SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1057
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦0૮ ] [ જૈન પ્રતિભાદર્શન પોત-પોતાની કુશાગ્રતા, આગવી સૂઝ, શ્રાવકના કર્તવ્યો અને અનેક ગુણોથી જીવનમાં અનેક પ્રકારના સુકૃત્યો કરતાં-કરતાં પાંચેય પુત્રો અનંતની વાટે પહોચ્યાં. ત્રીજા નંબરના પુત્ર શેઠ નંદલાલ દેવચંદ ને ચાર પુત્રો-ત્રણ પુત્રીઓ છે. ચારેય પુત્રોને ત્યાં પૂર્વના પુણ્યોદયે શ્રી દેવીની અનહદ કૃપા છે! સાતેય ક્ષેત્રમાં મખલખ વાવણી કરે છે તદુપરાંત-જીવદયા ખાતે મહારાષ્ટ્ર-બિહાર-ગુજરાત-કચ્છ-કાઠીયાવાડમાં પશુઓને ઘાસચારો-કુતરાને રોટલા-કીડીયારું-જળપાન-પક્ષીચણ ઘર વગેરેમાં સારૂ દાન આપે છે! બિહારમાં કલકતા સમેતશિખર ચાસગામ-મધ્યપ્રદેશમાં નાગેશ્વર તીર્થ ગુજરાતમાં સૌરાષ્ટ્રપ્રદેશે શ્રી શત્રુંજય તીર્થમાં-હસ્તગિરિ ઉપર મહારાષ્ટ્ર ભુવનમાં અંજન શલાકા-પ્રતિષ્ઠાદિ કરાવે છે! પાલીતાણામાં સ્વદ્રવ્યથી અનુપમ અદ્ભુત શ્રીમહાવીરસ્વામીનું શિખરબદ્ધ-[ચૌમુખજીનું જિનાલય ભવ્ય બંધાવી રહ્યા છે! ચારેય પુત્રી - પુત્રવધૂઓ અને ત્રણેય પુત્રીઓમાં પૂર્વ ભવના સંસ્કારો દ્વારા-વિનય-ભક્તિ-શ્રાવકના કર્તવ્યનું પાલન - માર્ગાનુસારીના ગુણો! અને રગેરગમાં જિન શાસનની પ્રભાવના ધબકે છે નિયમિતકલતા-મુંબઈમાં પણ આવશ્યક વિધિ-જિનપૂજા દર્શન, ગુરૂવંદન, સામાયિક, પ્રતિક્રમણ, સાધર્મિક ભક્તિ આદિ અભુત સેવા કરે છે! સુપાત્રધન અપૂર્વ આપે છે. શેઠ કુટુંબના નામથી સારી નામના કાઢી છે. નાની ઉંમર છતાં ધર્મ પ્રત્યે રૂચી થવી એ ભવ્યત્વની છાપ છે. ત્રણ ભાઈઓ મુંબઈમાં રહે છે. વારંવાર પાલીતાણા આવે ગિરિરાજની સ્પર્શના કરે. ઉપર દાદાની ભક્તિમાં પાછી પાની ન હોય! જેતપુરનું ભક્તિવંત કુટુંબ : . ગરવાગઢ ગિરનારની ગોદમાં ભાદર નદીના કાંઠે કાઠીભાઈઓએ વસાવેલ જેતપુર શહેર પ્રાગ્વટપોરવાડ વિસા શ્રીમાળી કુટુંબ-વલભદાસ ફૂલચંદ, ઈશ્વરલાલ ફૂલચંદ બાંધવ બેલડી-બંને ભાઈઓને ત્યાં એક-એક-પુત્ર-ગળથુથીના સંસ્કાર જીવનમાં નીતિમત્તા પ્રામાણિકતા-દેવગુરૂની અનુપમભક્તિ ધર્મારાધનાથી હર્યોભર્યો સંસાર ચાલે છે! આ બહોળા પરિવારમાં કોકીલાબહેન નામે એક પુત્રી ધાર્મિક-વ્યવહારિક બંને અભ્યાસમાં ઝૂકાવ્યું આંખની તકલીફ છતાં શિક્ષકો પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું! બી.એ. એફ. વાય. સુધી શાળાનો અભ્યાસ અને ધાર્મિકમાં પણ પ્રકરણ ભાષ્ય કર્મ-ઝભ્યાદિ સંસ્કૃત-પ્રાકૃત કર્યું! દીક્ષા લેવાની ભાવના કિંતુ આંખની તકલીફના કારણે આ જીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકારી-પરમાત્માની અનુપમ ભક્તિ-ગુરુઓની સુશ્રષા. શાસનની અણમોલ પ્રભાવના સહ તપ-ત્યાગવરસીતપ. વર્ધમાનતપ-ઉપધાનતપ વગેરે કરેલ સમ્યગ્ દર્શનની શુદ્ધિ માટે ભારતભરની તીર્થ સ્પર્શના કરેલ. જેતપુર શ્રી આદિનાથ જૈન દેરાસર તપગરછ સંઘ સંચાલિત જૈન પાઠશાળામાં વેતન લીધા વિના નિઃસ્વાર્થ ભાવે નાના-મોટા-બાળક-બાળિકાઓ સંઘના બેનોને જ્ઞાનદાન આપેલ. અઢાર-અઢાર વરસ સુધીની સેવા-હજુપણ આ જીવનમાં ભેખ લીધો છે-શાસનમાટે-સંઘ માટે કંઈક કરી છૂટવું! આવી ઉમદા ભાવના છે સાદાઈ-સચાઈ અને નારીત્વના સાક્ષાત દર્શન થાય! સંઘમાં તેમનો બોલ દરેક ઝીલે. નાનીબેન ાળા-બાલ્યવયમાં આંચકાતાણ આવતા મગજશક્તિ સ્મરણશક્તિ ઓછી જેના કારણે અવિવાહિતા છે! તદ્દન નિર્દોષ-બચુભાઈને સૌ કોઈ બચુદાદા કહે, કોઈ નોકરી માટે આવે ગમે ત્યાં કામ ઉપર રાખે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy