________________
૪૨૨ ]
[ જૈન પ્રતિભાદર્શન
માતા-પિતા, નગરજન, રાજા બધાના વિરોધ વચ્ચે અર્જુન માળીના ઉપસર્ગની પરવા કર્યા સિવાય ધર્મશ્રવણ માટે જવું.'
---મંતનE. 1 ૬, મM. ૨, સૂત્ર ર૭ “અહી શ્રાવકનું જ્ઞાન અને ધર્મશ્રવણ માટે ગમે તેવા ઉપસર્ગોની વચ્ચે પણ જવાની મનોવૃત્તિ'' આજના શ્રાવક માટે કેટલી બધા દિશાસૂચક છે.
ધન્યકુમાર બત્રીશમાળ ઊંચા અને શ્રેષ્ઠ મહેલમાં રહે છે, બત્રીશ ઉત્તમ કન્યા સાથે પાણિગ્રહણ થયું છે, અનેક સેંકડો સ્તંભથી યુક્ત પ્રધાન ભવનમાં વાદ્યોના નાદ સાથે દેવની માફક ભોગ ભોગવતો રહે છે. ભગવંત સહસ્ત્રભુવન ઉદ્યાનમાં પધાર્યા. (ધન્યકુમાર) જમાલિકુમારની માફક ઠાઠથી પગે ચાલીને નીકળે, ધર્મદેશના શ્રવણ કરે, વૈરાગ્યવાન થાય અને દીક્ષા લેવાની ઇચ્છા થાય.”
---ગો . 1 રૂ, અધ્ય. ૧, સૂ. ૧૦ અહીં ઋદ્ધિસંપન્ન અને ભોગમગ્ન યુવાન શ્રમણોપાસક પણ પગે ચાલીને ધમદશના શ્રવણ કરવા જાય તેમ જ દેશનાને અંતે વૈરાગ્યભાવ જાગૃત થાય તે વાતનું નિદર્શન છે.
* શ્રાવક અને ધર્મશ્રદ્ધા --- “તુંગિકા નગરીમાં ઘણા શ્રાવકો રહેતા હતા, અઢળક ધનવાળા, દેદીપ્યમાન, રહેવાના મોટા આવાસો, પુષ્કળ બળદગાડાં-વાહનો-ધન-સોનુ-રૂપું-વ્યાપાર-વાણિજય....બીજા માણસોની અપેક્ષાએ અનેક રીતે ચઢિયાતા હોવા સાથે જીવ-અજીવના સ્વરૂપને સારી રીતે જાણનારા, આસવ-સંવર આદિ તત્ત્વોને સમજનાર હેય-ઉપાદેયના જ્ઞાતા હતા.”
તેઓ નિર્ગસ્થ પ્રવચનમાં એવા ચુસ્ત હતા કે સમર્થ દેવો, અસુરો, નાગો, જ્યોતિષ્કો, યક્ષો, રાક્ષસો, કિન્નરો વગેરે સર્વે દેવો પણ તેઓને નિર્ઝન્ય પ્રવચનમાંથી કોઈ પણ રીતે ચલાયમાન કરી શક્તા નથી. તેઓ નિર્ગસ્થ પ્રવચનમાં શંકા અને વિચિકિત્સા વિનાના હતા. શાસ્ત્રના અર્થોને જાણતા હતા. ચોક્કસતાપૂર્વક ગ્રહણ કર્યા હતાં, સંદેહવાળાં સ્થાનો પૂછીને અર્થને નિર્ણાત કર્યા હતાં....કહેતા હતા કે, “હે ચિરંજીવ! આ નિર્ચન્જ પ્રવચન એ જ અર્થ અને પરમાર્થરૂપ છે--બાકી બધું જ સર્વ અનર્થરૂપ છે...'
--જા. શ. ર, ૩-૬, સૂત્ર 93. આ વર્ણન શ્રમણોપાસ કની કૃદ્ધિ સંપન્નતા-વિપુલ વ્યાપારની વચ્ચે પણ ધર્મજ્ઞાન, સ્વાધ્યાય અને ચુસ્ત રદ્વાળુપણું કે જેને દેવો પણ ચલિત ન કરી શકે તેવી પ્રતિભા આજના શ્રાવકની અન્યમતપ્રતિ સન્મુખ સચોટ લાલ બત્તી ધરે છે.
કામદેવ શ્રમણોપાસકના વર્ણનમાં.... અતિ ધનાઢ્ય એવા શ્રાવકનું વર્ણન છે. કામદેવે ભગવંતની વાણી - રવણ કરી શ્રાવકધર્મ અંગીકાર કર્યો છે. બાર વ્રતધારી અને શુદ્ધ સમ્યત્વધારક આ શ્રાવક કાલા રે શ્રાવકની પ્રતિમા અંગીકાર કરી વિહરી રહ્યો છે. એક વખત મધ્યરાત્રીએ એક દેવ તે ચલાયમાન કરવા ભયંક- પિચાશનું રૂપ વિકુર્વે છે (આ પિશાચનું વર્ણન જો શાસ્ત્રમાંથી વાંચવામાં આવે તો તેને જોતાં જ હાંજા ગગડી જાય તેવો ભયંકર લાગે છે). પૌષધોપવાસ વ્રત ખંડિત કરવા ઘણા ઉપસમાં કરે છે. એ ભયંકર ઉપસર્ગોમાં પણ નિર્ભીક અને સ્થિર જોઈને, મદોન્મત્ત હાથીનું રૂપ લે છે. પગ તળે કચડી નાંખવાની ધમકી આપે છે. સૂંઢ વડે આકાશમાં ઉછાળે છે, દંતશૂળોથી પ્રહાર કરે છે.
--
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org