SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ ] [ જૈન પ્રતિભાદર્શન ---આવા અનેક પ્રશ્નોત્તર રાજા કરે છે, એ હતી શ્રાવકની તત્ત્વજિજ્ઞાસા. અને કયાં આજના શ્રાવકો કે જે કાનને ગમે તેવી વાતો માટે વક્તાને આશ્રીને વ્યાખ્યાનશ્રવણ કરવા તો જાય છે પણ તત્ત્વજિજ્ઞાસા સંતોષવા વિદ્વાન પાસે જતા નથી. ---ત્યારબાદ જે જયંતિ શ્રાવિકા ભગવાન મહાવીરની વાણી સાંભળી, અવધારી, હૃષ્ટ-તૃષ્ટ થઈ, ભગવંતને વંદન કરી, નમીને પૂછે છે કે–જીવો શાથી ગુરુપણું--ભારેકર્મીપણું પામે છે! જીવોનું ભવસિદ્ધિકપણું સ્વભાવથી છે કે પરિણામથી? સર્વે ભવસિદ્ધિકો મોક્ષે જશે કે નહીં? જો સર્વે ભવસિદ્ધિકો મોક્ષે જશે તો લોક ભવસિદ્ધિક જીવોથી રહિત થઈ જશે?...ઇત્યાદિ. ---. શ. ૧૨, ૩. ૨, p. ૬૨૬ આજના સામાયિકમંડળોમાં જતાં શ્રાવિકા માટે આ જયંતિ શ્રાવિકાના પ્રશ્નો એ તત્ત્વજિજ્ઞાસાની અનોખી પ્રતિભાનું દર્શન કરાવીને ગુરુ પર્યાપાસના માટેનો ઉત્તમ રાહ ચીંધે છે. * શ્રાવક અને ચારિત્રરાગ :---ત્યારે વિષયોથી વિરક્ત અને સંયમ-આસક્ત મૃગાપુત્રે માતાપિતાને જઈને આમ કહ્યું---મેં પાંચ મહાવ્રત સાંભળ્યાં છે. તિર્યંચ યોનિ અને નરકમાં દુ:ખે છે તેમ સાંભળેલ છે. હું સંસારરૂપ સાગરથી વિરક્ત થયો છું. હું પ્રવ્રજયા લઈશ. મને સંમતિ આપો. હું ભોગ ભોગવી ચુક્યો છું. તેઓ વિષફળની જેમ અંતે કટુ પરિણામવાળા છે અને નિરંતર દુઃખદાયી છે. આ શરીર અનિત્ય છે, અપવિત્ર છે. શરીરનો મને મોહ નથી, તેમાં આનંદ નથી. ..આપની સંમતિથી જરા અને મરણની બળતા આ લોકમાંથી સારભૂત એવા આત્માને હું બચાવી લઈશ...(જ્યારે માતા-પિતા શ્રમણજીવનની દુષ્કરતા અને કઠોરતા સમજાવે છે ત્યારે મૃગાપુત્ર કહે છે કે, તમે જે કહ્યું તે ઠીક છે પણ સંસારમાં જેની તૃષ્ણા મરી ગઈ તેને માટે કંઈ દુષ્કર નથીનરક વગેરે ચાર ગતિરૂપ પરિણામવાળા જરા-મરણરૂપ ભયના સાગર સંસારમાં ભયંકર જન્મ-મરણ સહ્યાં છે... ---ઉત્ત. સ. ૧૬ (આ રીતે ખૂબ સુંદર સંવાદ માતા-પિતા અને મૃગાપુત્ર વચ્ચે ચાલે છે જે ખરેખર મનનીય છે. ચારિત્રની તીવ્ર ઝંખના અને ચારિત્ર જ સાચું છે. તે સિવાય બધું જ મિથ્યા છે તે વાત આ શ્રાવકપુત્રના જીવનમાં વણાઈ છે.) --પરમાત્માના મુખેથી દ્વારિકા નગરીનો વિનાશ થવાની વાત જાણે છે ત્યારે શ્રીકૃષ્ણ વાસુદેવ વિચારે છે કે--હું અધન્ય છું, પુણ્યહિન છું, રાજ્યના અંતઃપુરમાં મનુષ્યજીવન સંબંધી કામભોગોમાં આસક્ત છું...દીક્ષિત થવા માટે સમર્થ નથી. દ્વારિકા નગરીમાં ઉદ્દઘોષણા કરાવે છે કે અરિહંત પરમાત્મા અરિષ્ટ નેમિ પાસે જેઓ મુંડિત થઈ પ્રવ્રજિત થવાની ભાવના રાખતાં હોય તે બધાંને કૃષ્ણ વાસુદેવ આજ્ઞા આપે છે. તેની પાછળ જે કોઈ નિરાશ્રિત હશે તેને માટે કૃષ્ણ વાસુદેવ યથાયોગ્ય આજીવિકાનો પ્રબંધ કરશે અને દીક્ષા લેનારનો મહાન ઋદ્ધિ સત્કારપૂર્વક દીક્ષા મહોત્સવ ઊજવશે. ત્યાર પછી પદ્માવતીદેવી અહંત અરિષ્ટનેમિ પાસે ધર્મકથા સાંભળી તેને હૃદયંગમ કરી આનંદવિભોર બની ગઈ, સંતુષ્ટ થઈ યાવત્ પ્રસન્ન થઈ, વંદન-નમસ્કાર કરી કહે છે કે, હે ભગવન્! હું નિર્ચન્જ પ્રવચન પર શ્રદ્ધા રાખું છું. આપ જે કહો તે સત્ય છે. કૃષ્ણ વાસુદેવની આજ્ઞા પામી હું દીક્ષા ગ્રહણ કરીશ.... કૃષ્ણ વાસુદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy