SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ ] [ જૈન પ્રતિભાદર્શન સાતમા દિવસે તે નગરનો રાજા મૃત્યુ પામ્યો ને પંચદિવ્ય કરતાં હાથણીએ તેની ઉપર કળશ ઢોળ્યો ને દેવપાલ રાજા બન્યો. હવે તેણે નદી કિનારે રહેલી પ્રતિમાને ધામધૂમપૂર્વક વિશાળ જિનમંદિર બનાવી પ્રતિષ્ઠા કરાવી અને ત્રણે કાળ પૂજવા લાગ્યો. ધર્મની આરાધનાપૂર્વક રાજા દેવપાળ અને તેની રાણી અરિહંતપદનું આરાધન કરતાં દેવપાલે તીર્થકર નામકર્મ બાંધ્યું. ત્યારબાદ સંયમ લઈ દીર્ધકાળ પાળી સ્વર્ગે ગયા. ( ધનસાર શેઠ ) ‘દાન દીન ન બનાવે” એ ઉક્તિને સાર્થક કરતી આ કથા છે. સંપત્તિનો સવ્યય જ દાન છે...! મોટાભાઈના દાનગુણની અનુમોદનાના બદલે નાનોભાઈ ઈર્ષાના અવગુણનો ભોગ બન્યો. બંનેને પોતાની પ્રવૃત્તિ પ્રમાણે પરિણામ મળે છે. વાંચો આ કથા ઈર્ષ્યા કરતા જરૂર અચકાશો. મથુરા નગરીમાં ધનસાર શ્રેષ્ઠી રહેતો હતો. ૬૬ ક્રોડ સોનામહોરનો માલિક હોવા છતાં મહાક્રુપણ એવો તે કોઈને દાન કરતો નહીં. ધીરે ધીરે શેઠની સર્વ સંપત્તિ ચાલી ગઈ પણ તેની ચિંતા કર્યા વગર, હિંમત કરીને વહાણની સફર કરી ઘણું દ્રવ્ય કમાયો, પણ પાછા વળતા કર્મવશાત્ વહાણ તૂટ્યું ને પાટીયું હાથમાં મલ્યું--અનુક્રમે એક વનમાં તે આવ્યો. તે વનમાં ભમતા ભમતા મુનિવરોને જોઈ ત્રણ પ્રદક્ષિણા કરી ને દેશનાના અંતે પૂછ્યું કે, હે ભગવન્! ક્યા કર્મે મારી લક્ષ્મી ચાલી ગઈ. ભગવંતે તેને પૂર્વભવ કહ્યો : ધાતકીખંડમાં ત્રંબકા નગરીમાં બે ભાઈઓ વસતા હતા. મોટો ભાઈ દાન આપતો ને નાનો ભાઈ આ દેખીને ઈર્ષ્યા કરતો. તે તેનાથી જુદો પડીને વેપાર ધંધો કરવા છતાં ફાવ્યો નહીં. મોટો ભાઈ દાન કરતો તેમ તેનું ધન વધવા લાગ્યું. તેથી ઇષ્યવશ થઈને નાનાભાઈએ રાજાને કાન ભંભેરણી કરી અને રાજાએ મોટાભાઈનું સઘળું ધન લઈ લીધું. નાનાભાઈનું કાવતરું જાણીને તેને દીક્ષા અંગીકાર કરી. પ્રાંતે કાળધર્મ પામીને મુનિ-મોટાભાઈ દેવલોકમાં ઉત્પન્ન થયા. આ બાજુ નાનાભાઈનું કારસ્તાન જગજાહેર થવાથી રાજાએ તેનો તિરસ્કાર કર્યો આથી તેને તાપસી દીક્ષા લીધી. મરીને અસરકાયમાં ઉત્પન્ન થયો. તે નાનો ભાઈ તું જ તારા કહેવાથી મોટાભાઈ રાજાએ લઈ લીધી. તેથી આ ભવમાં સર્વસંપત્તિ વિપત્તિમાં બદલાઈ ગઈ. આ પ્રમાણે પૂર્વભવ સાંભળીને તે શ્રેષ્ઠીએ ગુરુ મ. પાસે ચારિત્ર લીધું. આયુષ્ય પૂર્ણ કરીને ચાર પલ્યોપમ આયુષ્યવાળા દેવલોકમાં દેવ થયો. અનુક્રમે મહાવિદેહ ક્ષેત્રમાંથી મોક્ષે જશે. ( કેશરી ચોર ) | ‘સંગતિ જાય તે ગુણદોષ' એક ચોર મુનિનાં દર્શને વૈરાગ્યના શિખરે ચડવા લાગ્યો અને આખરે કેવળજ્ઞાન પામી ગયો. આ અજબ સિલસિલો આ કથાનકમાં વાંચવા મળશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy