SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ ] [ જૈન પ્રતિભાદર્શન –તે દેવાનંદા બ્રાહ્મણી પણ ધાર્મિક યાન પ્રવરથી નીચે ઊતરે છે. ઊતરીને ઘણી કુલ્ક દાસીઓ ને યાવત માન્ય પુરુષના સમૂહથી પરિવૃત થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસે પાંચ પ્રકારના અભિગમ વડે જાય છે. તે આ પ્રમાણે–સચિત દ્રવ્યનો ત્યાગ કરવો, અચિત દ્રવ્યનો ત્યાગ ન કરવો, વિનયથી શરીરને અવનત કરવું, ભગવંતને ચક્ષુથી જોતાં અંજલી કરવી, મનની એકાગ્રતા રાખવી..... ત્યાં આવીને ભગવંત મહાવીરને વંદન કરે છે, નમે છે. પોતાના પરિવાર સહિત ઊભી રહીને શુશ્રુષા કરતી, નમતી, અભિમુખ રહીને બે હાથ જોડી યાવત ઉપાસના કરે છે. – મા. શ. ૬, ૪. ૨૨, p. ક૬૧ શ્રાવકમાંથી ટ્રસ્ટી બનેલ વહીવટીગણને માટે તેમ જ પરમાત્મા સન્મુખ જતા શ્રાવકજન માટે પરમાત્મા કે ગુરુવર્યો પાસે જાય ત્યારે રાખવી જોઈતી દ્રવ્ય-ભાવશુદ્ધિનું ઉત્તમ દૃષ્ટાંત દેવાનંદા શ્રાવિકાના જીવન અને કવનમાંથી પ્રેરણાદાયી તત્ત્વદર્શન કરાવી જાય છે. * શ્રાવક અને ગોચરીભક્તિ :–તે વખતે વિજય ગાથાપતિ શ્રમણ મહાવીરને આવતા જોઈને પ્રસન્ન અને સંતુષ્ટ થયો. આસનથી ઊઠ્યો, સિંહાસનથી ઊતરી પાદુકાનો ત્યાગ કરી એક સાડી ઉત્તરાસંગ કરી, મસ્તકે અંજલી કરી સાત-આઠ પગલાં સન્મુખ આવ્યો. ત્રણ પ્રદક્ષિણા કરી, વંદનનમસ્કાર કર્યા અને પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારથી પ્રતિલાભિશ એમ વિચારી સંતુષ્ટ થયો. પ્રતિલાભતા પણ સંતુષ્ટ થયો, પ્રતિલાગ્યા બાદ પણ સંતુષ્ટ થયો અને ત્યાર પછી તે વિજય ગાથાપતિ દ્રવ્યશુદ્ધિ, દાયક શુદ્ધિ અને પાત્રશુદ્ધિથી તથા મન-વચન-કાયાની શુદ્ધિથી દાન વડે પ્રભુને પ્રતિલાલવાથી દેવનું આયુષ્ય બાંધી, સંસાર અલ્પ કર્યો. – મા. શ. ૧૬, દૂ. ૨૬ | વિજય ગાથાપતિના જીવન અને કવન થકી ગોચરી વહોરાવવા પૂર્વે શ્રાવકે કરવાની વિધિ તથા વહોરાવતાં પૂર્વે કે પશ્ચાત કેવા ભાવો હોય તો સંસાર અલ્પ થાય તેનું પ્રતિભાવંત ઉદાહરણ પ્રાપ્ત થાય છે. ---તંગિકા નગરીમાં ઘણા શ્રાવકો રહેતા હતા. શ્રમણ નિર્ચન્થોને નિર્દોષ અને ગ્રાહ્ય ખાન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કામળ, રજોહરણ, પાટીયું, શયા, સંથારો અને ઔષધ એ બધું આવી યથા પ્રતિગૃહિત તપકર્મ વડે આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. – મા. શ. ૨, ૩. ફ, . ૧૨ આ સૂત્ર થકી વર્તમાન શ્રાવકને એક રાહ-નિર્દેશ મળે છે કે માત્ર ભાત-પાણી જ નહીં પણ સંયમોપયોગી સર્વે વસ્તુ વહોરાવી લાભ લેવો જોઈએ. * શ્રાવક અને વ્રત-નિયમ :–ત્યારપછી તે કચ્છલ્લ નારદે પાણી છાંટીને અને દર્ભ પાથરીને પોતાનું આસન બિછાવ્યું. બેસીને પાંડુ રાજા, રાજ્ય યાવત અંતઃપુરના સમાચાર પૂછડ્યા. તે સમયે કુંતીદેવી અને પાંચ પાંડવોએ કચ્છલ નારદનો આદર સત્કાર કર્યો. તે સમયે દ્રૌપદીદેવીએ કચ્છલ્લ નારદને અસંયમી, અવિરક્ત, પૂર્વકૃત પાપકર્મનું પ્રાયશ્ચિત્ત ન કરનાર તથા આગામી પાપોનું પ્રત્યાખ્યાન ન કરનાર એવા અવિરત જાણી તેનો આદર ન કર્યો, આવેલ છે તેવી નોંધ પણ ન લીધી, ઊભી પણ ન થઈ અને ઉપાસના પણ ન કરી. –જ્ઞાતા. કુ., .9૬, ફૂa-૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy