________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧OOG
કોઈ દવા લેવા તેને દવા અપાવે! કોઈ દિન ભૂખ્યો આવે તો પેટ ભરી ખવડાવે - ગૃહાંગણે સાધર્મિક આવે તો ભલા ભવથી જમાડે પછી તિલક કરે! રૂા બે આપે. હજુ સુધી ઘરના દરેક સભ્યોએ આ પ્રણાલિકા જાળવી રાખી છે. ઘરમાં ચાર થી છ દાયકા થયાં પાંચ થી છ સભ્યો નિયમિત ઉકાળેલું પાણી વાપરે છે! આઠ દસ મહિનાના બાળકને જિનદર્શન પૂજા-ગુરુવંદન અવશ્ય કરાવે જ! ઘરમાં સોળ સભ્યો છે સંપ ત્યાં જંપ આ ન્યાયે સત્ય-સાદાઈ સૌજન્યતા-સંસ્કારથી આ પોરવાડ કુટુંબ આનંદ કિલ્લોલ કરે છે અને સદાચારી ધર્મારાધનાથી જીવન જીવી રહ્યા છે સાતેય ક્ષેત્રોમાં જીવદયા-અનકમ્પાદાનમાં પણ તનમન-ધનનો સહયોગ - શક્તિ અનુસાર પોતાના સ્વદ્રવ્યથી કરી રહ્યા છે ખરેખર શ્રાવક રત્ન છે! પરમાત્માની કૃપા અવિરત વરસે! શુભ ભવતુ. ઊનાનું દોશી કુટુંબ :
શ્રી અજાહરાતીર્થનું પડોશનું શહેર જૈનના આશરે સો ઉપરાંત ઘર - પાંચ જિન મંદિર-ઉપાશ્રયથી શહેરની ઝાક-ઝમાળ. વળી આચાર્ય હીરસૂરીશ્વરજી મ.સા.નો કાળધર્મ ઉન્નતપુરમાં
ધર્મનિષ્ઠ દોશી કુટુંબ-મહાજનમાં જેની પ્રસિદ્ધિ એવા બાલુભાઈ શ્રેષ્ઠી વસે – તેમને ત્રણ પુત્રો-ત્રણ પુત્રીઓ! મોટા પુત્રનું નામ પુનમચંદ -પુનમના ચાંદ જેવા-શ્રેષ્ઠી મહેતા હરગોવિંદદાસ શામજીના પુત્રી વિજયાલક્ષ્મી જેનું નામ છે! લગ્નગ્રંથીથી જોડાયા પરસ્પર પતિ - પત્ની શ્રાવકના કર્તવ્યયોગ જીવન જીવી રહ્યા છે. સંતાન નથી!
તપ-જપ-ત્યાગ-આવશ્યક ક્રિયા કાયમી અષ્ટ દ્રવ્યથી પરમાત્માની ભક્તિ-ગુરુ વૈયાવચ્ચ ખડે પગે કરે – ધર્મારાધનાનો - ઉલ્લાસ – ઉંમગ - ઉત્સાહ અનેરો – પતિ - પત્નીના મુખપર સદાય પ્રસન્નતા. સમ્યગુ દર્શનની પ્રાપ્તિ માટે મારવાડ-મેવાડ-રાજસ્થાન-બિહાર-મહારાષ્ટ્ર-ગુજરાત. કચ્છ – કાઠીઆવાડની અનેક નાની મોટી પંચ તીર્થની સ્પર્શના કરેલ છે સમ્યફ ચારિત્રની પ્રાપ્તિ માટે હૈયુ જખી રહ્યું છે! આદર્શ-શુશીલ – સન્નારી જેવું જીવન જીવી રહ્યા છે કચ્છના વિજય શેઠ – વિજયા શેઠાણી જોઈ લ્યો અન્યને અનુમોદના નું દૃષ્ટાંત પુરું પાડે છે શ્રી અજાહરા પાર્થપ્રભુની અનુપમ અદ્વિતીય અભૂત – સેવા - ભક્તિ – આરાધના – સાધના કરી રહ્યા છે અરે! આપણને આશ્ચર્યમાં ડૂબાડી દે છે. આ જગત પર બહુ રત્ના વસુંધરા કેટ-કેટલાય નર-નારી રત્નો-રત્નની ખાણમાં ચળકે છે! અનુમોદના કરતાં 1 કરતાં ય થાકી જવાય. પરમાત્માનું શાસન જયવંતુ વર્તે છે વોરા તલકચંદ કાનજીભાઈ :
અમરેલીના માચીયાળાના વોરા તલકચંદ કાનજીભાઈ ખેતી-વાડીનો વ્યવસાય. ગ્રામીણજીવન-પત્ની માનકુંવરબેન આદર્શ, સશીલ. સંસ્કારી, ધર્મના રંગે-રંગાયેલ, બાળકોને શિક્ષણ સંસ્કારાર્થે ગ્રામ્ય જીવન છોડી અમરેલી આવેલા! વોરા તલકચંદભાઈ વ્યાપારર્થે કલકતા પહોંચ્યા, ત્યાં વસવાટ કર્યો! પુણ્યોદયે - પુરુષાર્થે બલ આપ્યું! આગળ વધ્યા. સમયના વહેણ પસાર થતાં વોરા તલકચંદભાઈએ-અનંતની વાટ પકડી-દેહાવસાન થયું! ત્રણે પુત્ર ધંધાકીય ક્ષેત્રે કાબેલ. સારું કમાયા. ત્રણેય લગ્નગ્રંથીથી જોડાયા-ત્રણેય પુત્રીઓ થસૂર ગૃહે છે. મોટા પુત્રી લગ્ન પહેલાંજ સંસારેથી છુટી મૃત્યુ પામ્યા. આ બાજુ માનકુંવર બેને આધ્યાત્મિક ક્ષેત્રમાં ઝંપલાવ્યું! ત્રણેય ઉપધાનતપ, વરસીતપ, વીસ સ્થાનકતા-અટ્ટાઇ તપ, પર્વતીથીતપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org