________________
અભિવાદન ગ્રંથ |
[ ૪૪૯
- કુસુમપુરના રાજા ધનંદને પદ્માવતી નામની રાણી અને ભુવનતિલક નામનો પુત્ર હતો. એકવાર રાજયસભામાં રત્નસ્થળના રાજા સમરચંદ્રના મંત્રીએ આવીને કહ્યું કે, અમારી રાજકન્યા એક વખત ઉપવનમાં ગઈ હતી. તેણે વિદ્યાધર કુંવરીઓના મુખે તમારા યુવરાજના ગુણગાન સાંભળી તેની ઉપર અનુરાગવાળી થઈ છે. તેથી રાજાએ મને વેવિશાળ માટે મોકલ્યો છે, તે સ્વીકારો.
રાજાએ તે સ્વીકારીને કુમારને જાન સાથે ત્યાં મોકલ્યો. રસ્તામાં સિદ્ધપુર નગરે પડાવ નાંખ્યો. કુંવર અચાનક બેભાન થઈ પડ્યો. વાચા બંધ થઈ ગઈ. મંત્રી વગેરેએ ઘણા ઉપચાર કર્યા પણ બધું નિષ્ફળ ગયું. ત્યારે પાસેના ઉદ્યાનમાં શુભ ભાવના ભાવતા એક મુનિરાજને કેવલજ્ઞાન થયું. ત્યાં દેવોએ કરેલા સુવર્ણકમલ ઉપર બેસીને દેશના આપે છે. મંત્રી-સામંત વિ. સાંભળવા ત્યાં જાય છે. દેશનાના અંતે કંઠીરવ નામના મંત્રીએ કુમારનું વૃતાંત પૂછ્યું ત્યારે જ્ઞાની બોલ્યા કે, ધાતકી ખંડના ભરતક્ષેત્રમાં ભુવનાગાર નગરે એ શિષ્ય પરિવાર સાથે રહેતા હતા. તેમાં એક દર્ધદત્ત નામનો શિષ્ય અતડાં સ્વભાવવાળો દુર્વિનીત રહેતો હતો. તેને આચાર્ય મ. વારંવાર શિક્ષા દેતા તેથી ગુરુ ઉપર ક્રોધ કરીને પીવાના પાણીમાં તાલપુટ વિષ નાંખ્યું અને તે વનમાં ભાગી ગયો; અને ભાગતા ભાગતા દુર્ગાનમાં મરીને નરકે ગયો.
આ બાજુ શાસનદેવીએ વિષવાળું પાણી જણાવાથી તે સાધુઓએ પાણી પરઠવી દીધું. નરકમાંથી નીકળીને તે કુશિષ્ય ઘણા ભવો ભમીને કોઈક સુકૃતના યોગે રાજકુમાર થયો છે. તેણે પૂર્વે આચરેલા સાધુઓના ઘાતથી તેની આવી દશા થઈ. આ વાત કુમારને મંત્રીએ સંભળાવતા તે ભાનમાં આવ્યો અને તરત દીક્ષા લીધી. માતા-પિતા પણ આ વાત જાણી હર્ષ પામ્યાં.
ભુવનતિલક મુનિરાજ ૧૦ પ્રકારનો વિનય કરી ૭૨ લાખ વર્ષ સુધી ચારિત્ર પાળી, કેવલજ્ઞાન પામી, કુલ ૮૦ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અંતે પાદપોપગમન અનશન કરી મોક્ષે સિધાવ્યા.
( દેવપાલ રાજા )
- પ્રભુ પૂજા..દેવપાલ જેવા ઢોર ચારનાર નોકરને પણ કયાં પહોંચાડે છે! તે સમજવા આ કથા વાંચવા જેવી છે, ને ત્યારે લાગશે કે પ્રભુ માટે બોલાએલી પંક્તિ સાચી જ છે : “અરિહંતના ધ્યાને અરિહંત બની જશો... જિનની ભક્તિ કરતાં કરતાં જિન બની જશો.”
અચલપુર નગરમાં જિનદત્ત શેઠ વસે છે. તે સિંહસેન રાજાનો માનીતો હતો. તેને દેવપાલ નામનો નોકર ઢોર ચારવાનું કામ કરતો. દેવપાલે એક વખત ઢોર ચારવા જતાં રસ્તામાં ભેખડમાં જિનપ્રતિમા દેખી. તેણે બહુમાનપૂર્વક નદીના સામેના કાંઠે નાની મઢુલીમાં પ્રતિમા પધરાવી. રોજ પૂજા કરવા લાગ્યો. પૂજા કરીને જ જમવું તેવો તેણે નિયમ લીધો.
એક વખત મુશળધાર વરસાદ વરસ્યો. સાત દિવસ સુધી તે ભૂખ્યો રહ્યો. પાણી ઊતર્યા પછી તે પ્રતિમાની પૂજા કરવા જતાં દેવ પ્રસન્ન થયા. ને દેવપાલને માગવાનું કહેતા તેને રાજ્ય માગ્યું. સાતમા [ દિવસે તેને રાજ્ય મળશે એ પ્રમાણે દેવ કહીને અદૃશ્ય થઈ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org