________________
અભિવાદન ગ્રંથ ]
[૪૨૯
મારવો કલ્પ, બીજાને મારવા કલ્પ નહીં.....રથમુસલ સંગ્રામમાં સમાન વયવાળો, સમાન ત્વચાવાળો અને સમાન અસ્ત્રશસ્ત્રાદિ ઉપકરણવાળો એક પુરુષ રથમાં બેસીને શીધ્ર આવ્યો, ત્યારબાદ તે પુરુષ નાગના પૌત્ર વણને એમ કહ્યું કે “હે નાગપૌત્ર વરુણ ! તું પ્રહાર કર.” ત્યારે નાગપૌત્ર વણે ઉત્તર આપ્યો કે હે દેવાનુપ્રિય! જયાં સુધી હું પ્રથમ ન હણાઉં ત્યાં સુધી મારે પ્રહાર કરવો ન કલ્પ, માટે તું જ પહેલો પ્રહાર કર. ત્યારે તે કુપિત થયેલો, ક્રોધાગ્નિથી દીપતો ધનુષને ગ્રહણ કરે છે....નાગપૌત્ર વરુણને સખ્ત ઘાયલ કરે છે. ત્યારબાદ સખ્ત ઘવાયેલો નાગપૌત્ર વરુણ પણ ધનુષ્ય-બાણને ગ્રહણ કરે છે અને તે પુરુષને એક ઘાએ પત્થરના બે ટુકડા થાય તે રીતે જીવિતથી જુદો કરે છે.
---૦ શ. ૭, ૩. ૬, જૂ. ૨૦૬ અહીં શ્રમણોપાસક એવા ગૃહસ્થો પણ શૂરવીરતાથી લડી શકતા હતા તે અને પોતાની પ્રતિજ્ઞાના પાલનપૂર્વક પ્રતિભાવંત ધનુષ-બાણ ચલાવનાર યોદ્ધાપણાનો પરિચય આવી જાય છે. નિર્માલ્યતાને અહિંસક ભાવમાં ખપાવનાર વર્તમાન વણિકો માટે દિશાસૂચક દૃષ્ટાંત છે.
* શ્રાવક અને પરસ્પર ધર્મચર્ચા –તે કાલે આલભિકા નામે નગરી હતી. તે નગરીમાં ઋષિભદ્રપુત્ર પ્રમુખ ઘણા શ્રમણોપાસકો રહેતા હતા. તેઓ ધનિક યાવત કોઈથી પરાભવ ન પામે તેવા અને જીવ-અજીવ તત્ત્વના જ્ઞાતા હતા. કોઈ એક દિવસે એકત્ર મળેલા, આવેલા, એકઠા થયેલા અને બેઠેલા તે શ્રમણોપાસકોનો આ પ્રકારે વાર્તાલાપ થયો, “હે આર્ય! દેવલોકમાં કેટલા કાલ સુધી સ્થિતિ કહી છે?' દેવસંબંધી સત્ય હકીકતથી વાકેફ ઋષિભદ્રપુત્રે તે તે શ્રમણોપાસકને કહ્યું--હે આર્ય! દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દશહજાર વર્ષની કહી છે. ત્યારપછી એકસમય અધિક, બે સમય અધિક યાવત્ અસંખ્ય સમયાધિક કરતા ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે. ત્યાર પછી દેવો અને દેવલોકો બુચ્છિન્ન થાય છે....અન્ય શ્રાવકો આ અર્થની શ્રદ્ધા–પ્રતીતિ-રુચિ કરતા નથી....શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા...ભગવંતને વાંદી-નમીને તે શ્રાવકોએ પૂછ્યું, ભગવંતે કહ્યું હે આર્યો! ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકે કહ્યું એ વાત સાચી છે.... તે શ્રાવકો ભગવંતને વાંદી-નમીને ઋષિભદ્રપુત્ર શ્રાવક પાસે જઈને વિનયપૂર્વક વારંવાર ખમાવે છે.
---T૦ શ. ૧૧, ૩. ૨૨, - ફર૬ આ દૃષ્ટાંત શ્રાવકોનો સ્વાધ્યાપ્રેમ-ધર્મચર્ચા-નમ્રતાનું દર્શન કરાવે છે. દેરાસરજી કે ઉપાશ્રય બહાર ઓટલે બેસી વિકથામાં મગ્ન રહેતા શ્રાવકોને માટે આગમકાલીન શ્રાવકોની સ્વાધ્યાય પ્રતિભાનું આ અભુત ઉદાહરણ છે.
* શ્રાવક અને ધર્મજાગરણ :–ઉદાયન રાજાને મધ્યરાત્રીને સમયે ધર્મજાગરણ કરતાં આવા પ્રકારનો સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો--તે ગામ, આકર, નગર, બેડ, કર્બર, મડલ, દ્રોણમુખ, પતન, આશ્રમ, સંબધ અને સન્નિવેશ ધન્ય છે, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર વિચરે છે. તે રાજા, શેઠ, તલવર યાવત સાર્થવાહ પ્રમુખને ધન્ય છે, જેઓ શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરે છે યાવત પર્યાપાસના કરે છે. જો શ્રમણ ભગવંત મહાવીર એક ગામથી બીજે ગામ જતાં યાવત અહીં સમોસરે અને આ વીતભય નગરે પધારે તો હું પણ વંદન યાવત્ પર્યાપાસના કરું.
---મા. શ. ૧૨, ૩. ૬, જૂ. ૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org