________________
અભિવાદન ગ્રંથ |
[ ૪૩૧ ક અદ્ભુત જિન ભગવાન પ્રરૂપિત ભાવોને નથી જાણતા તેથી મારા માટે શ્રેયસ્કર છે કે હું જિતશત્રુ રાજાને સત, તત્ત્વરૂપ, તથ્ય, અવિતવ્ય અને અદ્દભુત જિનેન્દ્ર પ્રરૂપિત ભાવોનો સમજાવું અને તે વાતને અંગીકાર કરાવું...(એ રીતે જિતશત્રુ રાજાને પ્રતિબોધ કરે છે.) રાજા સુબુદ્ધિ મંત્રી પાસે ધર્મ સાંભળીને, મનમાં ધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થઈને. પાંચઅણુવ્રત તથા સાત શિક્ષાવ્રતોને ગ્રહણ કરે છે.
---જ્ઞાતા. કુ. ૧, . ૨૨, દૂ. ૧૪૨ કેવા હશે એ પ્રતિભાવંત શ્રાવકો! જે આ રીતે રાજાને પ્રતિબોધ કરી ધર્મમાર્ગે વાળતા હતા.
* શ્રાવક અને રાજવી અવસ્થામાં પણ ધર્મકરણી –(ચક્રવર્તી ભરતે છ ખંડ પૃથ્વી જીતી લીધા પછી)...વિનીતા રાજધાની પાસે પહોંચી ૪૮ ગાઉ લાંબો, ૩૬ ગાઉ પહોળો પડાવ નાખ્યો... વાર્ધકીરત્નને પૌષધશાળા નિર્માણ કરવા કહ્યું....પૌષધશાળામાં જઈ અઠ્ઠમ તપ કર્યો..યાવત્ સ્નાનાદિથી નિવૃત્ત થઈ પારણું કર્યું. રાજ્યાભિષેક પૂર્વે પણ અઠ્ઠમ તપ કર્યો.)...આદર્શગૃહમાં ગયા....સરી પડેલી મુદ્રિકા જોઈ સમસ્ત આભૂષણો ઉતાર્યા...અંતરમાં શુભ ભાવના પ્રગટી કે આ શરીરમાં શોભા જેવી કઈ વસ્તુ છે? (આ રીતે કેવળજ્ઞાન સુધીની યાત્રા શ્રાવકપણામાં કરી.)
---નં. ૩. ૨, . ૨૨૧-૨૨૨ * શ્રાવક અને અંતિમ આરાધના :–એક વખત લાગ મળતાં રાણી સૂર્યકાંતાએ રાજા પ્રદેશીને ખોરાકમાં ઝેર આપી દીધું.....રાજા પ્રદેશના શરીરમાં તીવ્ર વસમી વેદના ઊપજી...રાણી ઉપર લેશમાત્ર રોષ ન કરતા પૌષધશાળાએ ગયો, ત્યાં જઈ પ્રમાર્જના કરી, શૌચ અને લઘુશંકાની જગ્યા તપાસી, પૂર્વાભિમુખ થઈ ડાભના સંથારામાં પલ્યકાસને સ્થિર બેઠો. હાથ જોડી, માથું નમાવી આ પ્રમાણે બોલ્યો--અરિહંત ભગવંતોને નમસ્કાર, મારા ધર્મોપદેશક અને ધર્માચાર્ય કેશીકુમારને નમસ્કાર. હું તેમને વારંવાર નમું છું. મેં પહેલાં પણ સ્થલ પ્રાણાતિપાત આદિ પ્રતિજ્ઞા કરી છે. હમણાં પણ તેમની સાક્ષીએ સર્વ પ્રકારના પ્રાણાતિપાત વગેરેના ત્યાગનો નિયમ કરું છું. નહીં કરવા જેવા સર્વ કાર્યનો ત્યાગ કરું છું; જીવતાં સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરું છું, આ શરીરનો પણ છેલ્લા શ્વાસોશ્વાસે વોસિરાવું છું. એમ કહીને પૂર્વે કરેલ કાર્યોની આલોચના કરી, પ્રતિક્રમણ કરી, કાળ માસે મરણ આવતાં સમાધિપૂર્વક કાળ કરી સૂર્યાભ દેવ થયા.
--રાખશ્રી . સૂત્ર-૬૦ લગભગ લુપ્તપ્રાયઃ બનેલી શ્રાવક-અંતિમ-આરાધના વિધિનું અહીં પ્રદેશ રાજાના જીવન અને કવન થકી નિદર્શન છે. સમાધિમૃત્યુ શબ્દ બોલવા કે લખવાથી આવું મૃત્યુ મળતું નથી પણ ઉક્ત વિધિના પરિપાલનથી મળે છે. એ જ સાચું જૈન પ્રતિભાદર્શન છે.
–નાગના પૌત્ર વરુણનો એક પ્રિય બાલમિત્ર રથમુસલ સંગ્રામ કરતો હતો. સખ્ત ઘાયલ થયો....સંગ્રામમાંથી બહાર નીકળ્યો. ઘોડાઓને વિસર્જિત કર્યા, પટના સંથારા ઉપર બેઠો. પૂર્વ દિશા સન્મુખ બેસીને વાવત અંજલી કરીને આ પ્રમાણે બોલ્યો : “હે ભગવન્! મારા પ્રિય બાલમિત્ર નાગપૌત્ર વરુણને જે જે શીલવ્રતો, ગુણવ્રતો, વિરમણવ્રતો, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ હોય તે મને પણ હો.” એમ કહીને બખ્તર છોડે છે, શલ્ય કાઢે છે. અનુક્રમે કાળધર્મ પામે છે....મરીને તુરત જ મહાવિદેહ ક્ષેત્રમાં જઈ સિદ્ધિને પામશે.
--. શ. ૭, ૩. ૬, જૂ. ૨૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org