________________
અભિવાદન ગ્રંથ ]
[ ૪૩૩
આ અર્થને સાંભળે છે, હૃદયમાં અવધારે છે, હર્ષિત-સંતુષ્ટ થાય છે...ધારિણીદેવીના સ્વપ્નની પ્રશંસા કરે છે. સ્વપ્નફળનું કથન કરે છે....ધારિણીદેવી તે અર્થ સાંભળે છે, હર્ષિત થાય છે, સંતુષ્ટ થાય છે, શ્રેણિક રાજાના કથનને યથાર્થ પણે સ્વીકારે છે...પોતાની શય્યામાં આવી દેવ અને ગુરુજન સંબંધી ધર્મકથા સંભારીને શુભ સ્વપ્નનું રક્ષણ કરવા જાગરણ કરે છે.
---જ્ઞાતાધર્મ. કુ. ૧, . , સૂત્ર ૧૩-૧૪ અહીં શ્રાવક-શ્રાવિકાની જીવનશૈલીનું ઉત્તમ પ્રતિભાદર્શન છે. રાજા-રાણીની અલગ શય્યા, રાત્રિના જગાડવા છતાં પતિનું શાંત-સૌમ્ય સ્વરૂપ, પરસ્પર પ્રીતિ અને એકમેકની વાતનું સુસંવાદીપણું, રાણીઓને પણ દેવ-ગુરુની કથાનો સ્વાધ્યાય ઈત્યાદિ પરમ અનુકરણીય છે.
* શ્રાવક અને ઋદ્ધિસિદ્ધિ –ત્યારપછી મહાબલકુમારનાં માતા-પિતા એવા પ્રકારનું પ્રીતિદાન આપે છે. આઠ કોટિ હિરણ્ય, આઠ ક્રોડ સોનૈયા, ઉત્તમ આઠ મુગટ, ઉત્તમ આઠ કુંડલયુગલ, આઠ હાર, આઠ અર્ધહાર, આઠ સટાહાર, એ જ પ્રમાણે મુક્તાવલી, કનકાવલી, રત્નાવલી, આઠ કડાની જોડી, આઠ બાજુબંધની જોડી, આઠ રેશમી વસ્ત્રની જોડ...આઠ શ્રી-હ--ધતિ--કીર્તિ-બુદ્ધિ અને લક્ષ્મીદેવીની પ્રતિમા...૮૦ હજાર ગાય ઇત્યાદિ. (આ વર્ણન એટલું બધું લાંબું છે કે લગભગ દોઢ પેજમાં આ સંપત્તિનું વર્ણન આવે છે. તે ઉપરથી કલ્પી શકાય કે તે શ્રાવકની ઋદ્ધિ-સિદ્ધિ કેટલી બધી હશે.)
---મા. શ. 99, . ૧૧, સૂત્ર ૬૨૬ ---તે આનંદ ગાથાપતિનું ચાર કરોડ સુવર્ણ નિધાનમાં, ચાર કરોડ સુવર્ણ વ્યાજમાં, ચાર કરોડ સુવર્ણ ધન-ધાન્યાદિમાં રોકાયેલ હતું, દશ હજાર ગાયોનું એક વ્રજ એવાં ચાર વ્રજો હતાં....ઇત્યાદિ.
--૩૫. સ. 9 ---ત્યાં ઘણા શ્રાવકો રહેતા હતા. એ શ્રાવકો અઢળક ધનસંપત્તિવાળા અને દેદીપ્યમાન હતા. તેઓના રહેવાના આવાસો મોટા અને ઊંચા હતા, તેઓની પાસે ઉત્તમ શય્યા, આસનો અને ગાડાં વગેરે હતાં, વહાણો અને બળદો વગેરે પુષ્કળ વાહનો હતાં, સોનું--રૂપું પણ ઘણાં હતાં, તેઓ વ્યાપાર-વાણિજ્ય કરી ધનને વધારવામાં કુશળ હતા, બીજી પણ અનેક કળામાં કુશળ હતા, તેઓને ત્યાં વિપુલ પ્રમાણમાં ભોજનસામગ્રી રહેતી અને ભોજન કરનારા પણ અનેક રહેતા હતા. તેઓને ત્યાં અનેક નોકર-ચાકર-- ગાય--પાડા--ઘેટાંઓનો સમૂહ હતો. કોઈપણ કાર્યમાં પરાવલંબી ન હતા...તેઓની ઉદારતાને લીધે દરવાજા પાછળ રહેતો ઉલાળિયો ઊંચો જ રહેતો હતો. તેમનાં અંતઃપુર પણ પ્રીતિ ઉપજાવે તેવાં હતાં. તેઓ શીલવ્રત, ગવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધ અને ઉપવાસો વડે આઠમ--ચૌદશ-અમાસ અને પૂનમે પરિપૂર્ણ પૌષધને આચરતા હતા.
---મા. શ. ૨, , ૬, સૂત્ર ૧૨૦ વર્તમાન કાળે કોઈને શાલિભદ્ર આદિ ઋદ્ધિયુક્ત શ્રાવકની ઉપમા અપાય છે ત્યારે આ સર્વે આગમકાલીન શ્રાવક-શ્રાવિકાની ઋદ્ધિ-સિદ્ધિ એ એક એવું પ્રમાણ આપણી સમક્ષ રજૂ કરે છે કે ખરેખર આપણાં શ્રાવક--શ્રાવિકાની સંપત્તિ પ્રતિભા કેટલી ઉચ્ચતમ કોટિની હશે! - આ તો અતિ સંક્ષેપમાં, અતિ અલ્પ દૃષ્ટાંતોમાં અને શ્રાવક જીવન પ્રતિભા દર્શન કરાવતાં બહુ જ થોડા મુદ્દામાં સાગરમાં બિંદુ સમાન ગણાય તેવું માત્ર નમૂનારૂપ વર્ણન છે. ખરેખર આગમનો સાદ્યન્ત અભ્યાસ કરવામાં આવે તો અનેક મુદ્દામાં, પ્રચુર દષ્ટાંતો વડે આપણે જેને પ્રતિભાદર્શન પામી શકીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org