SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ ] [ જૈન પ્રતિભાદર્શન અહીં શ્રાવકની કરણીથી કિંચિત અજ્ઞાત એવા શ્રમણોપાસકની પ્રતિભાનું દર્શન છે. જેને ફક્ત પોતાનો મિત્ર કંઈક ધર્મકરણી કરતો હતો તે જ સ્મરણ છે. છતાં ભાવસમાધિથી એકાવતારી પણાની પ્રાપ્તિ થઈ છે. * શ્રાવક અને કુટુમ્બવ્યવસ્થા ઃ—જ્ઞાતાધર્મકથા નામક આગમમાં સાતમા અધ્યયનમાં (પંચ મહાવ્રતના ઉપદેશ સ્વરૂપે) રોહિણીની વાત આવે છે, જે સમગ્ર અધ્યયનનો ટૂંકસાર અહીં નોંધેલ છે. શ્રાવક પોતાની કુટુંબવ્યવસ્થા માટે કેવી બુદ્ધિપ્રતિભા ધરાવતા હતા, તેનો પરોક્ષ ઉલ્લેખ મળે છે. ધન્ય સાર્થવાહને ચાર પુત્રવધૂ છે. ઉજિઝકા‚ ભોગવતી, રક્ષિકા અને રોહિણી. કુટુંબમાં આધારભૂત પુત્રવધૂ કઈ છે તે જાણવાની ઇચ્છા થઈ. ચારે કુળવધૂને પાંચ-પાંચ સાલિ (ચોખા કે ડાંગરના દાણા) આપે છે તે દાણાનું સંરક્ષણ અને સંગોપન કરવા જણાવે છે, તેમજ માગે ત્યારે પરત આપવાનું કહે છે. પ્રથમ કુલવધૂ ઉજિઝકાએ પાંચે દાણા ફેંકી દીધા, વિચાર્યું કે પિતાજી માગશે ત્યારે ભંડારમાંથી આપી દઈશ. બીજી કુલવધૂ ભોગવતી દાણા છોલીને ખાઈ ગઈ. ત્રીજી કુલવધૂ રક્ષિકાએ આ દાણા કંઈક મહત્ત્વના હશે તેમ વિચારી રત્નના દાબડામાં મૂકી દીધા. ચોથી કુલવધૂ રોહિણીએ પાંચે દાણાના સંરક્ષણસંગોપન માટે પોતાના પિયર મોકલી દાણાને ખેતરમાં વાવી દીધા, જે કાલક્રમે પુનઃ પુનઃ વાવતાં અને ઊગતાં જતાં ગાડાં ભરાય તેટલા થયા. પાંચ વર્ષ બાદ ધન્ય સાર્થવાહે ચારે કુલવધૂ પાસે દાણા પાછા માગી કુલવધૂનું પરીક્ષણ અને મૂલ્યાંકન કર્યું. દાણા ફેંકી દેનાર ઉજિઝકાને કચરા-પાણી જેવું દાસીને યોગ્ય કૃત્ય સોંપ્યું, દાણા ખાઈ જનાર ભોગવતીને રસોઈ--ખાંડવું--પીસવું વગેરે કૃત્ય સોંપ્યું, દાણા સાચવી રાખનાર રક્ષિકાને ભંડાર સાચવણીનું કાર્ય સોંપ્યું અને પાંચ દાણામાંથી પાંચ વર્ષમાં ગાડાં ભરાય તેટલા દાણા કરનાર રોહિણીને સમગ્ર કુલ-ગૃહની વડેરી અને સલાહકાર તરીકે નિમણૂંક આપી. ---જ્ઞાતાધર્મ. શ્રુત-૧, ૩. ૭ * શ્રાવક અને માતૃભક્તિ :---અભયકુમારે શ્રેણિક રાજા પાસેથી પોતાની નાની (અપ૨) માતાના દોહદની વાત સાંભળી કહ્યું કે, હે તાત! આપ ચિંતા ન કરશો. મારી નાની માતાને અકાળે જે મેઘનો દોહદ થયો છે તે મનોરથની પૂર્તિ કરવા પ્રયત્ન કરીશ...અભયકુમાર પૌષધશાળામાં જાય છે, પૌષધ કરે છે. બ્રહ્મચર્ય ધારણ કરીને...ડાભના સંથારે સ્થિત થઈ અક્રમનો તપ કરી દેવલોકસ્થિત પૂર્વભવના મિત્ર દેવનું સ્મરણ કરે છે...દેવ પ્રગટ થાય છે....નાની માતા--ધારિણીની અકાળે મેઘ માટેની ઇચ્છાને પૂર્ણ કરે છે. ---જ્ઞાતાધર્મ. કુ. ૧, ૬. ૧, સૂત્ર ૨૨ અભયકુમારના જીવન--કવનનો અહીં તો અતિ અલ્પ અંશમાત્ર છે. પણ શ્રમણોપાસકની સગી માતા જ નહીં અપર માતા પરત્વે પણ કેટલી અદ્ભુત ભાવભક્તિ હશે તે પ્રતિભાનું દર્શન થાય છે. * શ્રાવક અને જીવનશૈલી :---તે શ્રેણિક રાજાને ધારિણી નામે રાણી હતી....પોતાના મુખમાં પ્રવેશતો એવો હાથી સ્વપ્નમાં જોઈને જાગી...શય્યામાંથી ઊભી થઈ...જ્યાં શ્રેણિક મહારાજાની શય્યા છે ત્યાં આવે છે. શ્રેણિક રાજાને ઇષ્ટપ્રિય-કાન્ત-મનોહર...આદિ ગુણયુક્ત વાણી વડે જગાડે છે...શ્રેણિક રાજાની અનુમતિથી ભદ્રાસન ઉપર બેસે છે...શ્રેણિક રાજાને પ્રણામ કરી સ્વપ્નની વાત જણાવે છે...શ્રેણિક રાજા પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy