________________
૧૦૦૬ ]
|| જૈન પ્રતિભાદર્શન
ધર્માત્મા પ્રભાકુંવરબેન નંદલાલ શેઠ :
શુભ નિમિત્તો પામીને આત્મા કયારેક એવું દિવ્ય પરાક્રમ ફોરવે છે કે તેમની એક એક પ્રવૃતિ અજર અમર જેવી બની જતી હોય છે. સ્વ. નંદલાલ દેવચંદ શેઠના પરિવારનું ધાર્મિક જીવન જાણવા જેવું છે કલકતામાં લાખો રૂપિયા વાપર્યા છે! આસપાસમાં પ્રતિષ્ઠા કરાવી છે, ઉવસગ્ગહરતીર્થમાં લાખો રૂપિઆ ગર્ભગૃહ બારણાય (ચાંદિના) વગેરે માટે દાન આપેલ છે. હસ્તગિરિ ચૌમુખ અંજન વિધિ પાલીતાણા મહારાષ્ટ્ર ભુવનની બાજુમાં ૬૦ લાખની જગ્યા લીધી અને સ્વદ્રવ્યથી મંદિર નિર્માણ, ઉપાશ્રય ધર્મશાળાદિ (એક કરોડખર્ચ) જેતપુર ઉપાશ્રયમાં શ્રીપંચધાતુ પરિકર બાબત માતા પદ્માવતીની મૂર્તિ ભરાવી પૂજન મહોત્સવ, સંઘજમણ વૈયાવચ્ચખાતા પાઠશાળામાં હજારો રૂપીઆનું યોગદાન આપેલ છે. અમરેલીમાં અંજનશલાકા પ્રતિષ્ઠામાં પ0, હજાર ઉપરાંત અનુષ્ઠાનાદિમાં વ્યય કર્યા છે.
ધ્રાંગધ્રા, રાજકોટ, અમદાવાદમાં પૂ. સાધુ, સાધ્વીજી મ. ઔષધાલયમાં સારી રકમ વાપરી છે, જીવદયામાં-મુંબઈ ભણશાલી કનૈયાલાલ પક્ષીચણઘર ત્રણ તથા શ્રી શાસન સંરક્ષક માણિભદ્રવીર-દેવ ની પ્રતિસાલ આરાધનામાં જાપ, સંઘપૂજન પ્રભાવના એકાસણદિમાં હજારો રૂપિયા વાપરે છે.
પોતાની પાસે અભ્યાસ કરનાર બાળક, બાલિકાઓ, બેનોને હજારો રૂપીઆના ઇનામો ચાર વરસથી આપે છે પ્રાતઃકાળે શ્રી ભક્તામર સ્તોત્ર મુખ્ય કાયમ ૨૦, ભાઈ બેનો ૫૧, ૫૧, રૂ શ્રી ફળથી બહુમાન ૩૫ ઘર અમરેલીમાં છે, શ્રીફળ સોપારી સાકરપડા-પેડા, મોદક, પતાસા, ખાજાની પ્રભાવના કરેલ. જીથરી ટી.બી. હોસ્પિટલમાં પણ સારું યોગદાન છે! પાલીતાણા વલ્લભ વિહારમાં ભક્તિમાં ઘણું ઉત્તમકાર્ય કરે છે! સહધર્મીના પોષણમાં પણ...અધિક સહાય.
- શ્રી શત્રુંજય માહાત્મય ગ્રંથનું વિમોચન પ્રાયઃ પાલીતાણામાં (પૂ. અમરેન્દ્રસાગરજી મ.સા.ની. નીશ્રામાં) કરેલ છે. (શ્રી આ.વિ.રામચન્દ્રસૂરી મ.સા-ના સદ્ધોધથી પામ્યા છે.) સ્વ. હરગોવિંદદાસ (ઉર્ફે બાબુભાઈ) શામજી મહેતા :
અમરેલીમાં પ્રતિષ્ઠિત જૈન વણિક કુટુંબમાં જન્મ થયો હતો અને સને ૧૯૭૬ની ૨૦ મી નવેમ્બર - ૬૮ વર્ષની વયે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા, શાંત સ્વસ્થ ચિત્તે, કુટુંબનો સર્વ સભ્યોની હાજરીમાં વિદાઈ લઈ, અંતિમ શ્વાસ લીધા હતા.
શાંત, સરળ અને સૌમ્ય સ્વભાવનો સ્વામી, અને વહીવટી સૂઝ ધરાવનાર એવા શ્રી મહેતા ત્યાગ અને મોક્ષની સાધના માટે - મહામંત્ર નમસ્કારનું રટણ, જાપ અવાર નવાર કરતા હતાં. તેઓનાં ધર્મપત્ની શ્રીમતી હરકુંવરબેનને ધાર્મિક પ્રવૃતિ કરવામાં, તપશ્ચર્યા, જાપ વિ. કરવામાં, તેઓની હંમેશા સંમતિ રહેતી અને સારો સહકાર આપતાં. ધાર્મિક પ્રવૃતિ સમાજનાં જીવનમાં સાદાઈ તેમજ પોતાની જરૂરીયાત બહુજ ઓછી હતી. નાની ઉંમરે પિતાશ્રીનાં ધંધામાં જોડાયા હતા અને સતત ૫૦-૫૦ વર્ષ સુધી સફળતાપૂર્વક સંચાલન કરી-વેપારની લાંબી કારકિર્દીમાં તેઓશ્રી અમરેલીમાં જ નહીં-પરંતુ આજુબાજુના ગામોમાં પણ અગ્રેસર રહ્યા હતા. આજે પણ તેઓનાં પુત્રોએ પિતાશ્રીનો વ્યવસાય ચાલુ રાખી–તેઓનું નામ જીવંત રાખેલ છે. નાના મોટા વેપારીઓ, ખેડુતવર્ગને સદાય માર્ગદર્શક, નબળા અને ગરીબના બેલી, કુટુંબ અને , સમાજના દરેક અંગે પ્રેમ અને આત્મીયતા સમજપૂર્વક અને દીર્ધદષ્ટિ પૂર્વક કાર્યો કરવાની પદ્ધતિ-વિ. 4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org