SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1054
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૦૫ ધર્મ-ભક્તિમાં શ્રાવકો -વિદુષી પૂ. સા.શ્રી પ્રિયંવદાશ્રીજી મ.સા.નાં શિષ્ણારત્ન પૂ.સા.શ્રી ઘાયશાશ્રીજી મ.સા. જૈન દર્શનમાં આત્માની ભક્તિ વધારનારા કેટલાક શ્રદ્ધાસંપન્ન શ્રાવકોનાં શુભ ) નામો પોતાના વતન વિભાગમાં ઠીકઠીક પ્રસિદ્ધ પામ્યાં છે. જેઓ દેણગી અને દિલની અમીરાત દ્વારા ભાવિ પેઢી માટે પ્રેરણારૂપ બન્યા છે. જેમની ધર્મદષ્ટિ, કર્તવ્યપરાયણતા અને વ્યવહારકુશળતાને કારણે આપણા સૌની વંદનાના તેઓ ખરેખર અધિકારી બન્યા તા. સંસારની અસારતા, વિષયોની વિષમતા અને આત્માની નિત્યતા સંબંધી ઊંડી સમજણ જે શ્રાવક શ્રેષ્ઠીઓમાં જોવા મળી, જેમના જીવનબાગમાં સરળતા, વૈરાગ્યતા અને ઉદારતા જેવા સદગુણો જોવા મળ્યાં તેવા શ્રાવક-શ્રાવિકાઓ વિષે તથા પોતાના સંસારી પરિવારમાંથી સાઘર્મિક ભક્તિમાં જેમનું મન હંમેશાં સોળે કળાએ ખીલતું રહ્યું છે તેવા ઘર્મસંપન્ન પરિવારોનો પૂ. પાયશાથીજી મ.સા. પરિચય કરાવે છે. - નિરંતર ગુરુચરણે રહીને આત્મસાધનામાં હંમેશાં આગળ વધનાર, કરોડો મંત્રજાપના આરાધક, સરળસ્વભાવી જીવદયાપ્રેમી, શાસનપ્રભાવિક ૫. સા. શ્રી પદ્મયશાશ્રીજી મહારાજશ્રી સાડાચાર દાયકા પહેલાં ઝાલાવાડના ધ્રાંગધ્રા શહેરમાં ચારિત્રજીવન સ્વીકારી સાધ્વાચારનું ઉત્તમોત્તમ પાલન કરી રહ્યાં છે. અનેક પ્રકારની જીવલેણ અસહ્ય બિમારી સમતાભાવે સહન કરતાં પૂજ્યશ્રીમાં મનન, ચિંતન, લેખન, વાંચન અભુત જોવા મળે છે. ગુજરાતનાં અનેક શહેરો મોરબી, વાંકાનેર, જેતપુર, વીંછીયા, ચિતલ, અમરેલી, પાલીતાણા, છાપરીયાલી, ભાવનગર, સમઢીયાળા, ખાખરેચી, મુજપુર, રામપરા વગેરેમાં પૂજ્યશ્રીના ભક્તગણની બહુ મોટી સંખ્યા છે. અબોલ જીવો માટેય ઘાસ-પાણીની સતત ચિંતા સેવીને દાનગંગાની પ્રેરણા પૂજ્યશ્રી તરફથી નિરંતર થતી રહી છે. કા જૈન મંદિરો, ઉપાશ્રયો, ગૌશાળાઓ અને કૃત સાહિત્યને સમૃદ્ધ કરાવવાં પોતાના સંસારી પરિવારમાંથી આજ સુધીમાં લાખો રૂપિયાનાં દાન અપાવ્યા છે. પૂજયશ્રીના સત્સંગથી અનેક સુતેલા આત્માને જ્ઞાનનો પ્રકાશ લાધ્યો છે, અનેકો વૈરાગ્યના રંગે રંગાયા છે. નમ્ર, સરળ અને વિનયથી ભરેલાં પૂજ્યશ્રીએ પોતે કરેલી શાસનપ્રભાવનાનો બધો જ યશ પરમાત્માના અનુગ્રહને સોંપી દીધો છે. ધન્ય પૂજ્યશ્રીનું સંયમજીવન અને ધન્ય છે તેમનો ભક્તગણ. સંપાદક -૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy