SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૪૧૯ આગમકાલીન શ્રાવક-શ્રાવિકા -જીવન અને કવન –આગમદિવાકર મુનિ દીપરત્નસાગરજી મહારાજ | વર્તમાનયુગની વિભિન્ન પ્રતિભાનાં દર્શન પૂર્વે આગમકાળમાં વર્ણિત એવાં શાસ્ત્રીય-સચોટ-વૈયક્તિક માન્યતાના હસ્તક્ષેપ રહિત દૃષ્ટાન્તો અને ઉપનય થકી આપણી પૂર્વકાલીન પ્રતિભાનું સમ્ય--દર્શન વાચકો સમક્ષ રજુ કરતો આ લેખ છે. જેમાં શ્રાવકોની ધર્મશ્રદ્ધા, ઘર્મશ્રવણ, તત્ત્વજિજ્ઞાસા, વ્રતનિયમ, ચારિત્રરોગ, જીવનશૈલી, વિનય, ગોચરીભક્તિ, માતૃભક્તિ, ઋદ્ધિ જેવા મુદ્દાઓને સ્પર્શીને આપણા આગમોમાં કથિત થયેલી સંપૂર્ણ સત્ય ઘટનાનું નિદર્શન છે. આગમો એટલે માત્ર “શાસ્ત્રો” કે “સાધુની આચારપ્રણાલી' જ છે તેમ ન વિચારતા; શ્રાવક-શ્રાવિકા અર્થાત્ ગૃહસ્થજીવનની વિભિન્ન બાબતોનો પણ સ્પષ્ટલ્લેખ આગમોમાં દષ્ટિગોચર થાય છે. તેની એક આછેરી ઝલક દ્વારા “શ્રાવક પ્રતિભાદર્શન'રૂપી યાત્રિક ટ્રેઈનના ‘એન્જિન' જેવું પ્રતિપાદન કરતો આ લેખ બહુ થોડા મુદ્દામાં શ્રાવકજીવનની આચાર-વિચાર-વર્તન-વ્યવહાર આદિ પ્રણાલી રજૂ કરે છે, બીજી ભાષામાં કહીએ તો શ્રાવકજીવનના માત્ર ધાર્મિક જ નહીં પણ આર્થિક-સામાજિક-કૌટુમ્બિક-રાજકીય આદિ અનેકવિધ પાસાની પરિભાષાને ઉકેલી જતો આ લેખ છે. આ લેખના લેખક આગમોઢારક સાગરાનંદસૂરીશ્વરજી મ.ના સમુદાયના પૂ. મુનિશ્રી દીપરત્નસાગરજી પૂર્વાશ્રમમાં કોલેજના પ્રોફેસર રહી ચૂકયા છે. આધુનિક શિક્ષણની અનેક ડીગ્રીઓનો નીચોડ તેમની વર્તમાન સાહિત્યસેવામાં ઝળકી રહ્યો છે. મુનિશ્રીએ દીક્ષાપર્યાયના પ્રથમ વર્ષે જોયું કે “નમસ્કાર મહામંત્રના નવલાખ જાપની પ્રતિજ્ઞા અનેક સાધુભગવંતો કરાવે છે. પણ તેની નોંધ સરળતાથી અને ચોકસાઈપૂર્વક થઈ શકે તે હેતથી ૯૦૦૦ ખાનાવાળી નોંધપોથી બનાવી સાહિત્ય ઈમારતની પહેલી ઈટ મૂકી. પછી શ્રાવકનાં બાર વ્રતો લેવા માટે “ખાલી જગ્યા પૂરો” જેવી અતિ સરળ પદ્ધતિવાળા પુસ્તકનો જન્મ થયો. માત્ર ચાર વર્ષના સંયમપર્યાયમાં “અભિનવ હેમ લઘુપ્રફિયા' જેવા દળદાર ગ્રન્થ સાહિત્ય ઈમારતના મજલા ચણી દીધા. જાપ સાહિત્યમાંથી બીજું કદમ સીધું જ વ્યાકરણ સાહિત્ય તરફ ગયું અને ગુજરાતી ભાષાના માધ્યમે પ્રક્રિયામમાં સિદ્ધહેમ શબ્દાનુશાસન અનેક સંદર્ભો સહિત ઉપલબ્ધ કરાવ્યું. પછી તો સાહિત્યમાં પ્રવેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy