________________
૪૨૦ ]
[ જૈન પ્રતિભાદર્શન
કરવાની ઈચ્છા જાગી. સિદ્ધાચલજી યાત્રા અને પર દર્શન માટે અભિનવ પ્રકારે એક પુસ્તિકાનું પ્રાગટ્ય અતિ લોકપ્રિય બન્યું. સ્તવન આદિ ભક્તિસાહિત્ય જોતા એક નવો વિચાર સ્ફર્યો. ચૈત્યવંદનનો સંગ્રહ આજપર્યન્ત જોવા મળેલ નથી. સંયમયાત્રાના ભાગરૂપે વિચરણ કરતા ધોરાજીથી રાજસ્થાન જઈ મધ્યપ્રદેશના વિહારપર્યન્ત એક જ કામ કર્યું. જ્યાં ગયા ત્યાં જ્ઞાનભંડારો જોવા, ચૈત્યવંદન સંગ્રહ કરતા રહ્યાં. ફાઈલો તૈયાર થતી ગઈ, વિભાગીકરણો કરાયાં અને ચૈત્યવંદનોના એન્સાઈકલોપીડિયા જેવો છ૭૯ ચૈત્યવંદનોનો સંગ્રહ બહાર પડાયો.
જાપ સાહિત્ય-ભક્તિ સાહિત્ય-વ્યાકરણ સાહિત્ય-વ્યાખ્યાન સાહિત્ય પછી વિરામ ચાલતો હતો. પછી તો સાહિત્યની એક નવી દુનિયામાં પ્રવેશ થયો. “સમાધિમરણ' –-સાધુ-સાધ્વી અંતિમ આરાધના, શ્રાવક અંતિમ આરાધના જેવાં મૃત્યુ સુધારણા વિષયક સાહિત્યનો પણ પ્રાદુર્ભવ થયો.
દ્રવ્યાનુયોગના ભાગરૂપે તત્વાર્થસૂત્ર ઉપર નજર પડી. જૈનોના ચારે ફિરકામાં માન્ય એવા આ ગ્રન્થને વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં ઢાળવાની વિચારણા કરી અગેમ થયેલ માનસિક આયોજનને મૂર્તસ્વરૂપ અપાતા દશ વિભાગોમાં જળ્યું દ્રવ્યાનુયોગ સાહિત્ય “તત્ત્વાર્થાધિગમ સૂત્ર-અભિનવટીકા” તત્ત્વાર્થની કારિકાનું મનન કરતા જણાયું કે આમાં તો પ્રતિજ્ઞા કરાઈ છે કે આ સૂત્ર આગમોક્ત વાણી જ છે. વિચાર સ્ફર્યો- ચાલો તત્ત્વાર્થ અને આગમોનો સંબંધ વિચારીએ....અને તત્ત્વાર્થસૂત્રના આગમ સંદર્ભો તૈયાર થઈ ગયા.
આ આગમ સંદર્ભે એક જિજ્ઞાસા જગાડી. આગમો ઉકેલવાની. ૪૫ આગમ પૂજા-પૂજન-સ્વાધ્યાય આદિનો વિચાર કરતા ૪૫ આગમ અલગ અલગ પુસ્તકોમાં મુદ્રિત થયાં. પ્રસ્તુતીકરણમાં વૈવિધ્ય અને ઉપયોગિતા મૂલ્યમાં વૃદ્ધિ કરતાં પદચ્છેદ આદિ વિભાગોની પ્રચુર પ્રશંસાએ ગુજરાતી અનુવાદ માટેની પ્રેરણા મળી.
આ રીતે ૧૮ વર્ષના દીક્ષાપર્યાયમાં ૧૮૫ પ્રકાશનો રજૂ થયાં જેમાં ફક્ત ગુજરાતી કે હિન્દી જ નહીં પણ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની પણ પ્રબળતા રહી. લેખન-સંશોધન-સંપાદન–અનુવાદ આદિ સ્વરૂપે ચાર-ચાર ભાષામાં કાર્ય થયાં અને ૧૮૫ પ્રકાશનો બહાર મુકાયાં. પૂજ્યશ્રીનો પુરુષાર્થ ખરેખર દાદ માંગી લે છે.
સંપાદક
ભૂમિકા –વીર પરમાત્માના શાસનમાં વર્તમાન કાળે ઉપલબ્ધ એવાં ૪૫ આગમોમાં અંકિત થયેલી શ્રમણોપાસક-શ્રમણોપાસિકાની યશોજ્જવલ ગાથાનું ચિંતન કરતાં થયું કે વર્તમાન શ્રાવકશ્રાવિકાની યશોગાથામાં જાગૃત કે અજાગૃતપણે પ્રસંશા, સ્વપક્ષપ્રશંસા કે સ્વભક્તપ્રશંસાનું તત્ત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org