SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1059
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૦ ] [ જૈન પ્રતિભાદર્શન G સહસ્ત્રકુટતપ, વર્ધમાનતપ તેમજ નાની-મોટી અનેકવિધ તપશ્ચર્યા સિદ્ધગિરિમાં બેવાર ચાતુર્માસપૂર્ણીમાતપ, નવાણું યાત્રાદિ કરેલ. સમ્યગુ દર્શન પ્રાપ્તિ માટે-મારવાડ-મેવાડ-રાજસ્થાન બિહાર સમેત શિખર પંચતીર્થ-મહારાષ્ટ્ર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ-કાઠીયાવાડની પંચ તીર્થની સ્પર્શના અમરેલીથી જુનાગઢ પદયાત્રા સંઘમાં પોતાના દ્રવ્યનો સહયોગ-કાયમ એકાસણા-પરમાત્માની ભક્તિ સ્નાત્ર-અસ્ત્રકારી પૂજા ગુરુ ભક્તિ-ધર્મારાધના જૈફ ઉંમરે કરી રહ્યા છે! લાગટ ૫OO આયંબિલ કરેલ-સમતા ભાવે ત્રણેય પુત્રો સાતેય ક્ષેત્રમાં સારો ધનનો વ્યય કરે છે સંસ્કારી-વિનેયી છે! પુત્રવધુઓ પણ એવા છે! માનકુંવરબેને કલકતામાં સ્વદ્રવ્યથી જિન પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલ-ઉવસગ્ગહર તીર્થમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના દશભવ કોતરાવેલ. તેમના મોટા પુત્ર ત્રીજા નંબરના પુત્રે ઉપાશ્રયમાં આલીશાન વ્યાખ્યાન હોલ બંધાવેલ છે – બીજા નંબરના પુત્રે મા ભગવતીજી પદ્માવતી માતાનું ભવ્ય પૂજન સંઘ પૂજનાદિ કરાવેલા આ રીતે આખુંય કુટુંબ ધર્મનિષ્ઠ છે! સ્વાધ્યાયમાં ઓતપ્રોત પૂનાના પુષ્પાબહેન : પેશ્વારાજય મહારાષ્ટ્રનું પાટનગર પૂના. પૂણ્યનામધેય ઘરાવતી પૂણ્ય નગરી શાહ મણિલાલ સ્વરૂપચંદને પુષ્પનો ગુચ્છો એટલે એક બાળકીને માણેક બાએ જન્મ આપ્યો. માત પિતાઓ લાડ-કોડથી મોટા કર્યા. શૈશવકાળમાં ગળથુંથીના સંસ્કાર. ધાર્મિક, વ્યવહારરિક અભ્યાસમાં આગળ. તીવ્રબુદ્ધિ મેટ્રીક સુધી અભ્યાસ. - ધાર્મિક – રંચ પ્રતિક્રમણ, પ્રકરણ ભાષ્ય, કર્મગ્રંથ બૃહતસંગ્રહણી વીતરાગ સ્તોત્રાદિ કંઠસ્થ કરેલ. મૂળ ગુજરાત ગેરિલાગામના ચિમનલાલ શાહ સાથે લગ્નગ્રંથીથી જોડાયા. સંસારયાત્રા સુખપૂર્વક ચાલી રહી હતી. સંસારના ભોગવટાસહ એક બાળકીને જન્મ આપ્યો! કુદરતને મંજુર ન હોય એકજ વરસમાં અનંતની વાટે ઉપડી ગઈ!. પુષ્પાબેનના જીવનમાં સંસાર પ્રત્યે ખુબ નિર્વેદ જાગ્યો! દાંપત્ય જીવનમાં તેમને ઉમંગ – ઉત્સાહ ન રહ્યો. આધ્યાત્મિક ક્ષેત્રમાં ઝૂકાવ્યું! પરમાત્માની અવિહડ ભક્તિ ગુરૂવર્યોની સુશ્રુષા ધર્મારાધના સહ તપશ્ચર્યાની હારમાળા ચલાવી ત્રણેય ઉપધાનતપ વર્ધમાનતપ પાંચશો આયંબિલતપ નવપદ ઓળી પર્વતીથીતપ છઠ્ઠ, તીર્થસ્પર્શના કરેલ-દ્વાદશવ્રત, તપ, જપ સ્વાધ્યાયાદિમાં ઓતપ્રોત બની કરી રહ્યા છે! વિશાશ્રીમાળી તથા વીર વનિતામંડળના સંસ્થાપક, ૨૦ વર્ષ સુધી લેડી કીકાભાઈ પ્રેમચંદ પાઠશાળાના મુખ્યાધ્યાપિકા વીર વનિતા ઉદ્યોગ વિભાગ સ્થાપના, ભીખુભાઈ રેવચંદ પાઠશાળાની સ્થાપના અને શિક્ષિકા પુના વિદ્યાપીઠ તત્વજ્ઞાનની પાંચેય પરિક્ષાઓમાં ઉતીર્ણ, વિસાશ્રીમાળી મહિલા મંડળના ઉપ પ્રમુખ, વીર વનિતામંડળના પ્રમુખ, ૧૯૭૫ પુણે મહાનગરપાલિકા તરફથી આદર્શ શિક્ષિકા પુરસ્કાર. શિક્ષણ મંડળ તરફથી આદર્શ શિક્ષિકા બહુમાન. પૂના શ્રી ગોડીજી પાર્શ્વનાથ સન્માન મંડળ તરફથી વિશેષ સન્માન પત્ર - બહુમાન, સ્વદ્રવ્યથી પૂનામાં-પાલિતાણામાં પ્રતિમા ભરાવી પ્રતિષ્ઠા કરાવેલ. સાતેય ક્ષેત્રોમાં જીવદયામાં, અનુકમ્પા દાનમાં અઢળક સંપતિનો વ્યય-જૈફ ઉંમરે પણ નારીત્વનું દર્શન કરાવે. સાધુ સાધ્વીજીની અખૂટ સુપાત્રદાનની ભક્તિ જ્ઞાન દાનમાં ત્રણેક પાઠશાળામાં બબ્બે કલાક વગર થાકે નાના 4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy