SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1056
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૧૦0૭ ગુણોને લીધે તેઓ પ્રથમ હરોળનાં વેપારી અને કુટુંબ સમાજનાં વડા તરીકે સફળ રહ્યા હતા. ગમે તેવી ખરાબ – વિષમ પરિસ્થિતિઓને અડગ અને નિડર રહી શકતા હતા અને અને પરિસ્થિતિ એવી સફળતા પૂર્વક પાર કરી દેતા. હંમેશા હસમુખો-સૌમ્ય અને શાંત ચહેરો, નિડર અને સ્પષ્ટ વકતા અને સરળ સ્વભાવે એમના વ્યકિતત્વને વધારે મોહક બનાવ્યું હતું. આદર્શ શ્રાવિકા હરકુંવરબહેન : સૌરાષ્ટ્ર દેશનું વાણિજય - વેપારથી ધમધમતુ અમરેલી શહેર. મહેતા હરગોવિંદદાસ શામજીભાઈ, હુલામણા નામે બાબુભાઈથી ઓળખાય. સાદા-ગંભીર-અનુભવી-પીઢ-જૈન જૈનેતરના આદરપાત્ર. ધર્મના રંગે રંગાયેલા પત્ની નામ હરકુંવર બેન : જન્મથી જ માતાએ ગળથૂથીમાં સંસ્કારનું સિંચન કરેલ. લગ્નગ્રંથીથી જોડાયા-સંસાર રથ ચલાવતાં સાત પુત્રો અને એક પુત્રીને જન્મ આપેલ. એક શીલવતી નારી-આદર્શ શ્રાવિકા તરીકે જીવન જીવી રહ્યા છે. હરકુંવરબેનના જીવનમાં શ્રાવકના બારવ્રત ઉપધાનતપ શ્રી શત્રુંજય તીર્થમાં ચાતુર્માસ પાંચસો આયંબિલ-દરેક પર્વતીથી-અટ્ટાઇતપ વીસસ્થાનકતપ વરસીતપ વર્ધમાન તપ- જપ તેમજ લાખોની સંખ્યામાં નકારાદિ મંત્રનો જાપ કરેલ. તપ-જપ-ત્યાગ જીવનમાં અદ્વિતીય છે. સમ્યગ દર્શનની પ્રાપ્તિમાટે કચ્છકાઠીઆવાડ, સોરઠ ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન-મારવાડ, મેવાડ-મધ્યપ્રદેશ-બિહાર સમેત શિખરાદિની પંચ તીર્થની સ્પર્શના કરી જીવનને ધન્ય બનાવેલ છે. જૈફ ઉંમરે પણ આવશ્યક વિધિ-પરમાત્માની અષ્ટ દ્રવ્યથી પૂજા-ગુરૂ ભક્તિ વૈયાવચ્ચે પણ અજોડ સુપાત્ર દાન ધર્મારાધના સુંદર કરે છે! સાત પુત્રો પૈકી છ પુત્રો વિનયી સંસ્કારી કોઈપણ જાતના વ્યસન નહિ! જીવન સાદા-સ્વભાવે સરલ-સાતેય ક્ષેત્રોમાં પોતાના દ્રવ્યનો સુંદર ઉપયોગ કરી રહ્યા છે. શ્રાવકને યોગ્ય અદકેરું જીવન જીવી રહ્યા. માતા-પિતાની ભક્તિ અદભૂત કરે છે. કોઈપણ ક્ષેત્રે તન-મન-ધનનો ભોગ આપવા અડીખમ ઊભા રહે છે. પુત્રી વિજયાબેન પણ એવા જ સુશીલ-ગુણીયલ છે સમાજમાં સંધમાં આ કુટુંબનો માન-મરતબો સારો પાત્ર છે પરમાત્માની કૃપા ગુરૂવર્યોના આશીર્વાદ વરસતા રહે! ધર્મારાધનાના પ્રભાવે કલ્યાણને પામે! શેઠ દેવચંદ તળશીભાઈ : - ગરવા ગઢ ગિરનારની ગોદમાં-ભાદર નદીના કિનારા પર કાઠી દરબારોનું જિનમંદિર-વાણિજય વેપારથી ધમ-ધમતું જેતપુર શહેર જિનમંદિર ઉપાશ્રયાદિથી દેરાવાસી શ્રાવકોના ગૃહો ૫00 | ની વસ્તીઓમાં શ્રાવકોના અનેક કુટુંબોમાં શેઠ કુટુંબ-નામ શેઠ દેવચંદ તળશીભાઈ, સુશીલ અને સંસ્કારી પત્ની દીવાળી બેનઃ સાંસરિક ક્ષેત્રેની તમામ જવાબદારી પૂરી કરતાં – કરતાં વાર્ધક્યતાના આરે પહોંચ્યા. બંનેના દેહાવસાન થયાં પાંચેયપુત્રીઓ શ્વસુર ગૃહે! તેઓ પણ ખુબ સંસ્કારી-ધર્મમય જીવન જીવી રહ્યા છે. તેનો પરિવાર ઘણોજ વિનયી-ગુણીયલ સંસ્કારી છે. માતા-પિતાની અનુપમ ભક્તિ કરે છે! સૌથી નાના પુત્રી - કાંતાબેન – જેઓએ સંયમ જીવન સ્વીકાર્યું છે. ઉત્તમોત્તમ સાધ્વાચારનું પાલન [ કરી રહ્યા છે! પાંચેય પુત્રોએ કલકતા શહેર ને ધંધાકિય ક્ષેત્રને કાયમી કર્યું છે અલબત ત્યાં જ વસવાટ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy