SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | / ૪૨૭ દ્રોપદીના જીવન અને કવનથી તેનાં વ્રત-નિયમની દઢતાયુક્ત પ્રતિભાનું દર્શન થાય છે, જે ગમે ત્યાં મસ્તક નમાવતા આજના શ્રાવક-શ્રાવિકા માટે દષ્ટાંતરૂપ છે. ---સુબાહુકુમારે ઊઠીને પ્રભુને વંદન-નમસ્કાર કરી નિવેદન કર્યું કે, હે ભગવન્! હું નિર્ઝન પ્રવચનમાં શ્રદ્ધા કરું છું...હું પાંચ મહાવ્રતો અંગીકાર કરવામાં સમર્થ નથી તેથી હું પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતોનું જેમાં વિધાન છે તેવા બાર પ્રકારના ગૃહસ્થધર્મને આપની પાસેથી અંગીકાર કરવા ઇચ્છું છું. --વિપ૪િ કુ. ૨, . , - ૨૭ ચારિત્ર ન જ લઈ શકે તેવા શ્રાવકોને બાર વ્રતો પણ અંગીકાર કરવાં એ જ આ વાતનો નિષ્કર્ષ છે. આનંદ ગાથાપતિના વ્રત-નિયમનું સંક્ષિપ્ત વર્ણન ફક્ત ટૂંકા મુદ્દાઓમાં– તે વાણિજ્યગ્રામમાં અતિ ધનાઢ્ય એવો આનંદ નામે ગાથાપતિ હતો. ૧૨ કરોડ સુવર્ણ, ૪૦ હજાર ગાયો આદિ ધન-સંપત્તિ હતી, રાજા-મંત્રી-સાર્થવાહો તેની સલાહ લેતા, સુંદર રૂપવાન પત્ની હતી. તે કાળે શ્રમણ ભગવંત મહાવીરનો ધર્મોપદેશ સાંભળી ગૃહસ્થધર્મને અનુરૂપ અનેક વ્રત-નિયમો પ્રહણ કર્યા : (૧) વાવજજીવ મન-વચન-કાયા વડે ઘૂળ હિંસા કરું નહીં-કરાવું નહીં. (૨) વાવજજીવ બે કરણ અને ત્રણ યોગ વડે મૃષાવાદ કરું નહીં--કરાવું નહીં. (૩) જીવનપર્યન્ત દ્વિવિધ-ત્રિવિધ અદત્ત-આદાન કરું નહીં-કરાવું નહીં. (૪) શિવાનંદા પત્ની સિવાય બાકીની સ્ત્રી સાથે મૈથુનવિધિનું પ્રત્યાખ્યાન. (૫) ૧૨ કોટિ સુવર્ણ સિવાયના બાકીના સુવર્ણનો ત્યાગ. --૪૦ હજાર ગાયો સિવાયના બાકીનાં ચતુષ્પદોનું પ્રત્યાખ્યાન. --૫૦ હજાર વિઘા સિવાયના ક્ષેત્ર-વાસ્તુનું પ્રત્યાખ્યાન. --૧OOO ગાડાંથી વધારાના ગાડાનું પ્રત્યાખ્યાન. (૬) એક સુગંધી અંગલુછણ ટુવાલ) સિવાયનાં બધાં અંગલૂછણનું પ્રત્યાખ્યાન --એક લીલા જેઠીમધના દાતણ સિવાય બાકીના દાતણનો ત્યાગ. --મધુર આમળા સિવાય સર્વે ફળોનો ત્યાગ. ---શતપાક, સહસંપાક સિવાયના સર્વે માલિશ તેલોનો ત્યાગ. --એક સુગંધી ગંધચૂર્ણ સિવાયના બાકીના ઉદ્વર્તનનો ત્યાગ. --આઠ ઓષ્ટિક ઘડાથી વધુ પાણી નો ત્યાગ. --એક ક્ષૌમ યુગલ સિવાયનાં વસ્ત્રોને ત્યાગ. --કુંકુમ-કેસર-ચંદનાદિ સિવાયનાં વિલેપનોનો ત્યાગ. --શુદ્ધ કમળ અને માલતીનાં પુષ્પો સિવાય બધાં પુષ્પોનો ત્યાગ. --કાનનાં આભરણ અને વીંટી સિવાય બધાં અલંકારોનો ત્યાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy