________________
અભિવાદન ગ્રંથ |
[ ૪૨૩
---તો પણ નિશ્ચલ રહેલા કામદેવ શ્રાવકને જોઈને અતિ રોષે ભરાયેલ એવો તે દેવ ભયંકર એવા દૃષ્ટિવિષ સર્પનું રૂપ ધારણ કરે છે. કામદેવ શ્રાવકના શરીરને ભરડો લઈ તે સર્પ તેની દાઢો વડે છાતીમાં ડંખ મારે છે. આવા અનેકાનેક ઉપસર્ગો પછી પણ કામદેવ શ્રમણોપાસક તેના સમ્યક્ત્વ અને પ્રતિમાથી ચલાયમાન થઈ ન શક્યો ત્યારે તે દેવ પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થઈ કામદેવની પ્રશંસા કરે છે. તેના વ્રત-નિયમની અનુમોદના કરે છે.
---૩૫મિ. . ૨ સામાન્ય વિપત્તિ અને સમસ્યામાં પણ અરિહંત પરમાત્મા, પંચ મહાવ્રતધારી સાધુ કે જિનપ્રજ્ઞપ્ત ધર્મથી વિચલિત થતા વર્તમાન શ્રાવકો સામે કામદેવ શ્રમણોપાસકનું જીવન અને કવન દેઢ ધર્મશ્રદ્ધા અને પ્રતિમાની નિશ્ચલતાનું દર્શન કરાવી જાય છે.
---નંદીષેણ મુનિ આત્મહત્યાના પ્રયત્નોમાં નિષ્ફળ ગયા, ચારણ મુનિએ બે વખત આત્મહત્યા કરતા તેને રોક્યા ત્યારે ગુરુચરણમાં વેષ સમર્પિત કરી વેશ્યાના ગૃહે જતાં પૂર્વે અભિપ્રહ ધારણ કરે છે કે મારે દરરોજ દશ-દશ મનુષ્યને પ્રતિબોધ પમાડવા, એક પણ ઓછો રહે અને બોધ પામી દીક્ષા અંગીકાર ન કરે ત્યાં સુધી ભોજન અને પાન કરવું નહીં, અંડિલ-માત્રુ (ઝાડો-પેશાબ) પણ ન કરવા, તેમ જ પ્રતિબોધ પામેલાને મારે જાતે દીક્ષા ન આપવી કારણ કે ગુરુનો જેવો વેષ હોય તેવો જ શિષ્યનો થાય છે. પ્રેમપાશથી બંધાયેલા નંદીષેણે ચારિત્રત્યાગ કર્યો હોવા છતાં શાસ્ત્રમાં કહેલું છે તેવું શ્રાવકપણે પાળે છે, દરરોજ દશ કે તેથી અધિકને પ્રતિબોધ કરી સંવિજ્ઞ ગુરુ પાસે દીક્ષા લેવા મોકલે છે......જયારે છેલ્લે દુર્મુખ સોની બોધ નથી પામતો ત્યારે પુનઃ દીક્ષા અંગીકાર કરી, કર્મ ખપાવી મોક્ષે જાય છે.
---महानिशीथ सू. ८६५ से ८८४ આ દસ્તૃત સમ્યફદર્શન-દઢ શ્રદ્ધામાં શિખર સમાન છે. મોહને પ્રેમવશ થયેલો મનુષ્ય વેશ્યાના રંગરાગમાં પણ શ્રાવકપણું અને બીજાને ધર્માભિમુખ કરવાના અભિગ્રહની દઢતામાં જો ખાવું-પીવું-સંડાસપેશાબ આદિ રોકી શકતો હોય તો સામાન્ય ગૃહસ્થધર્મી માટે તે કેટલું અનુકરણીય છે તે દર્શાવતી દીવાદાંડી સમાન આ પ્રસંગ છે.
* શ્રાવક અને તત્ત્વજિજ્ઞાસા :---પછી તે પ્રદેશી રાજાએ કેશી શ્રમણ પાસે બેસી પૂછ્યું : હે ભગવંત! તમારા શ્રમણ નિર્ઝન્થોમાં એવી સમજ છે, એવી પ્રતિજ્ઞા છે, એવી દૃષ્ટિ છે, એવી રુચિ છે, એવો હેતુ છે, એવો ઉપદેશ છે, એવો સંકલ્પ છે, એવી તુલા છે, એવું માન છે, એવું પ્રમાણ છે અને એવું સમોસરણ છે કે--- “જીવ જુદો છે અને શરીર જુદું છે?''
---જો એમ હોય તો મારો દાદો મરણ પામીને કોઈ નરકમાં નૈરયિક થયો હોય ને?.....મારા પર અપાર પ્રીતિવાળો દાદો મને આવીને કેમ સમજાવતો નથી કે પાપકર્મના યોગે નરકની આવી ભયંકર યાતના વેઠવી પડે?......
---જો એમ હોય તો મારી દાદી શ્રમણોપાસિકા હતાં....સ્વર્ગમાં દેવી થવાં જોઈએ ને?હું મારી દાદીનો વહાલો પૌત્ર હતો, તે કેમ આવીને કહેતાં નથી કે તું પણ ધાર્મિક થજે.
---રાવપfa . દફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org