SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ ] [ જૈન પ્રતિભાદર્શન ત્યારપછી મધ્યરાત્રિમાં ધર્મજાગરણ માટે જાગતા એવા ભદ્રનંદી શ્રાવકના મનમાં આવો સંકલ્પ થયો કે-તે ગામ, નગર, આકર, જનપદ અને સન્નિવેશાદિ ધન્ય છે, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિચરે છે. તે રાજા, ઇશ્વર આદિને પણ ધન્ય છે, જે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પાસે મંડિત થઈને દીક્ષિત થાય છે. તથા તે રાજા, ઇશ્વર આદિને પણ ધન્ય છે, જે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષારૂપ ગૃહસ્થધર્મને અંગીકાર કરે છે. તે રાજા ઇશ્વર આદિ પણ ધન્ય છે, જે શ્રમણ ભગવંત મહાવીરની ધર્મદેશના સાંભળે છે. તે શ્રમણ ભગવંત મહાવીર યાવત્ ગમન કરતા જો અહીં પધારે તો હું શ્રમણ ભગવંત પાસે મંડિત થઈ દીક્ષા અંગીકાર કરી લઉં. ---વિષા. છુ. ૨, ૪. ૨, જૂ. ૨૭ આ બંને પ્રસંગોમાં ધર્મજાગરણ જેને સુદક્ષ જાગરિકા કહે છે તેનો નિર્દેશ છે. રાત્રિના અનિદ્રાથી પીડાતા શ્રાવકો માટે દિશાસૂચક છે. પ્રાયઃ લુપ્ત બનેલી ધર્મજાગરણની પ્રવૃત્તિ માટે આ બંને પ્રતિભાવંત શ્રાવકોનું જીવન અને કવન પૂર્વકાલીન રાત્રિચર્યાને ઉજાગર કરે છે. * શ્રાવકની ઇન્દ્ર દ્વારા પ્રશંસા :—હે અર્જુન્નક! તને ધન્ય છે. હે દેવાનુપ્રિય ! તારું જીવન સફળ છે કે જેને નિર્પ્રન્થ પ્રવચનમાં આ પ્રમાણેની પ્રતિપત્તિ પ્રાપ્ત થઈ છે અને આચરણમાં લાવવાના કારણે સમ્યક્ પ્રકારથી સન્મુખ આવી છે. હે દેવાનુપ્રિય! દેવોના ઇન્દ્ર અને દેવરાજ શક્રે સૌધર્મ કલ્પમાં, સૌધર્મ સભામાં ઘણા દેવોની મધ્યમાં સ્થિત થઈને મહાન શબ્દોથી આ પ્રમાણે કહ્યું--નિઃસંદેહ જંબૂદ્રીપનામક દ્વીપમાં, ભરતક્ષેત્રમાં, ચંપાનગરીમાં અર્હન્નક નામનો શ્રમણોપાસક જીવ, અજીવ આદિ તત્ત્વનો જ્ઞાતા છે. તેને નિશ્ચયથી કોઈ દેવ કે દાનવ નિર્પ્રન્થ પ્રવચનથી ચલાયમાન કરવામાં યાવત્ સમ્યક્ત્વથી વ્યુત કરવામાં સમર્થ નથી... ---જ્ઞાતા. બ્રુ. ૧, ૧. ૬, જૂ. ૬૭ અહીં શ્રાવકના સમ્યકૃત્વ અને દૃઢ પ્રતિજ્ઞપણાની ઇન્દ્ર સ્વમુખે પ્રશંસા કરતો પ્રસંગ છે. વિચારો કે કેવા પ્રતિભાવંત શ્રાવકો હશે! આજના ‘અહોરૂપમ્--અહોધ્વનિ' યુગમાં વર્તતા શ્રાવકો માટે ધર્મમંઝીલ કેટલી દૂર છે તે વાત અહીં પ્રતિબિંબિત થાય છે. * શ્રાવક અને રાજા પ્રતિબોધકતા :—તે કાળે ચંપાનગરી....જિતશત્રુ રાજા...સુબુદ્ધિ મંત્રી એકદા...અનેક રાજા, ઇશ્વર યાવત્ સાર્થવાહ સાથે ભોજન...વિપુલ અશન-પાન--ખાદિમ--સ્વાદિમ લીધા બાદ જિતશત્રુ રાજા કહે છે : અહો દેવાનુપ્રિયો! તે મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ઉત્તમ વર્ણ યાવત્ ઉત્તમ સ્પર્શથી યુક્ત છે. ઉત્તમ રસ-ગંધ-વર્ણ-રૂપથી યુક્ત છે. આસ્વાદન કરવા યોગ્ય છે. પુષ્ટિકારક છે. બળને દીપ્ત કરનાર છે...(ઇત્યાદિ). ત્યારે શ્રાવકમંત્રી એવા સુબુદ્ધિએ મૌન ધારણ કર્યું પણ રાજાના કથનનો આદર ન કર્યો...એક વખત જિતશત્રુ રાજા ઘોડેસ્વારી માટે નીકળ્યો. એક ખાઈ પાસેથી પસાર થયો. તેનું પાણી ચરબી, નસો, માંસ, લોહી અને પરૂથી યુક્ત હતું. મૃતક શરીરોથી વ્યાપ્ત હતું....અમનોજ્ઞ રૂપ, રસ, ગંધ, વર્ણથી યુક્ત હતું. તેની અશુભ ગંધથી ગભરાઈને રાજાએ ઉત્તરીય વસ્ત્ર વડે પોતાનું મુખ ઢાંકી દીધું. એક તરફ ચાલ્યો ગયો. સાથેના રાજા, ઇશ્વર યાવત્ સાર્થવાહને કહ્યું કે, અહો દેવાનુપ્રિયો! આ ખાઈનું પાણી વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી અમનોજ્ઞ અત્યંત અશુભ છે...ત્યારે પણ સુબુદ્ધિ મંત્રી મૌન રહ્યો...સુબુદ્ધિને એવો અધ્યવસાય ઉત્પન્ન થયો. અહો જિતશત્રુ રાજા સત્, તત્ત્વરૂપ, તથ્ય, અવિતથ્ય અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy