________________
અભિવાદન ગ્રંથ ]
[ ૪૨૧ ( પ્રતિબિંબિત થશે તો પછી શ્રી ગણધર ગુંફિત અને પરમાત્મ-પ્રરૂપિત આગમ-શાસ્ત્રોમાં દૃષ્ટિમાન થતાં ] શ્રાવક-શ્રાવિકાના જીવન-કવનના અંશોને શા માટે પુનઃ લિપિબદ્ધ ન કરવા?
સામાન્ય રીતે આગમ અને શ્રાવક શબ્દની સહવિચારણાના અવસરે “ઉપાસવરશા” નામક આગમ જ સૌના મુખે રમતું આવે; પણ જો શ્રાવક-પ્રતિભા-દર્શન જ કરવું હોય તો આવા એક નહિ પણ અગિયાર આગમોનો હવાલો આપી શકાય.
શ્રાવક :–આ શબ્દ શ્રાવક-શ્રાદ્ધ આદિ પર્યાયરૂપે પ્રચલિત છે પણ શાસ્ત્રીય રીતે તેનું શ્રમણોપાસક' નામાંકન થયેલ છે, જે અતિ સાર્થક છે. શ્રમણની પર્યાપાસના કરે તે જ શ્રમણોપાસક અથવા શ્રાવક. ૪૫ આગમોમાં આવા અનેક શ્રાવક-શ્રાવિકાનાં જીવન અને કવનનું દર્શન થાય છે, જેવા કે શ્રેણિક, નાગીલ, શંખ, આનંદ, કામદેવ, ઋષિભદ્રપુત્ર, સુબાહુ વગેરે.... સુલસા, જયંતિ, રેવતી, ધારિણી, દ્રૌપદી, સુભદ્રા વગેરે.
“આગમસ્થ શ્રાવક-શ્રાવિકા” કિંચિત્ ઝલક ૪૫ આગમ દોહન કરીએ તો શ્રાવક-શ્રાવિકા જીવનદર્શન કરાવતી અનેકાનેક ઝલકો ઊડીને આંખે વળગે છે. અહીં માત્ર નમૂનારૂપ દષ્ટાંતોને ભિન્ન-ભિન્ન દૃષ્ટિબિંદુથી નિર્દેશેલ છે.
* શ્રાવક અને ધર્મશ્રવણ :–“શ્રાવક' શબ્દ જ શ્રવણને આધારે બનેલ છે. ““ધર્મ શ્રવણ કરે તે શ્રાવક'. પ્રાયઃ બધાં જ આગમોમાં પર્ષદા ધર્મ સાંભળવા આવી એવો ઉલ્લેખ આવે છે તેમાં શ્રાવકની ધર્મપ્રતિભા ઝળકતી હોય અને આજના શ્રાવકને પ્રેરણા મળે તેવા નિર્દેશો પણ મળે છે.
“તુંગિકા નગરીના શ્રમણોપાસક પરસ્પર એકબીજાને વાત કરે છે. પાર્શ્વનાથના શિષ્ય સ્થવિર ભગવંતો યથાપ્રતિરૂપ અવગ્રહ ધારણ કરીને વિચરે છે....આપણે સ્થવિર ભગવંતની પર્યાપાસના કરીએ. એ કાર્ય આપણને આ ભવ અને પરભવમાં હિતરૂપ છે તથા પરંપરાએ પણ કલ્યાણરૂપ થશે......બધાં એક સ્થાને મળે છે. પગે ચાલીને શહેરના મધ્યભાગમાંથી નીકળે છે. સ્થવિર ભગવંત પાસે આવી પાંચ અભિગમ સાચવે છે તે આ પ્રમાણે–સચિતદ્રવ્યનો ત્યાગ, અચિત દ્રવ્ય સાથે રાખવાં, એક શાટિક ઉત્તરાસંગ, સ્થવિર (ગુરુ) ભગવંતને જોતાં જ હાથ જોડવા, મનની એકાગ્રતા રાખવી. સ્થવિર ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દઈ સ્થવિર ભગવંત પાસે ધર્મોપદેશ સાંભળે. પોતાની શ્રમણોપાસકતા વડે આજ્ઞાનું આરાધન કર્યું. ધર્મ સાંભળી, હૃદયમાં અવધારી સંતુષ્ટ અને વિકસિત હૃદયવાળા થયા......”
–ા . શ.-૨, ૩. ૬ સૂત્ર રર-૧ ૨ ૩ આટલી સામાન્ય વાતમાં ગુરુભગવંત પાસે શ્રાવક કઈ રીતે જાય, કેટલું બહુમાન હોય, કેવી વિધિ સાચવે, ધર્મશ્રવણ પછી શ્રાવકની આનંદિતતા....કેટલી બધી ઉત્તમતા જણાવી દીધી !
અર્જુનમાળીનો ઉપદ્રવ... ભગવંતનું રાજગૃહ નગરે આગમન....સુદર્શન શ્રમણોપાસકનું વર્ણનસુદર્શન શેઠ જીવ-અજીવના જ્ઞાતા હતા, શ્રાવકધર્મની મર્યાદાનું પાલન કરતા હતા. ભગવાન પધાર્યા છે ત્યારે મનોમન સંકલ્પ-જેના નામગોત્રનું શ્રવણ કરવાથી પણ મહાફળની પ્રાપ્તિ થાય છે તો તેનાં દર્શન કરવાથી તેમ જ તેના દ્વારા પ્રરૂપિત ધર્મનો વિપુલ અર્થ ગ્રહણ કરવાથી જે લાભ થાય તેને K પૂછવું જ શું?' ૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org