ્ચે અપમાનજનક સ્થિતિ મેળવવી પડે છે. જ્યારે ગુરુને કશો ફરક પડતો નથી હોતો તે તો એ અવિનય દ્વારા પણ આત્મકલ્યાણ સાધે છે. કુમાર ભુવનતિલકની અવિનયની ચરમ કક્ષા, પરિણામ અને અંતે પ્રાયશ્ચિત્ત દ્વારા આત્મકલ્યાણને આ સાધતી સત્યઘટના વાંચો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy