SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૨૫ ભગવને ત્રણ પ્રદક્ષિણા દઈ કહે છે, આ પદ્માવતી મારી પટ્ટરાણી છે. મારા માટે ઇષ્ટ છે, કાન્ત છે, પ્રિય ] છે, મનોજ્ઞ છે, શિષ્યાના રૂપમાં આપને ભિક્ષા આપું છું. આપ શિધ્યારૂપ આ ભિક્ષાનો સ્વીકાર કરો. ---अन्तकृतदशावर्गः५ अ. १ આ સમગ્ર કથનમાં શ્રીકૃષ્ણ અને તેની પટ્ટરાણીનો ચારિત્રરોગ પ્રતિબિંબિત થાય છે. દીક્ષા લેનારના ભાવો અને ન લઈ શકનારની મનોવ્યથાનું કવન આજના શ્રાવકો માટે પ્રેરક પ્રતિભારૂપ છે. શ્રાવક તેને જ કહેવાય જેને આવો ચરિત્રરાગ હોય અને ચારિત્રગ્રહણ ન થઈ શકવાનું અહર્નિશ દુઃખ હોય. ---ત્યારે સાવધાન થયેલી બ્રાહ્મણી જણાવે છે કે અરે! રક્ષણ વગરની એવી મને તમે ઝેરી સર્પના ડંખ ન અપાવો, નિર્જલ નદીમાં મને ઊભી ન રાખો, દોરડા વગરના સ્નેહપાશમાં જકડાયેલી મને મોહમાં ન સ્થાપો, કેમકે આ મારાં પુત્ર, પુત્રી, ભત્રીજાઓ છે, આ જમાઈ છે, આ માતા-પિતા છે, આ મારા ભર્તાર છે. આ મને ઇષ્ટ પ્રિય મનગમતા કુટુમ્બીવર્ગ, સ્વજનો, મિત્રો, બન્ધવર્ગ, પરિવારવર્ગ છે તે અહીં પ્રત્યક્ષ જ ખોટા માયાવાળા છે.......ઈષ્ટ, મિષ્ટ, પ્રિય, સ્નેહી, કુટુમ્બીજન વગેરે ત્યાં સુધી જ સંબંધ રાખે છે કે જ્યાં સુધી તે દરેકનો પોતાનો સ્વાર્થ સધાય છે. પોતાના કાર્યની સિદ્ધિના વિરહમાં ન કોઈ કોઈની માતા, ન કોઈ કોઈના પિતા... ન કોઈ કોઈના ઈષ્ટ, મિષ્ટ, પ્રિય, કાન્ત, કુટુમ્બી, સ્વજનવર્ગ, મિત્ર, બંધુ પરિવાર છે......ધર્મ એ જ ધન, ઇષ્ટ, પ્રિય, કાન્ત, પરમાર્થ હિતકારી, સ્વજનવર્ગ, મિત્ર, બંધુ છે....આ સંયમ ધર્માનુષ્ઠાનથી કોઈ પણ અન્ય વસ્તુ દુષ્કર નથી અર્થાત્ તેનાથી સર્વ વસ્તુની સિદ્ધિ થાય છે. ---RI. સ. 1, રૂ. ૨, ૪. ૨૪૪૪ આ સમગ્ર કથાનકમાં તે બ્રાહ્મણી શ્રાવિકાના મનોગત ભાવોમાં સંસારના સગપણનું સ્વાર્થીપણું અને સંયમધર્મની ઈતા થકી ચારિત્રનો રાગ દર્શાવે છે. * શ્રાવક અને ભગવદ્ વિનય –ભંભસાર પુત્ર કોણિક રાજાને સંદેશવાહક પાસેથી પરમાત્મા મહાવીર પધાર્યાના સમાચાર મળ્યા....એવા રાજા આદરથી જલદીથી ચંચળ થઈ સિંહાસન ઉપરથી ઊઠ્યા. ઊઠીને નીચે ઊતરીને શ્રેષ્ઠ વૈર્ય, રિષ્ટ તેમ જ અંજન નામનાં રત્નોથી જડિત, ચમકતી, મણિરત્નથી શોભિત પાદુકાને પગમાંથી ઉતારી, પાંચ રાજચિહ્નોનો ત્યાગ કર્યો તે આ પ્રમાણે--તલવાર, છત્ર, મુકુટ, પાદુકા અને ચામર પછી ફાટ્યા તથા સીવ્યા વિનાનું એક ઉત્તરીય વસ્ત્ર ધારણ કર્યું. અંજલીપુટ કરીને જે દિશામાં ભગવાન બિરાજમાન હતા તે તરફ સન્મુખ સાત-આઠ પગલાં આગળ ગયા. ડાબો ઢીંચણ ઉપર રાખ્યો, જમણો ઢીંચણ જમીન ઉપર રાખ્યો અને પોતાના મસ્તકને જમીન ઉપર નમાવ્યું. નમાવ્યા પછી થોડા નમ્ર થયા....હાથ ઊંચા કરી, મસ્તકે અંજલી કરીને કહ્યું, અરિહંત ભગવંતોને નમસ્કાર હો.....શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર હો... મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક એવા પ્રભુને હું વંદન કરું છું..... -સૌષતિજ સૂત્ર-૧ર –પ્રતિભાવંત ગણાતા શ્રાવકો પણ તીર્થસ્થળે જતાં જ્યારે પહેલાં ભોજનશાળા, ધર્મશાળાની સગવડ વિચારે છે તેમના માટે કે સંઘયાત્રાર્થે નીકળેલા વાહનવિહારી શ્રાવકો માટે એક ઉચ્ચતમ આદર્શ અહીં કૌશિક રાજા-શ્રાવક સ્વરૂપે પ્રતિબિંબિત કરી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy