SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ ] L[ જૈન પ્રતિભાદર્શન --અગર, શિલારસ, લોબાનનો ધૂપ સિવાયના બધા ધૂપોનો ત્યાગ. --એક કાષ્ઠપેય સિવાયના તમામ પાન-પેયનો ત્યાગ. --ઘેવર અને ખાંડના ખાજા સિવાય બીજાં પકવાનોનો ત્યાગ. - બાસમતી સિવાયના બધા ચોખાનો ત્યાગ. --વટાણા, મગ, અડદ સિવાયની બધી દાળનો ત્યાગ. --શરદ ઋતુના ગાયના ઘી સિવાય બધા ઘીનો ત્યાગ. --વાસ્તુ, ચૂયૂ અને દૂધી સિવાયના શાકનો ત્યાગ. --પાલકા માધુર રસ સિવાયનાં બધાં પીણાંનો ત્યાગ. --ઍધાડુ, કાંજીવડા, દાળવડા સિવાયના ફરસાણનો ત્યાગ. --વરસાદ સિવાયનાં બધાં પાણીનો ત્યાગ. --પાંચ સુગંધી પદાર્થયુક્ત પાન સિવાયના મુખવાસનો ત્યાગ. (૭) ચાર પ્રકારના અનર્થદંડનો ત્યાગ. (૮) દેશાન્તર મોકલવા યોગ્ય વહાણો સિવાય બહાર ગમનાગમન ન કરવું. આ અને આવાં અનેક વ્રત-નિયમો ગ્રહણ કરે છે, પરિપાલન કરે છે....ઇત્યાદિ. --ઉપાસ% સ. ૧ શ્રાવકોના વ્રત-નિયમની પ્રતિભા દર્શાવતા અનેક પ્રસંગોની સાપેક્ષતાએ વિચારતાં આ ઋદ્ધિસંપન્ન-ધનાઢ્ય શ્રાવક આનંદ ગાથાપતિનું જીવન એક અદ્દભુત આદર્શ સમાન છે, જેની પ્રશંસા ખુદ વીર પરમાત્માએ કરી અને શ્રેષ્ઠ દશ શ્રમણોપાસ કમાં આદ્ય સ્થાન આપેલ છે. * શ્રાવક અને દાનભાવના –તે રાજગૃહની બહાર નાલંદા ગામમાં લેપ નામનો એક ગૃહસ્થ નિવાસ કરતો હતો. તે ઘણો ધનવાન, તેજસ્વી અને સર્વત્ર પ્રસિદ્ધ હતો. તે મોટામોટા ભવનોથી, શયન, આસન, યાનો અને વાહનોથી પરિપૂર્ણ હતો. તેમને ત્યાં ઘણા માણસોને અશન--પાણી આપવામાં આવતા હતા...તે લેપ ગાથાપતિ શ્રમણોપાસક હતો. જીવ-અજીવ આદિ તત્ત્વોનો જ્ઞાતા હતો....તેનો નિર્મળ યશ જાતમાં ફેલાયેલો હતો. દુ:ખી જીવો માટે તેના ઘરનાં દ્વાર સદા માટે ખુલ્લાં રહેતાં હતાં. તે શ્રમણ નિગ્રન્થોને શુદ્ધ અને એષણીય અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યનું દાન કરતો હતો તે લેપ ગાથાપતિની નાલંદાની બહાર ઇશાન ખૂણામાં એક શેષદ્રવ્યા'' નામની જલશાળા પણ હતી... ---(૧૦ કુ. ૨, ૪. , ફૂ. ૭૬૪ આટલા સામાન્ય વર્ણનમાં તે શ્રાવક દાનભાવ ની ત્રણ વાત રજૂ કરી દીધી. શ્રમણને દાન, ગૃહસ્થોને દાન અને દુ:ખી માટે અનુકંપાની આ હતી લે. ગાથાપતિ શ્રાવકની દાનભાવના. શ્રાવક અને શૌર્યપ્રતિભા –જ્યારે નાગનો પૌત્ર વજ્જ રથમુસલ સંગ્રામમાં ઊતર્યો ત્યારે તે આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરે છે-- “રથમુસલ સંગ્રામમાં યુદ્ધ કરતા મને જે પહેલા મારે તેને મારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy